Page #1
--------------------------------------------------------------------------
________________
કારથી મોક્ષ સુધી કરવા મોક્ષ સુધી
I
સટ
સસણી
સાહ્યી.
સંસારથી મોક્ષ સુધી
કૉસ સુધી સરસાસ્વી મોક્ષ સુધી સંસારથી મોક્ષ સુધી સસારથી મોક્ષ સુધી સસારથી મોક્ષ સુધી સસારથી મોક્ષ સુધી સસારથી મોક્ષ સુધી સસારથી મોક્ષ સુધી સસ
pisthoi
સંકલના પરમ પૂજ્ય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજા ના - શિષ્યરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા
ઉનાટી મીર્તિ સુવા સારયા મીક્ષ સુધી સસારથી મોક્ષ સુધી સસારથી મોક્ષ સુધી
: પ્રકાશની
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
આર્થિક સત્કારઃ એક સગૃહસ્થ(મુંબઇ)
Jan Eation International For Private & Personal use only tak
Page #2
--------------------------------------------------------------------------
________________
સંસારથી મોક્ષ સુધી
: સંકલન : પરમ પૂજ્ય સ્વ. આચાર્યદિવ શ્રીમદ્ વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મહારાજા ના
શિષ્યરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા
: પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ
: આર્થિક સહકાર : એક સગૃહસ્થ (મુંબઈ)
Page #3
--------------------------------------------------------------------------
________________
સંસારથી મોક્ષ સુધી
જ પ્રથમ આવૃત્તિ :
૪ પ્રત ૧
જ વિ.સં. ૨૦૬૩
*
-: પ્રાપ્તિસ્થાન :- પ્રમોદભાઇ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, પં. સોલીસીટર રોડ,
મલાડ (ઇસ્ટ), મુંબઈ - ૯૭.
શા. જતીનભાઇ હેમચન્દ્રભાઈ કોમલ” છાપરીયાશેરી, મહીધરપુરા,
સુરત - ૩૯૫ ૦૩.
મુકુંદભાઈ આર. શાહ () ) ૫, નવરત્નફલેટ, નવા વિકાસગૃહ રોડ,
છે પાલડી, અહમદાવાદ - ૩૮૦ ૦૭.
'
-: મુદ્રણ :
- ભવ્ય ગ્રાફિકસ ૨૦/૨૨, સી.પી. ટેન્ક રોડ, ૩જે માળે, મુંબઈ - ૪.
ફોન : ૨૩૮૯ ૫૦૪૫
Page #4
--------------------------------------------------------------------------
________________
સંસારથી મોક્ષ સુધી.....
અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્તપરમાત્માઓએ આ સંસારને દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી તરીકે વર્ણવ્યો છે. અર્થ અને કામ(૫ ઇન્દ્રિયોના વિષયો)ને પ્રાપ્ત કરતી વખતે અનેક જાતનાં દુઃખ હોવા છતાં ભવિષ્યમાં કાલ્પનિક એવું પણ થોડું સુખ ભોગવવા મળે છે-એમ સમજીને આપણે દુઃખસ્વરૂપ વસ્તુને નભાવી લઇએ છીએ. આવી રીતે વર્તમાનમાં સુખ મળતું હોય તો ભવિષ્યમાં એકાદ વાર મળનારું દુઃખ પણ આપણે નભાવી લઇએ છીએ. પરન્તુ જો ભવિષ્યમાં દુઃખોની પરંપરા સર્જાતી હોય તો તેવી વર્તમાનની સુખરૂપ વસ્તુને આપણે નભાવતા નથી.
શ્રી વીતરાગપરમાત્માએ તો આ સંસારને દુઃખરૂપ, દુઃખલક અને દુ:ખાનુબંધી સ્વરૂપે ત્રિવિધ રીતે દુઃખમય વર્ણવ્યો છે. અનાદિકાળથી આ સંસારમાં ભટકીને જે જીવો ઉદ્વેગ પામ્યા છે અને સંસારથી મુક્ત થવા ઇચ્છે છે એવા જીવો માટે મુક્તિના ઉપાય સ્વરૂપે ધર્મની પ્રરૂપણા શ્રી તીર્થંકર દેવોએ કરી છે. ગમે તે કારણે આજ સુધી આપણે તે પરમતારક ધર્મનું કલ્યાણકર સ્વરૂપ સમજી લીધું નહિ. અથવા ધર્મના નામે ગમે તે ધર્મને ધર્મ માની લીધો જેનું પરિણામ એ આવ્યું કે આજ સુધી આપણે સંસારમાંથી મુક્ત ન
થયા.
Page #5
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ : આ કારણોને લઈને આઠ પ્રકારનાં કર્મોના બંધના કારણે તેના ફળ સ્વરૂપે આ ચારગતિમય-સંસારમાં આપણે અનાદિકાળથી ભટકી રહ્યા છીએ.
સંસારના સુખાદિ ઉપરના તીવ્ર રાગને અને સંસારના દુઃખાદિ ઉપરના તીવ્ર દ્વેષને લઈને આત્માની જે રાગાદિની પરિણતિ છે; તેને સામાન્યથી મિથ્યાત્વ કહેવાય છે. એ મિથ્યાત્વની પરિણતિના કારણે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન ઉપર જીવને શ્રદ્ધા થતી નથી. સંસારના સુખાદિ ઉપર ભયંકર એવી આસક્તિ હોય છે અને દુઃખાદિ ઉપર ભયંકર(ઉત્કટ) દ્વેષ હોય છે. તેથી સુખાદિને પામવા અને દુઃખાદિને ટાળવા એ જીવો ગમે તે કરતાં અચકાતા નથી. ગમે તેને તેઓ દેવ માને, ગમે તેને ગુરુ માને અને ગમે તેને તેઓ ધર્મ માને; એટલું જ નહિ શુદ્ધ એવા દેવ, ગુરુ અને ધર્મને પણ સંસારના સુખને પામવા અને દુઃખને દૂર કરવા આરાધતા હોય છે. મોક્ષની વાત જ નહિ. સુખ જ ગમે, દુઃખનું તો નામ પણ ન ગમે; પાછું એનું દુઃખ પણ ન હોય. સંસારના સુખને અને સુખના સાધનાદિને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) માને અને દુઃખ કે દુઃખના સાધનાદિને હેય માનીને રાત-દિવસ તેને દૂર કરવાનો તેઓ પ્રયત્ન કરતા હોય છે. લૌકિક અને લોકોત્તર, હેય અને ઉપાદેય, હિત અને અહિત, ઇત્યાદિના વિવેકથી રહિત એવા તે મિથ્યાત્વી જીવો હોય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી જીવને મિથ્યાત્વ હોય છે. તેના અસંખ્ય પ્રકારો છે. તીવ્ર તીવ્રતર તીવ્રતમ મંદ મંદતર અને મન્દ્તમ.. વગેરે તેની તે તે અવસ્થામાં રાગાદિની પરિણતિમાં પણ ફરક પડતો હોય છે. મંદાવસ્થામાં સામાન્યથી મિથ્યાત્વનો ખ્યાલ આત્માને આવવા માંડે છે. તીવ્રાદિ અવસ્થામાં તો મિથ્યાત્વનો ખ્યાલ જ આવતો નથી. સદ્ગુરુભગવન્તના પરિચયથી મિથ્યાત્વની તીવ્રતામાંથી આત્માને તેની મંદાવસ્થાની પ્રાપ્તિ થાય છે. પછી જ આરાધેલા ધર્મના મૂળભૂત ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાં સુધી ધર્મના વાસ્તવિક ફળ-કર્મનિર્જરાને પામવાનું શક્ય બનતું નથી. કારણ કે મિથ્યાત્વની તીવ્ર અવસ્થામાં પરિણામ(આશય)ની શુદ્ધિ હોતી નથી. ક્રિયા ગમે તેટલી શુદ્ધ હોય તોપણ સંસારના સુખનો આશય પડેલો હોવાથી આશય તો અશુદ્ધ જ હોય છે. આથી જ અનંતીવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ મોક્ષની પ્રાપ્તિ ના થઇ. અચરમાવર્ત્તકાળમાં આવી જ દશા હોય છે. અનન્તી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળનો એક પુદ્ગલપરાવર્ત્તકાળ થાય છે. મોક્ષની પ્રાપ્તિ થવા પૂર્વેના છેલ્લા પુદ્ગલપરાવર્ત્તકાળને ચરમાવર્ત્તકાળ કહેવાય છે. એ એક જ કાળ ધર્મપ્રાપ્તિ માટેનો યોગ્ય કાળ છે. અચરમાવર્ત્તકાળમાં ધર્મની (વાસ્તવિક ધર્મની) પ્રાપ્તિ થતી નથી. દરેક જીવનો ચરમાવર્તકાળ સરખો હોતો નથી. કારણ કે તે તે જીવોનો મોક્ષપ્રાપ્તિનો કાળ એક નથી. અસંખ્યાત વર્ષોનો એક પલ્યોપમ થાય છે. દશ કોટાકોટિ (૧ કરોડ x ૧ કરોડ – ૧ કોટાકોટિ) પલ્યોપમનો એક સાગરોપમ છે. દશકોટાકોટિ સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ અને એટલો જ એક
3
Page #7
--------------------------------------------------------------------------
________________
અવસર્પિણી કાળ છે. વીશ કોટાકોટિ સાગરોપમનું એક કાળચક્ર છે. અને અનન્તાં કાળચક્રોનો એક પુલ પરાવર્તકાળ થાય છે. આવા અનન્તા પુદ્ગલપરાવર્તાથી (અનાદિકાળથી) આ સંસારમાં આપણે ભ્રમણ કરી રહ્યા છીએ.
ચરમાવર્તકાળમાં રહેલા જીવોનું સામાન્ય લક્ષણ વર્ણવતાં “યોગબિંદુમાં જણાવ્યું છે કે દુખી જીવોને વિશે અત્યન્ત દયા, વિદ્યાદિ ગુણસંપન્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષનો અભાવ અને સર્વ જીવો પ્રત્યે સામાન્યપણે ઔચિત્યપૂર્વકનું વર્તન જેઓ રાખે છે; તેઓ ચરમાવર્તવર્તી જીવો છે.' આવા આત્માઓ જ ધર્મના વાસ્તવિક ફલને પ્રાપ્ત કરી શકે છે. ચરમાવર્તકાળમાં રહેલા બધા જ જીવો ધર્મ પામેલા જ હોય છે-એવો નિયમ નથી. પણ, ધર્મ પામે તો ચરમાવર્તકાળમાં જ પામે અન્યત્ર નહિ. આપણે ચરમાવર્તકાળમાં આવ્યા છીએ કે નહિ-એ તો ચોક્કસપણે જ્ઞાનીઓ જ કહી શકે. પરન્તુ આપણા આત્માના દયા વગેરેના પરિણામને જોઇએ અને ચરમાવર્તકાળનું પ્રમાણ જોઈને આપણે કહી શકીએ કે આપણે ચરમાવર્તકાળમાં આવ્યા છીએ. એ કાળમાં આવવા માટે મુખ્યપણે એમાં કાળ જ કારણ છે. આપણો પુરુષાર્થ એમાં મુખ્યપણે કારણ નથી. ચરમાવર્તકાળ કઈ રીતે મળે છે અથવા મળી ગયો છે કે નહિએનો વિચાર કર્યા વિના તે કાળમાં ધર્મ કઈ રીતે કરવો, તે માટે શું કરવું જોઈએ..ઇત્યાદિનો વિચાર કરી ધર્મની આરાધના માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. વૃક્ષ ઉપર કેરી લાવી ના શકીએ પરનું વૃક્ષ ઉપર આવેલી કેરી પકવવાનું કાર્ય કરી શકાય છે. ચરમાવર્નમાં આવ્યા પછી પુરુષાર્થ કરી આપણે ફળ પામી શકીએ છીએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
સંસારના સુખ ઉપરના રાગનું પ્રમાણ ઓછું કરી અને દુઃખ ઉપરના વેષનું પ્રમાણ ઓછું કરી આ મિથ્યાત્વને મંદ કરી શકાય છે. શ્રી વીતરાગપરમાત્મા જેવા દેવ મળ્યા, નિર્ઝન્થ જેવા સદ્ગુરુ મળ્યા, અને તેઓશ્રીએ બતાવેલા શુદ્ધધર્મનો પરિચય થયો તો પછી શા માટે અન્ય દેવ ગુરુ કે ધર્મની સેવા કરી આપણે મિથ્યાત્વથી વાસિત બનવું જોઇએ? જ્ઞાન મળ્યા પછી અજ્ઞાનમૂલક પ્રવૃત્તિ કરવાનું કોઇ જ કારણ નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મ કરતાં આ જગતમાં એવી કોઇ સારી વસ્તુ નથી કે જેને મેળવવા માટે આપણને કાંઇ કરવું પડે. જ્યારે પણ સુદેવ સુગુરુ અને સધર્મને છોડીને કુદેવ કુગુરુ કે કુધર્મની ઉપાસના કરવી પડે છે, ત્યારે સમજી લેવું જોઈએ કે આપણે મિથ્યાત્વના પરિણામ તરફ જ ખસી રહ્યા છીએ. “મોક્ષ કે તેનાં સાધનો; સુદેવ સુગુરુ અને સદ્ધર્મની આરાધનાથી જ મળે છે અને કુદેવાદિની આરાધનાથી તે મળતાં જ નથી.” આવી પ્રતીતિ ન હોય ત્યારે મિથ્યાત્વનો પરિણામ પડેલો છે જ. તેથી તેને આધીન બની અનેક દુષ્ટ પ્રવૃત્તિઓ ધર્મના નામે થતી હોય છે. ખૂબ જ ભયંકર છે મિથ્યાત્વ ! ખૂબ જ ભયંકર છે સંસારના સુખની આસતિ અને દુઃખ ઉપરની નફરત! જેને લઇને આ સંસારમાંથી ખસવાનો વિચાર જ આવતો નથી. એક અન્તર્મુહૂર્ત માટે પણ એ મિથ્યાત્વનો પરિણામ નાશ પામે તો પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનના પુણ્ય પ્રભાવે અર્ધ પુદ્ગલપરાવર્તકાળે તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
હિંસા, અસત્ય, ચૌર્ય અને અબ્રહ્મ (મૈથુન) વગેરે સર્વ સાવધ યોગથી વિરામ પામવા સ્વરૂપ વિરતિ છે. અને વિરતિના અભાવને
અવિરતિ કહેવાય છે, જે પાપની અનિવૃત્તિ સ્વરૂપ છે. સામાન્ય રીતે અવિરતિના અસંખ્ય પ્રકાર છે. પૃથ્વીકાય, અપ્લાય અને તેઉકાયાદિ છ પ્રકારના જીવોની હિંસાથી વિરામ ન પામવા સ્વરૂપ તેમ જ પાંચ ઇન્દ્રિય અને છઠું મન: તેના વિષયોના ભોગોથી વિરામ ન પામવા સ્વરૂપ અવિરતિના બાર પ્રકાર છે. મિથ્યાત્વની વિદ્યમાનતામાં કે અવિદ્યમાનતામાં પણ અવિરતિનું પાપ ચાલુ હોય છે. હિંસાદિની કે વિષયોપભોગની પ્રવૃત્તિ કરાય કે ન પણ કરાય તો ય તેનાથી વિરામ પામવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરેલી ન હોવાથી અવિરતિનું પાપ તો લાગ્યા જ કરે - એનો જેને ખ્યાલ ન આવે તે આ પાપથી દૂર થવા માટે વિચાર પણ કરી ના શકે.
વિચિત્ર છે અવિરતિનો અધ્યવસાય ! પ્રવૃત્તિના અભાવમાં પણ પાપથી નિવૃત્ત થવાનો પરિણામ ન હોવાથી અવિરતિના કારણે પાપનો બંધ થયા જ કરે. આ જગતમાં અનન્તાનંત વિષયો પડેલા છે. આપણી પાસેના પણ વિષયોનો બધાનો ઉપભોગ આપણે કરી શકતા નથી, તો જગતના બધા વિષયોના ઉપભોગની સંભાવના પણ ક્યાંથી હોય ? છતાં સમસ્ત જગતના વિષયોના ઉપભોગનું અને સર્વ જીવોની હિંસાદિનું પાપ અવિરતિને કારણે લાગ્યા જ કરે. સ્કૂલ રીતે આ વસ્તુને સમજવી હોય તો એ રીતે સમજી શકીએ કે, આ જનમમાં દેવલોકનાં સુખો તો ભોગવવા મળવાનાં જ નથી.
Jain Education international
Page #10
--------------------------------------------------------------------------
________________
છતાં એનાથી વિરામ પામવાની પ્રતિજ્ઞાનો પરિણામ ન હોવાથી અવિરતિના કારણે તે સુખો ભોગવવાનું પણ પાપ લાગે છે. આથી સમજી શકાશે કે આ સંસારમાં પ્રવૃત્તિના કારણે બંધાતાં પાપોની અપેક્ષાએ અવિરતિના કારણે બંધાતાં પાપો અનંતગુણાં છે. પ્રવૃત્તિ પરિમિત છે, પરિણામ અનન્ત છે. કઇ રીતે આનો અન્ત આવશે ? આ અવિરતિના પાપના વિનાશ માટે સાધુધર્મને આરાધ્યા વિના છૂટકો નથી. ચૌદ રાજલોકમાંના કોઇ પણ જીવને મનથી, વચનથી અને કાયાથી પણ દુઃખ ન આપવું, ન અપાવવું અને ન અનુમોદ્યુંઆ રીતે ત્રિવિધ ત્રિવિધે હિંસાદિથી સર્વથા વિરામ પામેલા તેમ જ કોઇ પણ પ્રકારના વિષયોનો ઉપભોગ ન કરનારા પૂ. સાધુ મહાત્માઓ સર્વથા અવિરતિના પાપથી વિરામ પામ્યા છે.
અહીં એ યાદ રાખવું જોઇએ કે સર્વથા સાવઘ(પાપ)થી વિરામ પામેલા પૂ. સાધુભગવન્તાદિ મહાત્માઓ આહાર-વિહારાદિની પ્રવૃત્તિ કરતા હોવાથી વિષયોપભોગની પ્રવૃત્તિ અને હિંસાદિની (વનસ્પતિકાયાદિ જીવોની હિંસાદિની) પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. પરન્તુ વાસ્તવિક રીતે શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબની આહારાદિની એ પ્રવૃત્તિથી પૂ. સાધુમહાત્માદિને એ પ્રવૃત્તિ પાપબંધનું કારણ બનતી નથી. ઉપભોગ અને ઉપયોગમાં જે ફરક છે-તે યાદ રાખવો જોઇએ. ઉપભોગ સુખ માટે અને દુઃખ ટાળવા માટે હોય છે અને શરીરના નિર્વાહાદિ માટે ઉપયોગ હોય છે. આથી જ પ્રવૃત્તિ હોવા છતાં પરિણામને આશ્રયીને તેઓશ્રી ત્યાગી છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
અને પ્રતિજ્ઞાથી રહિત હોવાથી અવિરતિવાળા ગૃહસ્થો પ્રવૃત્તિ ન હોય તોય પરિણામને આશ્રયીને ભોગી હોય છે. ઇચ્છાનો ત્યાગ વિરતિ છે અને ઇચ્છાનો યોગ અવિરતિ છે.
મિથ્યાત્વ, અવિરતિની જેમ કષાયો પણ કર્મબંધનું કારણ છે. ક્રોધ માન માયા અને લોભ : આ ચાર કષાયોનું સ્વરૂપ ખૂબ જ પ્રસિદ્ધ છે. જેનાથી સંસારની પ્રાપ્તિ થાય છે, તેને કષાય કહેવાય છે. ક્રોધના કારણે શિષ્ય ઉપર ગુસ્સે થનારા તપસ્વી મહાત્મા ચંડકૌશિક સર્પ થયા. વિદ્યાનો મદ (માન) કરવાથી શ્રી સ્થૂલભદ્રસ્વામી પૂર્ણ શ્રત ન પામ્યા. શ્રી બાહુબલીજી મહાત્માને એક વર્ષ સુધી માનને લઇને કેવલજ્ઞાન ન મળ્યું. માયાને કારણે લક્ષ્મણા સાધ્વીજી અસંખ્યાત ભવ સુધી આ સંસારમાં ભમ્યા. અને લોભના કારણે મમ્મણશેઠ વગેરે નરકાદિ ગતિમાં ગયા. આથી સમજી શકાશે કે કષાયોના કારણે કેવાં અશુભ કર્મોનો બંધ થાય છે. કષાયોથી ક્ષણવાર લાગે કે થોડો ફાયદો થાય છે. પરંતુ વાસ્તવિક રીતે તો કષાયથી સ્વ-પરનું અહિત જ થતું હોય છે.
અપ્રીતિને કરનાર ક્રોધ છે. ગુણનો ઘાત કરનાર માને છે. અવિશ્વાસને પેદા કરનારી માયા છે. અને સર્વ અનર્થનું મૂળ લોભ છે – એમ સમજીને કોઈ પણ સંયોગોમાં કષાયને સેવ્યા વિના તેનાથી દૂર રહેવાનું ઘણું જ આવશ્યક છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
આવી જ રીતે કર્મબંધના કારણભૂત પ્રમાદનો પણ ત્યાગ કરવો જોઈએ. વિષય, કષાય, મદિરા, નિદ્રા અને વિકથા સ્વરૂપ પાંચ પ્રમાદ છે. વિષય-કષાય પ્રસિદ્ધ છે. માદક દ્રવ્યોનું પરિસેવન પ્રમાદ છે, જેથી સ્વાધ્યાયાદિનો નાશ થાય છે. નિદ્રા અને વિકથા પણ સ્વાધ્યાયાદિના વિઘાતક હોવાથી પ્રમાદ છે. ચૌદ પૂર્વધરોને પણ નિગોદમાં જવું પડતું હોય તો તે પ્રમાદના કારણે. ઉત્તમમાં ઉત્તમ એવા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમને હારીને અત્યન્ત અલ્પ એવા ક્ષયોપશમને પામવાનો પ્રસંગ આ પ્રમાદના કારણે આવે છે. સ્વાધ્યાયમાં રસ ન જાગે તો પ્રમાદને દૂર કરવાનું કોઇ રીતે શક્ય નથી. સાધુપણામાં એ દોષ નડ્યા વગર રહેતો નથી. પ્રમાદના કારણે આજ સુધી આપણે કંઇ-કેટલું ય ગુમાવ્યું છે. પણ પ્રમાદના કારણે એનો વિચાર કરવા માટે પણ સમય મળતો નથી.
મન, વચન અને કાયા : આ ત્રણ પ્રકારના યોગ છે. યોગના કારણે પણ કર્મ બંધાય છે. યોગનો વિરોધ કર્યા પછી સર્વથા અબંધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી યોગનું અસ્તિત્વ છે, ત્યાં સુધી કર્મબન્ધ છે જ. તેથી શક્ય પ્રયત્ન મન, વચન અને કાયાને અશુભ માર્ગે જતાં રોકીને શુભ માર્ગે પ્રવર્તાવવાં જોઈએ; જેથી અશુભ કર્મોનો બંધ ટળે છે. સર્વથા કર્મબન્ધ ન ટળે તો આ સંસારનો અન્ત કઈ રીતે આવે? કર્મના યોગે આ સંસાર છે. જે જેના યોગે હોય તેનો અન્ત તેના વિયોગે જ હોય એ સમજી શકાય છે. કર્મ અનાદિના
For Private & Personal use only
Page #13
--------------------------------------------------------------------------
________________
હોવાથી સંસાર પણ અનાદિનો છે. કર્મનો સર્વથા વિયોગ થઈ શકે છે. તેથી સંસારનો પણ અન્ત આવે છે. જે અનન્તજ્ઞાનીઓના આજ્ઞાના પાલનથી જ શક્ય છે. અન્યથા સંસારનો અન્ત શક્ય નથીએ સદાને માટે સ્મરણીય છે.....
અનાદિકાળથી આત્માને ચારગતિમય આ સંસારમાં પરિભ્રમણ કરતાં આજ સુધી આપણા કુસંસ્કારો ખૂબ જ ગાઢ બનેલા છે. વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ હોય તો શ્રી મરુદેવા માતાની જેમ માત્ર બે-ત્રણ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પરન્તુ બધા જીવો માટે એવું ના બને. મોક્ષે જવાની યોગ્યતા સ્વરૂપ ભવ્યત્વ બધા જીવોનું સમાન હોવા છતાં તે તે જીવોનું તથાભવ્યત્વ જુદું જુદું હોવાથી તે તે કાળે તે તે જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. એક જ કાળે ઘાસમાં નાખેલી પણ બધી જ કેરીઓ એકસાથે નથી જ પાકી જતી. એની જેમ એક જ સમયે વ્યવહારરાશિમાં આવેલા જીવો એક સમયે જ મોક્ષમાં જાય એવું નથી પણ બનતું. એમાં તે તે જીવોના તથાભવ્યત્વનો ભેદ મુખ્ય કારણ છે, જે જ્ઞાનીઓ જ જાણી શકે છે. આપણને એનો ચોક્કસ ખ્યાલ ન હોવાથી આપણા તથાભવ્યત્વના પરિપાક માટે શ્રી અરિહન્તપરમાત્માઓની પરમતારક આજ્ઞાની આરાધનાનો પુરુષાર્થ અવિરતપણે ચાલુ રાખવો પડે છે.
એ પુરુષાર્થના અચિન્ય સામર્થ્યથી મિથ્યાત્વમોહનીયાદિ કર્મોની લઘુતા થાય છે, જેથી આત્માની મોક્ષગમનની યોગ્યતાનો વિકાસ થવાની શરૂઆત થાય છે. એવી યોગ્યતાને શાસ્ત્રીય પરિભાષામાં
Page #14
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનક(ગુણઠાણું) કહેવાય છે. અનન્તગુણોથી સર્વથા સદાને માટે આત્મા પરિપૂર્ણ છે અને એમાં દોષનો અંશ પણ નથી. આ વાસ્તવિકતા હોવા છતાં કર્મના યોગે આત્માના ગુણો અવરાયેલા (ઢંકાયેલા) છે અને દોષો દેખાયા કરે છે. આપણા જ ગુણો આપણે પ્રગટ કરવાના છે. નવું કશું જ મેળવવાનું નથી. માત્ર કર્મનાં આવરણો દૂર કરી આપણા સ્વરૂપને પ્રગટ કરી આપણા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. આ પ્રક્રિયાને ગુણસ્થાનકના વિકાસક્રમ તરીકે વર્ણવાય છે. આથી સમજી શકાશે કે આવરણભૂત કર્મના વિગમથી આત્માની યોગ્યતા અસંખ્ય પ્રકારની હોય છે. પણ એ બધી યોગ્યતાને ચૌદ ગુણસ્થાનકમાં સમાવીને શાસ્ત્રકાર પરમર્ષિઓએ એનું વર્ણન કર્યું છે, જે ચૌદ ગુણઠાણાં તરીકે પ્રસિદ્ધ છે.
અનાદિકાળથી આત્મા અવ્યવહારરાશિમાં હતો. તથાભવ્યત્વાદિના સહકારથી આત્મા વ્યવહારરાશિમાં આવે છે. અનેક પ્રકારનાં દુઃખોને સહન કરતાં કરતાં જ્યારે પણ આત્મા ઉપર લાગેલાં કર્મોની સ્થિતિ આયુષ્યકર્મને છોડીને બાકીનાં સાત કર્મોની સ્થિતિ; અન્તઃકોટાકોટિ સાગરોપમ પ્રમાણ જેટલી (એક કોટાકોટિ સાગરોપમથી કંઇક ન્યૂન) હોય છે; ત્યારે જીવ ગ્રન્થિદેશે આવેલો હોય છે. રાગદ્વેષની તીવ્ર પરિણતિને ગ્રન્થિ કહેવાય છે. ગ્રન્થિદેશે આવ્યા વિના ગ્રન્થિને ઓળખવાનું કાર્ય થતું નથી. અચરમાવર્ત્તકાળમાં પણ જીવો ગ્રન્થિદેશે અનન્તીવાર આવે છે. પરન્તુ મોટા ભાગે તે વખતે
For Private & sonal Use Only
ww.jainelibrary.org
Page #15
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થિને ઓળખ્યા વિના જ જીવો પોતાની કર્મસ્થિતિને વધારી ફરી પાછા ગ્રન્થિદેશથી બહાર નીકળી જતા હોય છે. માત્ર ચરમાવર્તકાળમાં જ ગ્રન્થિને ઓળખવાનું શક્ય બને છે. ગ્રન્થિને ઓળખ્યા પછી તેને તોડવાનો પ્રયત્ન શરૂ થાય છે અને જ્યારે ગ્રન્થિ ભેદાય છે, ત્યારે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય ટળે છે. શત્રુ સુધી પહોંચવું, શત્રુને ઓળખવો, એને દૂર કરવા પ્રયત્ન કરવો અને એને દૂર કરવો : આવી અવસ્થા જેવી જ-ગ્રંથિ સુધી પહોંચવું; તેને ઓળખવી; તેને દૂર કરવા પ્રયત્ન કરવો અને તેને ભેદી નાંખવીઆ અવસ્થા છે, જે અનુક્રમે યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની અવસ્થાઓ છે.
મિથ્યાત્વમોહનીયકર્મના મૂળભૂત અશુદ્ધ પુદ્ગલો જ્યારે ઉદયમાં હોય છે ત્યારે આત્માને મિથ્યાત્વ હોય છે. એ પુદ્ગલોનો સર્વથા
જ્યારે ઉદય હોતો નથી, ત્યારે મિથ્યાત્વમોહનીયકર્મની ઉપશમાવસ્થામાં આત્માને ઔપથમિકભાવનું (કર્મના ઉપશમથી પ્રાપ્ત થનાર) સમત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વમોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને શાયિકભાવનું સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અને મિથ્યાત્વમોહનીયકર્મનાં શુદ્ધ દળિયાં (પુગલો) ઉદયમાં હોય તો ક્ષાયોપથમિકભાવનું સમ્યકત્વ પ્રાપ્ત થતું હોય છે. આ વસ્તુને સમજી લેવા માટે કર્મના ઔદયિકાદિ ભાવોનું સ્વરૂપ સમજી લેવું જોઈએ.
Page #16
--------------------------------------------------------------------------
________________
કહેવાનો આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ આત્માના જ્ઞાનાદિગુણો સ્વભાવસિદ્ધ છે. કર્મનાં આવરણોના કારણે તે આવરાયેલા છે. પોતાનું-આત્માનું સ્વરૂપ શુદ્ધ સ્વયં પ્રકાશ્ય હોવા છતાં તેના અનુભવ માટે વર્તમાનમાં આપણને કર્મની સહાય જ અપેક્ષિત છે. અનન્તગુણોના સ્વામીને પણ જડ એવાં પુદ્ગલો ગુણોનો અનુભવ કરવા દેતાં નથી-એવી વિષમ પરિસ્થિતિ કર્મજન્ય છે. એને દૂર કર્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. આપણું જ આપણને અનુભવવા ના દે-એ કેમ ચાલે ? આપણી આંખ ગમે તેટલી નિર્મળ હોય પરંતુ તેમાં મોતિયો વગેરે રોગ ઉત્પન્ન થાય તો આપણને તેનાથી જોવા માટે ચશમાની જ સહાય લેવી પડે છે. આંખ જેની નિર્મળ હોય તેને જ ચશ્માની પણ સહાય કામ લાગે. તેમાં પણ ઓછા-વધતા નંબર કામ કરે. આપણી જ આંખ કે જેનો જોવાનો સ્વભાવ હોવા છતાં રોગાદિના કારણે ચશ્મા વગેરેની સહાયથી પોતાનું કામ કરે છે-એ આપણે સમજી શકીએ છીએ. આવી જ રીતે આપણા આત્માના ગુણો પણ કર્મના આવરણમાંથી જ વર્તમાનમાં આપણે અનુભવીએ છીએ. કાગળ વગેરે ગાઢ આવરણમાંથી જેમ ખૂબ જ અલ્પ દેખાય છે અને લગભગ દેખાતું નથી તેમ ગાઢ કર્યાવરણના કારણે આત્માના ગુણોનો આવિર્ભાવ નહીં જેવો હોય છે. તે ઔદયિક ભાવ છે. નિર્મલ કાચ વગેરેમાંથી જેમ ચોકખું-સ્પષ્ટ દેખાય છે તેમ વિશુદ્ધકર્મના અથવા અલ્પરસવાળા કર્મનાં આવરણોના કારણે આત્માના જ્ઞાનાદિગુણોનો સ્પષ્ટ આવિર્ભાવ (પ્રગટ થવું) થાય છે તે ક્ષયોપશમભાવ છે. આંખમાં પડેલા રક્ત કણ વગેરે સહેજ ખસી જવાના કારણે જેમ આંખથી
for Private Personal use only
www.janembrary.org
Page #17
--------------------------------------------------------------------------
________________
થોડા સમય માટે નિર્મળ સ્પષ્ટ દેખાય છે. તેમ માત્ર અન્તર્મુહૂર્ત કાળ માટે કર્મના આવરણના અભાવે જે આત્મગુણોનો આવિર્ભાવ થાય છે; તે ઔપથમિકભાવ છે. અને ચમા વગેરેની સહાય વગર આંખથી જેમ સ્પષ્ટ રીતે પૂર્ણ દેખાય છે, તેમ કર્મનાં આવરણોના વિગમથી આત્માના સ્વાભાવિક ગુણોનો જે આવિર્ભાવ થાય છે, તે ક્ષાવિકભાવ છે.
અનાદિકાળથી જીવને પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો પરિણામ છે. તેને સામાન્ય રીતે ગુણહીનગુણસ્થાનક કહેવાય છે. પરન્તુ પૂ. ગુરુભગવન્તના સંપર્ક આદિથી જ્યારે ઉપર જણાવ્યા મુજબ કર્મની લઘુતા થવાથી મિથ્યાત્વનો પરિણામ મંદ પડે છે; ત્યારે આત્માને પહેલી ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે. ત્યારે આ પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકે અનેક ગુણોની પ્રાપ્તિ થવાથી ગુણસંપન્ન પ્રથમ ગુણઠાણાની પ્રાપ્તિ થાય છે. આ ગુણસંપન્ન ગુણસ્થાનકે તત્ત્વ પ્રત્યે અષ, જિજ્ઞાસા, શુશ્રુષા અને શ્રવણ સ્વરૂપ ગુણો અનુક્રમે પ્રાપ્ત થાય છે. ખેદ, ઉદ્વેગ, શેપ અને ઉત્થાન સ્વરૂપ દોષો નાશ પામે છે. અને ધર્મનું ગુરુનું તથા દેવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાત થાય છે. તદુપરાન્ત યોગનાં અનેક બીજ પ્રાપ્ત થાય છે. ભવ પ્રત્યે ઉદ્વેગ, વિનય, વિવેક, શિષ્ટ પુરુષો પ્રત્યે બહુમાન, આગમ પ્રત્યે અવિચલ શ્રદ્ધા અને સદ્ગુરુ ભગવન્તોનો પાવન પરિચય.. ઇત્યાદિ અનેક અવન્તર ગુણોની પણ અહીં પ્રથમ ગુણસ્થાનકે પ્રાપ્તિ થાય છે, જેથી કુતર્કની નિવૃત્તિ થાય છે અને અન્ત પાંચમી દૃષ્ટિની પ્રાપ્તિ થયે છતે જીવને ચોથા ગુણસ્થાનકે સમ્યકત્વનો પરિણામ પ્રાપ્ત થાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પ્રાપ્ત થવાથી આત્માને અપૂર્વ એવા આનંદનો અનુભવ થાય છે. આ પૂર્વે આજ સુધી, મળ્યાનો આનંદ થતો હતો.હવે નથી જોઈતું'-એના આનંદનો અનુભવ થાય છે. મેળવવાનો આનંદ અને છોડવાનો આનંદ : એ બન્નેમાં જે ફરક છે તે આપણે સમજી શકીએ છીએ. એકમાં ઔદરિભાવ છે, બીજામાં ક્ષયોપશમભાવ છે. એકમાં પૌદ્ગલિકભાવ છે, બીજામાં આત્મભાવ છે. એકમાં સંયોગ છે, બીજામાં સ્વભાવ છે. માત્ર અન્તર્મુહૂર્ત માટે પણ સમ્યકત્વનો પરિણામ સ્પર્શી જાય તો આત્માને ચોક્કસ જ અર્ધપુલ પરાવર્તકાળથી વધારે કાળ આ સંસારમાં ભટકવાનું બનતું નથી. વધારેમાં વધારે છાસઠ સાગરોપમ સુધી આ સમ્યકત્વનો પરિણામ ટકે છે. ત્યાર પછી એ કાલ દરમ્યાન જો મોક્ષની પ્રાપ્તિ થઇ ન હોય તો તે પરિણામ પડી જાય છે. પહેલો એ પરિણામ; જઘન્યથી અન્તર્મુહૂર્ત પછી અને ઉત્કૃષ્ટથી અદૂધપગલપરાવર્તના અન્તિમભાગમાં પાછો આવે છે. ભૂતકાળના નિકાચિત તે તે કર્મના યોગે પાપની પ્રવૃત્તિ કરવા છતાં સમ્યકત્વના પરિણામને લઇને પાપબન્ધ અલ્પ થાય છે; અને નિર્જરા ઘણી થાય છે. પાપ કરવાનું મન ન હોય અને કર્મના યોગે તે કરવું પડે ત્યારે માનસિક સ્થિતિ કેટલી દયનીય હોય તે આપણે સમજી શકીએ છીએ. પ્રવૃત્તિ અને પરિણામ : બન્ને વિરુદ્ધ દિશાના હોય ત્યારે પ્રબલ સંઘર્ષ થતો હોય છે, જેનો અનુભવ સમકિતીને જ થઈ શકે ને ? સર્વવિરતિધર્મની તીવ્ર લાલસા હોય અને અવિરતિ પકડી રાખે ત્યારે જે દુઃખ થાય છે તે દુઃખ આત્માના સમ્યગ્દર્શનને જણાવે છે. દૃઢ આસ્તિય, અવિચલ
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા, તીવ્ર નિર્વેદ, મોક્ષની ઉત્કટ અભિલાષા અને આત્માની પ્રશમ અવસ્થા વગેરે સમ્યગ્દર્શનનાં અનુમાપક લક્ષણો છે. ઉત્કટ કોટિની ધીરતા, અનુપમ વિવેક, નિર્મલજ્ઞાન અને પુણ્યથી મળેલાં સુખોને પણ ભયંકર માનનારું વિશુદ્ધ મન વગેરે સમકિતીઓનો આન્તરિક વૈભવ છે.
આ રીતે મિથ્યાત્વગુણસ્થાનકેથી જીવ ચોથા અવિરત સમકિતીના ગુણસ્થાનકે ગયા પછી જ્યારે પડે છે ત્યારે જીવને ‘સાસ્વાદન’ ગુણસ્થાનકની (બીજા ગુણઠાણાની) પ્રાપ્તિ થાય છે. તે વખતે સામાન્યપણે ‘સમ્યક્ત્વ'નો અલ્પ સ્વાદ આવે છે; તેથી બીજા ગુણસ્થાનકને સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે. ખૂબ જ અલ્પ સમયનું એ ગુણસ્થાનક છે. ચોથા ગુણસ્થાનકે મિથ્યાત્વમોહનીયકર્મનાં શુદ્ધ પુદ્ગલો ઉદયમાં હોય છે. એ વખતે પરિણામની મંદતા થતા જ્યારે શુદ્ધાશુદ્ધ-મિશ્ર એવાં તે પુદ્ગલો ઉદયમાં આવે તો આત્મા ચોથા ગુણસ્થાનકથી ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે છે જેથી તે વખતે તેને શ્રદ્ધા કે અશ્રદ્ધા જેવો પરિણામ હોતો નથી. ન તો શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા ધર્મ પ્રત્યે તે વખતે જીવને રુચિ થાય છે કે ન તો અરુચિ થાય છે. બીજા ગુણસ્થાનકનો કાળ છ આવલિકા સુધીનો છે. અને ત્રીજા ગુણસ્થાનકનો કાળ એક અન્તર્મુહૂર્તનો છે. ત્યાર પછી બીજા ગુણસ્થાનકેથી જીવ અવશ્ય પ્રથમ ગુણસ્થાનકે જાય છે. અને ત્રીજા ગુણસ્થાનકેથી જીવ પહેલા અથવા ચોથા ગુણસ્થાનકે જાય છે.
Jain canon pienet
16
library.org
Page #20
--------------------------------------------------------------------------
________________
આ રીતે જીવને ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ થયા પછી કર્મસ્થિતિનો હ્રાસ થવાથી તેને દેશવિરતિગુણસ્થાનકની (પાંચમા ગુણઠાણાની) પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનને પામેલા જીવને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય છે. સર્વ સાવધ યોગથી (અઢાર પાપસ્થાનકથી) વિરામ પામવા સ્વરૂપ સાધુધર્મને છોડીને બીજો કોઇ પણ ધર્મ વાસ્તવિક નથી. અવિરતિ સાથેનો ધર્મ અધર્મ સાથે છે. સર્વથા ધર્મ સ્વરૂપ નથી-એનો એ આત્માઓને સતત ખ્યાલ હોવાથી તેઓ વિરતિ પ્રાપ્ત કરવાના પરિણામમાં સતત રમતા હોય છે. ઇચ્છા વિરતિની હોય અને કર્મ-ઉદયના કારણે તેની પ્રાપ્તિ ન થાય ત્યારે આત્માની મનઃસ્થિતિ કેવી હોય તે તો અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ વર્ણવી શકે. આપણે તો માત્ર કલ્પના કરી શકીએ. ઇચ્છા મુજબ ન મળે તો દુઃખનો અનુભવ આપણે કરીએ છીએ. તેમ ચોથા ગુણસ્થાનકે રહેલા આત્માઓને અવિરતિનું દુઃખ સતત હોય છે. આવી સ્થિતિમાં સર્વાશે નહિ તોય જેટલા અંશમાં પ્રાપ્ત થઈ શકે તેટલા અંશમાં તેઓ વિરતિને ગ્રહણ કરતા હોય છે. જેથી તેઓ દેશવિરતિગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકે દેશવિરતિનો ઘાત કરનારા અપ્રત્યાખ્યાનસંબંધી ક્રોધ માન માયા અને લોભનો ઉદય હોતો નથી. કષાયની મન્દ તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ માત્રા હોય તો તેને અનુક્રમે સંજવલન પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન અને અનન્તાનુબંધી ક્રોધાદિ કષાયરૂપે વર્ણવાય છે. એ દરેકના સ્થાનમાં અસંખ્યાત ભેદો છે. અનન્તાનુબંધીના ક્રોધાદિ ચાર કષાયો સમ્યગ્દર્શનનો ઘાત કરે છે. અને અપ્રત્યાખ્યાનના તે કષાયો દેશવિરતિનો ઘાત કરે છે.
For Private
Personal Use Only
www.jane brary.org
Page #21
--------------------------------------------------------------------------
________________
દેશવિરતિની પ્રાપ્તિ પછી એની વિશુદ્ધ પરિણતિથી ચારિત્ર મોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય ત્યારે જીવને છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકે સર્વવિરતિનો પરિણામ પ્રાપ્ત થાય છે. અભ્યન્તર ચારિત્રની શરૂઆત અહીં થાય છે. ઘણી વખત બાહ્યદૃષ્ટિએ ચારિત્રની આરાધના દેખાતી હોવા છતાં ત્યારે જીવો પ્રથમ અથવા ચોથા ગુણઠાણે હોય એવું બનતું હોય છે. અને કોઇવાર બાહ્ય રીતે ચારિત્રનું ગ્રહણ કર્યું ન હોય તો ય આન્તરિક પરિણામને લઇને છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી હોય છે. ગુણસ્થાનકો આત્માના તે તે પરિણામ સ્વરૂપ છે; બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ નથી-એ યાદ રાખવું. ભવસ્વરૂપ અટવીનું ઉલ્લંઘન કરવા માટેનું આ, એકમાત્ર સાધન છે. એની જેને પ્રાપ્તિ થઇ છે તેના ભાગ્યનું વર્ણન કરી શકાય એવું નથી. અહીં પહેલા બાર કષાયો ઉદયમાં હોતા નથી. પ્રત્યાખ્યાનના ચારેય કષાયોનો ઉદય ટળી જવાથી સર્વવિરતિના પરિણામનો ઘાત થતો નથી. સંજવલનના ચાર કષાયનો ઉદય હોવાથી આ ગુણસ્થાનકે પ્રમાદનો સંભવ હોવાથી તેને પ્રમત્ત ગુણસ્થાનક કહેવાય છે. એ મુજબ અહીં અતિચારો લાગવાનો પણ સંભવ હોય છે. સામાન્ય રીતે ઉપયોગનો અભાવ પ્રમાદ છે. સ્કૂલ દૃષ્ટિએ વિષય કષાય નિદ્રા વિકથા અને મદિરા-આ પાંચ પ્રમાદ છે. એક વખત દશપૂર્વના જ્ઞાતા યુગપ્રધાન શ્રી વજસ્વામીજીએ સુંઠનો ટુકડો વાપરતી વખતે કાન ઉપર મૂકેલો. વાપર્યા પછી તે વાપરવાનો રહી ગયો. સાંજે પ્રતિક્રમણ વખતે કાનની પ્રમાર્જનાથી તેનો ખ્યાલ આવ્યો. ત્યારે તેઓશ્રીને લાગ્યું કે પ્રમાદ થયો. આવા પ્રમાદથી પોતાના
For Private & Perso
only
Page #22
--------------------------------------------------------------------------
________________
આયુષ્યની અલ્પતા જાણીને પૂજ્યશ્રીએ અનશન કરી લીધું હતું. આથી સમજી શકાશે કે પ્રમાદ કેટલો ભયંકર છે.
પ્રમાદના અભાવને અપ્રમત્તતા કહેવાય છે, જે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. તેનો કાળ માત્ર અન્તર્મુહૂર્તનો છે. પછી તો આત્માને આઠમા ગુણઠાણાની પ્રાપ્તિ થતી હોય છે. અથવા તો પાછા છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે આત્માને આવવું પડે છે.
સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે પરમ વિશુદ્ધિને પ્રાપ્ત કર્યા પછી પરમ મહાત્માઓને આઠમા ‘અપૂર્વકરણ’ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. અહીં મુખ્યપણે મોહનીયકર્મના વિનાશ માટેની તૈયારી પૂર્ણ કરવામાં આવે છે. આ ગુણસ્થાનકે એ રીતે ક્ષપકશ્રેણીનો
આરંભ થાય છે. ઘાતિકર્મનો સર્વથા ક્ષય કરવામાં પ્રયત્નશીલ એવા આત્માઓને ક્ષપક કહેવાય છે. તેઓના ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામની ધારાને ક્ષપકશ્રેણી કહેવાય છે. મોહનીયાદિ ચાર ઘાતિ કર્મોના સર્વથા વિનાશની પૂર્વતૈયારી પૂર્ણ થયે છતે મહાત્માઓને ‘અનિવૃત્તિકરણ’ નામના નવમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. અહીં મોહનીય કર્મમાં માત્ર સૂક્ષ્મલોભનો ક્ષય થતો નથી. તેના સિવાયના મોહનીયકર્મના સર્વ પ્રકારો સર્વથા નાશ પામે છે. ‘સૂક્ષ્મસંપરાય’ નામના દશમા ગુણસ્થાનકે મહાત્માઓ સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય કરી ‘ક્ષીણમોહ’ નામના બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. જ્યાં શેષ ઘાતિકર્મોનો ક્ષય કરી ‘સયોગી કેવલી' નામના તેરમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં મહાત્માઓને શ્રી કેવલજ્ઞાન અને શ્રી કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે, જે; આત્માનો સ્વભાવસિદ્ધ સહજ ગુણ છે. જ્ઞાનાવરણીય,
~~~ www.jainefbrary.org
19
Page #23
--------------------------------------------------------------------------
________________
દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય-આ ચાર ઘાતિકર્મના સર્વથા ક્ષયથી પ્રગટ થયેલો એ આત્મગુણ છે. અનન્ત ચતુષ્ટય (અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત ચારિત્ર અને અનન્ત વીર્ય) સ્વરૂપ આત્મગુણોની પ્રાપ્તિ થવા છતાં ભવોપગ્રાહિ-વેદનીય આયુષ્ય નામ અને ગોત્ર : આ ચાર કર્મનો સર્વથા ક્ષય કર્યો ન હોવાથી તેના ઉદયમાં તેરમા ગુણસ્થાનકે આત્માને થોડા ન્યૂન એવા એક કરોડ પૂર્વ વર્ષ સુધી પણ રહેવાનું બને છે. અન્યથા ભવોપગ્રાહી (અઘાતી) કર્મો પણ ક્ષીણ થવા આવ્યાં હોય ત્યારે મન વચન કાયાના યોગોને નિરોધી આત્માને ‘અયોગી કેવલી' નામના ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, જેના અન્તે ભગવાન શ્રી કેવલી પરમાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જ્યાં અનન્તાનન્ત કાળ સુધી તેઓશ્રી સદાને માટે સ્વભાવસ્થ બની રહે છે.
ઉપર જણાવ્યા મુજબ સર્વથા મોહનીયાદિ ધાતિ કર્મોના નાશની પૂર્વતૈયારીમાં જેમ આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે તેમ કોઇ મહાત્માઓના તેવા વિશુદ્ધ પરિણામ ન હોય તો મોહનીય કર્મનો ઉપશમ (દબાવવા; ઉદયમાં ન આવે એ માટેનો પ્રયત્ન) કરવાના પ્રસંગે તેઓશ્રીને પણ આઠમા ‘અપૂર્વકરણ’ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ત્યાં મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરવાની પૂર્વ તૈયારી કરીને નવમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભને છોડીને બીજી બધી જ મોહનીયકર્મની પ્રકૃતિઓનો ઉપશમ કરે છે. દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી સુક્ષ્મ લોભનો તેઓશ્રી ઉપશમ કરે છે. અને ત્યારબાદ ‘ઉપશાન્ત મોહ’ નામના અગિયારમા ગુણસ્થાનકને તેઓશ્રી પ્રાપ્ત
20
Page #24
--------------------------------------------------------------------------
________________
કરે છે. પરન્તુ ત્યાં માત્ર અન્તર્મુહૂર્તૃકાળ માટે સર્વથા મોહનીયના અભાવની દશા(વીતરાગતા)ને અનુભવી પતન પામે છે. એવી દશામાં પતનશીલ પરિણામના કારણે પડતા પડતા છેક મિથ્યાત્વ સુધી પણ તે મહાત્માઓ જતા હોય છે. આ રીતે અગિયારમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી આત્માનું પતન જ થાય છે. અર્થાત્ અગિયારમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકે કોઇ પણ રીતે જવાતું નથી. આખાય ભવચક્રમાં જીવને સામાન્યથી ચાર વાર અને કર્મગ્રન્થાભિપ્રાયે પાંચ વાર ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોય છે. અને અગિયારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ ચાર વારથી વધારે વાર થતી નથી...આ રીતે ગુણસ્થાનકોનું સ્વરૂપ સંક્ષેપથી વર્ણવ્યું છે. વિસ્તારથી એ સમજવા માટે જિજ્ઞાસુઓએ કર્મગ્રન્થના અધ્યયનાદિથી એ જાણી લેવું.
ગુણસ્થાનકોનું સ્વરૂપ વિચારીને તેને પ્રાપ્ત કરવા ખૂબ જ પ્રયત્નશીલ બનવું જોઇએ. ધર્મનું વાસ્તવિક ફળ જ એ છે. અને ધર્મ પણ એ ફળને પ્રાપ્ત કરાવીને જ વાસ્તવિક બને છે. અન્યથા ઉત્તરોત્તર ગુણસ્થાનકની પરિણતિ વિશુદ્ધ ન બને તો ત્યારનો તે ધર્મ વાસ્તવિક નથી. બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મ, પરિણામ સ્વરૂપ ધર્મનું કારણ બને તો જ તેને ઉપચારથી ધર્મ કહેવાય છે. ચિત્તમાં ઉત્પન્ન થયેલો ધર્મનો પરિણામ; વાસ્તવિક ધર્મ છે. અને તેને લઇને થનારી પ્રવૃત્તિ; ઉપચારથી ધર્મ કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલ ધર્મને તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધવાના વિશુદ્ધ ચિત્તના પરિણામને સાચો ધર્મ કહેવાય છે.
~~~~~~~~~
Page #25
--------------------------------------------------------------------------
________________
ધર્મ કરવાનું જેટલું સરળ છે, તેટલું જ અઘરું ધર્મ પામવાનું છે. ધર્મ કરવાની પ્રથમ અવસ્થામાં ધર્મ પામવાનું બધા જ જીવો માટે શક્ય ન બને. પરન્તુ ધર્મ પામવાની ભાવના કેળવી લેવામાં આવે તો એ દિશામાં થોડો પણ પ્રયત્ન થયા વિના નહીં રહે. શ્રી અરિહન્તપરમાત્માની પરમતારક આજ્ઞાથી પરિપૂર્ણ ધર્મ સાચો ધર્મ છે. પરતુ આજ્ઞાથી નિરપેક્ષ ધર્મ સાચો નથી. વસ્તુતઃ એ ધર્માભાસ છે. બાહ્યદૃષ્ટિએ તે ધર્મ જેવો દેખાય છે. પરન્તુ તેથી ધર્મના ફળની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વાદિની મંદતાદિના કારણે સામાન્યથી આત્માને સાચા ધર્મની પ્રાપ્તિ થાય છે. ઘાતિકર્મોના દ્વારા વિના શુદ્ધસાચા ધર્મની પ્રાપ્તિ શકય નથી. માત્ર બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે ધ્યાન આપવાનું અને આન્તરિક પરિણામ સામે સહેજ પણ ધ્યાન આપવાનું નહીં-આ સાચા ધર્મના અર્થીપણાનું લક્ષણ નથી. પેલા મહાત્મા નિત્ય વાપરવા છતાં નિત્ય ઉપવાસી હતા. અને પેલા રાજા વિષયસેવન કરવા છતાં બ્રહ્મચારી હતા. આનું રહસ્ય સમજાવતાં મહાત્માએ રાણીજીને જણાવ્યું હતું કે ખાવાની કે વિષયસેવનની પ્રવૃત્તિ હોવા છતાં ખાવાના કે વિષયસેવનના પરિણામનો અભાવ જ વસ્તુતઃ ઉપવાસ કે બ્રહ્મચર્ય સ્વરૂપ ધર્મ છે. માત્ર ખાવાની કે વિષયસેવનની પ્રવૃત્તિ માત્રથી ધર્મનો અભાવ થતો નથી. પરંતુ તે પ્રવૃત્તિની સાથે તેવા પરિણામ-અધ્યવસાય હોય તો ત્યારે અધર્મનો જ પ્રસિદ્ઘ હોય છે. ભૂતકાળના તેવા પ્રકારના નિકાચિત કર્મના ઉદયથી પાપની પ્રવૃત્તિ હોવા છતાં મિથ્યાત્વાદિની મંદતાને લઈને પાપનો પરિણામ ન હોય એ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. પર પુરુષમાં આસકત એવી
%22
%
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી પોતાના પતિની સેવા કરતી હોવા છતાં તેનું મન પર પુરુષમાં જ લીન હોય છે. આથી સમજી શકાશે કે સાચો ધર્મ આત્મપરિણામ
સ્વરૂપ છે. માત્ર બાહ્ય પ્રવૃત્તિમાં સાચા ધર્મનું સ્વરૂપ નથી. જે ધર્મ મોક્ષ અને તદનુકૂળ પરિણામનું કારણ છે તે ધર્મ જ વસ્તુતઃ શુદ્ધપરિણામલક્ષી છે. બાકીનો ધર્મ વસ્તુતઃ અશુદ્ધ છે. મુમુક્ષુઓએ સાચા શુદ્ધધર્મને આરાધવામાં પુષ્કળ પ્રયત્ન કરવો જોઇએ. દુનિયાની દરેક વસ્તુમાં સાચાપણાનો આગ્રહ રાખનારા પણ ધર્મના વિષયમાં તેવો આગ્રહ શા માટે રાખતા નથી-એ સમજાતું નથી. મૂળમાં ધર્મના ફળ સ્વરૂ૫ મોક્ષ વગેરેમાં આગ્રહ ન હોવાથી તેના સાધન સ્વરૂપ ધર્મના સાચા સ્વરૂપનો આગ્રહ ન હોય-એ સમજી શકાય છે.
આથી જ અવાસ્તવિક ધર્મની પ્રવૃત્તિ વધતી ચાલી છે. પરિણામનિરપેક્ષ બાહ્યપ્રવૃત્તિ અને બાહ્યવેષ વગેરેને જ ધર્મ માનીને કરવામાં આવતી આરાધના ખાસ કોઇ ફળને આપે-એ વાતમાં કોઇ તથ્ય નથી. સામાન્ય રીતે પરિણામની પ્રાપ્તિ કરવામાં કે તેને ટકાવી રાખવામાં બાહ્ય ક્રિયાઓ કે વેષ ઉપયોગી બને છે. પરન્તુ પરિણામની પ્રાપ્તિ વગેરેનો આશય ન હોય તો માત્ર બાહ્યક્રિયાદિથી વાસ્તવિક પરિણામ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ભાવ ન આવેએ બની શકે પરંતુ ભાવનો ભાવ (આશય) પણ ન આવે તો કઈ રીતે ચાલે?
સર્વ સાવદ્ય (પાપ) યોગોથી સર્વથા વિરામ પામેલા પૂ. સાધુ ભગવનો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન કરે છે. દશ
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રકારના ક્ષમાદિ સ્વરૂપ યતિધર્મનું પાલન કરે છે. બાવીશ પરિસહ અને સોળ પ્રકારના ઉપસર્ગોને દીનતા વગર સહન કરે છે. યશ-અપયશ, માન-અપમાન અને હર્ષ-વિષાદ..ઇત્યાદિના પ્રસંગે તેઓશ્રી સમતામાં લીન બને છે. ગુરુપારતન્ય, અપ્રમત્તતા અને સ્વાધ્યાયમાં રમણતા..ઇત્યાદિ તેઓશ્રીનાં મુખ્ય લક્ષણો છે. કાલાદિના અનુભાવથી એ બધી જ ક્રિયાઓમાં થોડી થોડી શિથિલતા વર્તાય તોપણ પ્રરૂપણામાં તો શિથિલતા; તેઓશ્રી ક્યારેય આવવા દેતા નથી. વિશદ્ધ માર્ગની પ્રરૂપણા સ્વપરની માર્ગસ્થતાનું મુખ્ય સાધન છે. સાચા સાધુને ઓળખવા માટે ગુર્વાજ્ઞાનું પારતન્ય અને વિશુદ્ધ પ્રરૂપણા : આ બે ગુણો પૂરતા છે. સુખ છોડવાની અને દુઃખ વેઠવાની મુખ્ય વાતને અનુલક્ષી જેઓ પ્રરૂપણા કરતા હોય અને સર્વવિરતિધર્મને કેન્દ્રમાં રાખી જેઓ પ્રરૂપણા કરતા હોય; એવા પૂ. સાધુભગવન્તોની પ્રરૂપણા વિશુદ્ધ હોય છે.
આવા શુદ્ધમાર્ગના પ્રરૂપક પૂ. ગુરુભગવન્તો પાસે માર્ગાનુસારી દેશનાના શ્રવણથી સાચા ધર્મનું જ્ઞાન થાય છે. ત્યાર પછી તેની વિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવા અથવા તેની સ્થિરતાને પ્રાપ્ત કરવા યોગશાસ્ત્ર, યોગવિંશિકા, યોગશતક, યોગબિન્દુ, યોગદૃષ્ટિ સમુચ્ચય, ઉપદેશરહસ્ય, અધ્યાત્મસાર...વગેરે ગ્રંથોનું અધ્યયન પૂ. ભવનિસ્તારક ગુરુભગવન્ત પાસે કરવું જોઇએ, જેથી વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ ખૂબ જ સરળતાથી થાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
જોકે અનાદિકાળથી આ સંસારમાં અનેકવાર ધર્મની પ્રાપ્તિ થવા છતાં આ વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઇ નથી. તેથી ધાર્યા મુજબની સરળતાથી તેની પ્રાપ્તિ થાય છે-એવું નથી. પરન્તુ તથાભવ્યત્વના પરિપાકાદિથી નિયત કાળે જ તેની પ્રાપ્તિ થાય છે. સામાન્યથી મોક્ષે જવાની યોગ્યતા ભવ્યાત્માઓમાં હોવા છતાં તે તે કાળે તે તે આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. તેમાં તેમનું તથાભવ્યત્વ કારણભૂત છે. એકસાથે ઘાસમાં નાંખેલી કેરીઓ એકસાથે પાકતી નથી. કઇ કેરી ક્યારે પાકશે : એની આપણને કલ્પના પણ હોતી નથી. તેથી આપણે પુરુષાર્થ કરતા રહીએ છીએ. ફળ તો નિયતિને અનુસાર તે તે કાળે મળતું હોય છે.
એ મુજબ જ મોક્ષે જવાની યોગ્યતા ભવ્યજીવોમાં હોવા છતાં બધા જ ભવ્યાત્માઓ એકસાથે મોક્ષે જતા નથી. પોતાના ભવ્યત્વના પરિપાકથી નિયત સમયે જ તેઓ મોક્ષે જાય છે. આપણને આપણી નિયતિનો ખ્યાલ ન હોવાથી શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ પુરુષાર્થ કરવાનું જરૂરી છે. અનન્તજ્ઞાનીઓએ જે જે ભાવો જોયા છે, તે તે ભાવો ચોક્કસ જ તે તે કાળે થવાના જ છે. આવા વખતે જે કોઇ અનિષ્ટ ભાવો થાય ત્યારે તેને લઇને આપણે આર્ત્તધ્યાન ન કરીએ એટલા માટે વિચારવું જોઇએ કે જેવું જ્ઞાનીએ જોયું હતું; તેવું થયું. દ્વારિકાનગરીનો નાશ
25
Page #29
--------------------------------------------------------------------------
________________
થયા પછી જરાકુમારના હાથે કૃષ્ણમહારાજા બાણથી વીંધાયા ત્યારે જરાકુમારે ચિકાર શોક કર્યો હતો. તે વખતે કૃષ્ણ મહારાજાએ જરાકુમારને શાન્ત કરવા કહેલું કે 'ભાઈ ! આવો આટલો શોક ના કરો ! શ્રી નેમિનાથ ભગવાને જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બધું બન્યું છે.” ઈષ્ટ કે અનિષ્ટ ભાવોમાં હર્ષ કે વિષાદથી દૂર રહેવા માટે નિયતિનો વિચાર બરાબર છે. પરન્તુ સંયમાદિની સાધના કરતી વખતે નિયતિમાં ભાર આપવાનું ઉચિત નથી. આર્તધ્યાન ટાળવા માટેની ઉપયોગી વિચારણા ધર્મારાધનની ઉપેક્ષા કરવા માટે ન હોય-એ સમજી શકાય એવું છે. અનિષ્ટથી બચવા માટેનું સાધન; ઈષ્ટની હાનિ કરે એવું તો ન જ હોય ને ? જે બન્યું છે તે બનવાનું જ હતું. એમાં સુખી કે દુઃખી થવાની આવશ્યકતા નથી. હર્ષ કે શોક કરવાની જરૂર નથી. અવશ્યમેવ થનારા ભાવો કોઇ પણ રીતે અન્યથા નહિ થાય. એ ઈષ્ટ કે અનિષ્ટ હોય તો પણ તેની પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ કેળવી લેવી જોઇએ. એ માટે નિયતિ'ની વિચારણા ખૂબ જ સરસ સાધન છે. એનો ઉપયોગ કરી રાગાદિ દોષોના ઉચ્છદ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા..
Page #30
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ સારભૂત મનનીય સંગ્રહ
: પ્રવચનકાર : પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યભગવન્ત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા * મરીને ક્યાં જવું છે-એનો વિચાર કર્યા વિના જીવનની શરૂઆત
કરે એ ભણેલો પણ અભણ છે. * ઇન્દ્રિયો અને મનનો રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દાદિ
વિષયોમાંથી નિગ્રહ કર્યા વિના શુભધ્યાન શક્ય નથી. શરીરના પૂજારીઓ કદી ધ્યાન કરી શકતા નથી. ધ્યાન કરવા માટે સૌપ્રથમ વિષય-કષાયરૂપ સંસાર ભૂંડો લાગવો જોઇએ
અને શરીરનું મમત્વ ટળવું જોઇએ. * શરીર એ આત્માને વળગેલું ભૂત છે. ભૂત પાસે ધર્મનું કામ લે
તે ડાહ્યો અને ભૂતના કામ કરે તે મૂર્ખ ને ! * કુલ કદી મોઢે બોલે નહીં કે મારામાં સુગંધ છે. તેમ દાતા કદી
એમ ન બોલે કે મેં દાન કર્યું. * શરીર અને ઇન્દ્રિયોના ગુલામ એ મુડદાસમાન છે, આવા
મુડદાઓને મોક્ષ કદી સંઘરે નહિ. સંસાર પરિણામે ભૂંડો, મોક્ષ સારો અને સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા ધર્મ કરવાનો. આ ત્રણ મુખ્ય વાત સદ્દગુરુએ તમને કરવાની છે અને આ ત્રણ વાતો કહેવા માટે બધાં શાસ્ત્રો રચાયાં છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
* અધઃપતન કરનારી ચીજો સંસારમાં ઠેરઠેર ભરી પડી છે. તેમાંથી
બચવું હોય તો નજર વીતરાગ-શાસનની સામે રાખો. સંસારમાં જોવાલાયક અરિહંત ભગવાન અને તેમના માર્ગે ચાલનારા સુસાધુ છે, જે આત્મહિતમાં પુષ્ટ આલંબનભૂત છે. ધર્મમાં અનાદર એ પહેલું પાપ અને પોતાનું બચાવી પારકાની સામગ્રીથી ધર્મ કરવો એ બીજું પાપ. આવી રીતે ધર્મ કરનારા
પુણ્ય ઓછું બાંધે અને મૂચ્છનું પાપ વધારે. * મિથ્યાત્વ, અવિરતિ અને કષાય : એ ત્રણ આત્માના મહાન
દુશ્મનોનો બધોયે નાચ ધન અને ભોગ ઉપર જ છે. * ધન અને ભોગની જેણે જગતમાં પ્રતિષ્ઠા ઊભી કરી તેણે
જગતને અધઃપતનના માર્ગે વાળ્યું છે. * અર્થ-કામની લાલસા અનેક જન્મ-મરણાદિ રૂપ ભવદુઃખનું
કારણ છે, એ લેશમાત્ર ભૂલવા જેવું નથી. * અર્થ અને કામમાં બેઠેલા છતાં હૈયાથી અર્થ-કામના વૈરી હોય
તે શ્રાવક-શ્રાવિકા અને સંપૂર્ણપણે અર્થ અને કામથી વેગળા
મુક્ત હોય તે સાધુ-સાધ્વી. * કડવી દવા પાવા માટે સાકર બતાવાય, પણ ઝેર પાવા માટે
સાકર ન બતાવાય. સંસારના સુખની લાલચ બતાવી ધર્મ કરાવવો એ સાકર બતાવીને ઝેર પિવડાવવાનો ધંધો છે, એ ધંધો કરવાની ભગવાનની સખત મના છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
* પ્રતિજ્ઞા એ બંધન નથી, પણ કર્મના વળગાડમાંથી મુક્તિ છે. * પાંચ મહાવ્રત માટે, બાર વ્રત માટે અને તેના કારણરૂપ સમ્યક્રવ
માટે જે તરફડિયાં મારે તે ભગવાનના સંઘમાં પ્રવેશ પામી શકે. આશ્રવ-પાપમય સંસાર છોડવાના હેતુપૂર્વકની ધર્મક્રિયા ચારિત્રમોહનીયને તોડી શકે. સર્વજ્ઞ સિવાય સંસારને કોઈ ઓળખાવી શકે નહીં. એ ન હોત તો તમે અને અમે બેઉ આંધળા હતા. બલિહારી એ તીર્થકર દેવોની કે જેમણે સંસારની અસારતા, રાગાંધજીવોની કૂરતા અને કર્મના દારુણ વિપાકો ઓળખાવી અનાદિના ઘોર
મિથ્યા અંધકારમાં સાચો પ્રકાશ પાથર્યો. * મોહની ગ્રંથિ એ રાગ-દ્વેષનો ગાઢ પરિણામ છે. ગતના જીવોને
રાગ શેનો છે - એ નક્કી કરો. કોઇ વ્યક્તિ પર કે કોઇ ચીજ ઉપર જે રાગ નથી તે ગાઢ રાગ છે સંસારના સુખ ઉપર
અને ગાઢ વૈષ છે દુઃખ ઉપર. આ જ કર્મનું મર્મ છે. * દુઃખ આવે પાપથી અને પાપ થાય છે સુખના માટે. તો દુઃખ
ખરાબ નથી પણ પાપ ખરાબ છે અને પાપનું કારણ સંસારનું સુખ છે માટે તે સુખ જ સૌથી વધારે ખરાબ છે - આ કળ સમજાઈ જાય તે આત્મવીર્યનો દુરુપયોગ કરે નહીં અને કરે તો
એના જેવો બીજો મૂરખ કોણ? * મા-બાપ કરતાં બૈરી-છોકરાની વધારે સેવા કરે તે માર્ગાનુસારી
ન કહેવાય.
Page #33
--------------------------------------------------------------------------
________________
* લક્ષ્મીની મૂર્છા ઉતારવા અને આરંભાદિકને ઘટાડવા શ્રાવક વારંવાર તીર્થયાત્રા કરે.
* સંસારમાં આવી પડતું દુઃખ મજેથી ભોગવવાજેવું છે અને મળતાં સુખોથી દૂર રહેવા જેવું છે - એવું જેના મનમાં ન આવે ત્યાં મિથ્યાત્વ જાગતું છે ને !
* બીજા ઉપર અપકાર કરીને ન જીવવું - એવા નિર્ણયવાળા આત્માઓ પણ સારા અને મહાન છે.
* મરવાનું સૌએ છે, પણ જે સાચી રીતે હસતો હસતો મરે તે મર્યો તો યે જીવતો છે અને જે રોતે રોતે જીવે એ જીવતો પણ મર્યાજેવો છે.
* જે ભણેલાને નિજનું ભાન ન હોય; મરણ યાદ ન હોય, પરલોકનો ખ્યાલ ન હોય, પુણ્ય-પાપનો વિવેક ન હોય, સંવર - નિર્જરાના કોડ ન હોય અને મોક્ષની ઝંખના ન હોય એવાઓ દુન્યવી દૃષ્ટિએ ઘણું ભણેલા છતાં તત્ત્વદૃષ્ટિએ અજ્ઞાની છે. *આવા સારા કાળમાં દુઃખ આવે તો આનંદ પામતા શીખો, તાકાત હોય તો આવેલા સુખને છોડી દો, ન છૂટે તો પાગલની માફક તો નહીં જ ભોગવવાનો નિર્ણય કરો અને સુખ માટે ચાલે ત્યાં સુધી કોઇ પણ ખરાબ કામ નહીં કરવું-એવો નિશ્ચય કરો, તો દુર્ગતિ બંધ.
30
Page #34
--------------------------------------------------------------------------
________________
* દુનિયામાં લુચ્ચા, હરામખોર, નાગા, વિશ્વાસઘાતી, પ્રપંચી જે કોઇ નજરે ચઢે તો તેના કારણમાં ધન કે કામ-વાસના હશે તે તમે સમજી લેજો.
* ધનવાનને પંપાળીને દાન કરાવીએ એ દાનથી કશો લાભ ન થાય. તમારી બુદ્ધિ સુધરે નહીં, મૂર્છા ઊતરે નહીં તો તમારું દાન લાભ કરે નહીં.
* મદારી માંકડાથી જીવે અને મદારી સાપથી જીવે. તેમ તમારે ધનથી જીવવું પડે, પણ મદારી માંકડાને સાંકળથી બાંધી ચાલે અને સાપથી જીવનારો સાપ કરંડિયામાં રાખે તેમ તમે તમારા ધનને ન્યાય-નીતિના અંકુશમાં રાખ્યું છે ને ? અન્યથા જોખમ પાકું છે.
* આજે તમારી બુદ્ધિ ઊંધે માર્ગે ચાલી, શરીર કેવળ ભોગમાં વપરાવા માંડ્યું, ધન તમારું બેંક કે સેઇફમાં રહે અને મોટે ભાગે બીજાના ઉપયોગમાં ન આવે એની કાળજી છે, કદાચ થોડું દાન તમે કરતા હો તો તે પણ કૂતરાને રોટલો ફેંકતા હો તેવી રીતે, પણ દાનનો મહિમા વધે તેવી રીતે નહિ અને વાણીનો તમે એવી રીતે ઉપયોગ કરવા માંડચો છે કે તમારા નોકર-ચાકર પણ પાછળ તમારાં વખાણ ન કરે-એવી સ્થિતિમાં મુકાયેલાનો ઉદ્ધાર મુશ્કેલ ને ?
* ‘સંસારના લાલ-પીળાનું પરિણામ કાળું છે' આ વાત જે ભૂલ્યો તે ભટકી જવાનો.
31
Page #35
--------------------------------------------------------------------------
________________
* માથા ઉપર ચિંતાની સગડી અને હૈયામાં અશાન્તિની આગ - એવા કાળમાં પણ તમને જો સુખ લાગે તો તેવાઓને
(મોહમૂઢોને) ભગવાનનો માર્ગ ઓળખાવવો મુશ્કેલ છે. * પુણ્યનો રસ છે, પાપનો રસ નથી, ધર્મ ગમે છે અને મોક્ષે " જવું છેઃ આ ચાર વિચારવાળો ગમે ત્યાં મરે તોપણ એના
માટે સદ્ગતિ નક્કી. * વિમાન આકાશમાં ઉડાડે પણ ખામીવાળું હોય તો મારી પાડે
તેમ ગુરુ તારનારા ખરા પણ દર્શનાદિની ખામીવાળા હોય તો
ડુબાડે પણ ખરા ! માટે સ્વ-પરતારક ગુરુની ઓળખ જરૂરી. * વીતરાગ-દેવમાં દેવબુદ્ધિ, સદ્ગમાં ગુરુબુદ્ધિ અને કેવલી
ભાષિત ધર્મમાં ધર્મબુદ્ધિ સાથે અદેવમાં-દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિનો ત્યાગ એ સમત્વ છે. ધન અને ભોગ ઉપર ખરેખર તિરસ્કાર જાગે તો જ સંસારથી વહેલા મુક્ત થઈ શકાય. સાસરે ગયેલી બાઈ પિયરિયા મળે કે એનું દુઃખ રોવા બેસે, તેમ પાપ કરનારને હિતૈષી મળે કે પાપ રોયા વગર ચેન ન પડે, કેમ કે સમકિતીને પાપનો ડંખ-ભય ભારે હોય છે, તથા સત્તરે પાપ મહાબોજારૂપ લાગે છે. જિનોક્ત ધર્મ જ કરવાયોગ્ય છે અને અધર્મ કરવાયોગ્ય નથી જ - એવો નિર્ણય એ પ્રણિધાન. આવું પ્રણિધાન જેના
Page #36
--------------------------------------------------------------------------
________________
હૈયામાં હોય તેને ધર્મના મનોરથ જાગે અને શક્તિ મુજબ કરે એ પ્રવૃત્તિ. પ્રવૃત્તિ શરૂ થાય એટલે વિનો આવે. તેનો તે દૃઢપણે સામનો કરે એટલે વિષ્ણજય થાય અને વિનય થયો એટલે તેને સિદ્ધિ મળે, આવો સિદ્ધ થયેલો ધર્મ યોગ્ય જીવોને આપવાનું મન થાય, અને આપે તે વિનિયોગ.
આ પાંચ આશય સાચવીને થતી ધર્મક્રિયાઓ ફળવતી છે. * હે વીતરાગ ! તારી સેવા કરતાં તારી આજ્ઞાનું પાલન એ તારી
મોટામાં મોટી સેવા છે. આરાધના આજ્ઞાને અનુસરાય ત્યારે થાય. માટે ભગવાનની આજ્ઞા સમજવા માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ વાતમાં વિવાદ ઊભો થાય ત્યારે ગીતાર્થ જ્ઞાની પુરુષો ને શાસ્ત્રો શું કહે છે - તે જોવું જોઇએ અને ન સમજાતી વાતનો સદ્દગુરુ પાસે જઈ નિશ્ચય કરવો જોઇએ.
અન્યથા ઘર-બેઠા કે મન મનાવ્યું ઠેકાણું પડે એવું નથી. * ભવનો ભય, પાપનો ભય, દોષનો ભય ? એ ધર્મે ચઢવા માટેનું
પગથિયું છે. ધર્મમાં આગળ વધારનાર, ધર્મમાં સ્થિર કરનાર
અને અંતે મોક્ષે પહોંચાડનાર પણ એ જ છે. * સમાધિનો જેને ખપ હોય તે દુઃખ વેઠવાની ટેવ પાડે. સંસારનું
સુખ મળે છતાં ન લેવાની ટેવ પાડે. ઘરમાં પચાસ ચીજ બને પણ તે પાંચથી કામ કેમ પતે તેવો અભ્યાસી-વૈરાગી બની જાય તો સમાધિ દુષ્કર નથી.
For Private & Personal Use Orily
Page #37
--------------------------------------------------------------------------
________________
* અનુકૂળતાના રાગીને અને પ્રતિકૂળતાના દ્વેષીને સમાધિ દુષ્કર
છે.
* ઉદારતા એ ધર્મની જનેતા છે. જેનામાં ધર્મ આવ્યો તેનામાં ઉદારતા હોય જ. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પહેલાં દાનવિંશિકા બનાવી. પૂજા કરનારા વધ્યા અને દાન કરનારા ઘટચા માટે સાધારણની ટીપ કરવી પડે છે. પણ શ્રીમંતો ધર્મ સમજતા થઇ જાય તો તેઓ જ્યાં વસતા હોય ત્યાં સાધારણનો ખાડો જોવા મળે નહીં, કેમ કે ધર્મી શ્રીમંતની ઉદારતા જ ખાડાને પૂરી દે તેવી હોય ને !
* દીકરા-દીકરી વધે તેનો બોજો લાગતો નથી અને આજે દાન કરવું પડે-એ, લોકોને મોટામાં મોટો બોજો લાગે છે ! પણ શાસ્ત્ર કહે છે કે શ્રાવકને દાનનું વ્યસન હોવું જોઇએ અને પછી જે જે ધર્મ કરે તે દીપ્યા વિના રહે નહિ.
મોક્ષમાં ગયેલા ભગવાન કહેતા ગયા છે કે હું મોક્ષમાં જાઉં છું એટલે હવે કંઇ બોલવાનો નથી. પણ આત્મહિતેચ્છુ માટે મારી કહેલી મોક્ષમાર્ગની વાત તમને કહેવા માટે હું સાધુ મૂકતો જાઉં છું. તેનું કહેલું જે ન સાંભળે તે સાચા ભક્તો નથી અને અર્થ-કામ-સંસારની વાત કરે તે મારો સાધુ નથી.
* દુઃખ વેઠો, એમ અભ્યાસ પડી જતાં દુઃખ વેઠવાની શક્તિ આવશે તો તમે બહુ સારા બની જશો. પણ જો સુખ ભોગવવામાં મઝા આવી તો તમે ખરાબ બની જવાના છો, એ અનુમાન ખોટું નથી.
34-~~-~~~-~
Page #38
--------------------------------------------------------------------------
________________
* સુખ છોડડ્યા વિના અને દુઃખ ભોગવવા તૈયાર થયા વિના
મોક્ષમાર્ગના આચાર પળે નહીં. * દાન જ્યાં - ત્યાં ન થાય. પાત્ર-અપાત્ર જેવું પડે. સાર દરિયામાં
ન નંખાય. સુપાત્ર અને અભયદાન જ મોક્ષક્લક છે. ઇચ્છા મરે એટલે આત્મિક સુખનો અનુભવ થાય. આજે તમારી બધી મજૂરી અને દોડાદોડ ઇચ્છાને આભારી છે. શાસ્ત્ર કહે છે કે ઇચ્છાઓને દબાવવી-કચરવી એ જ દુઃખને કાઢવાનો ઉપાય છે, અન્યથા જાતે જ રિબાવાનું ફળ ઈચ્છાઓ દેખાડશે. દુઃખ વેઠવાના અને સુખ છોડવાના જે જે ઘરમાં સંસ્કાર
હોય એ બધાં ઘરો સુખી. * દુનિયાનું કોઈ પણ સુખ અનેકને દુઃખ દીધા સિવાય ભોગવાય
એવું નથી, એવી સમજવાળા જીવને દુનિયાના સુખની જરૂર પડે ત્યાં જ આઘાત થાય! આ જ દયાની પરિણતિનું બીજ છે. જેને સંસારનું સુખ જોઈતું નથી અને કર્મના યોગે દુઃખ આવે તેની ગભરામણ નહીં, એને સમાધિ ને ખુમારી રહેવાની. સાધુનો સંસર્ગ વધે તેમ તેમ વૈરાગ્ય વધે ને? અને ઘણાં વરસના સંસર્ગ પછી પણ વૈરાગ્ય ન વધે તો તેની ચિંતા જાગે ને કે આયુષ્ય ઘટતું જાય છે, પણ મારું આત્મહિત ક્યારે સાધીશ?
859
For Private & Personal use only.
Page #39
--------------------------------------------------------------------------
________________
* સમ્યક્ત્વની નિર્મળતાની પ્રતીતિ એ છે કે જેમ જેમ સમકિત નિર્મળ થાય તેમ તેમ ચારિત્રની ઝંખના વધતી જાય. તેને ધર્મકાર્યમાં થાક ન લાગે, કંટાળો ન આવે, ઉત્સાહ વધતો જાય અને પાપની પ્રવૃત્તિમાં ભારે નીરસતા અને ખેદ જાગે. * જે કોઇ સાધુ અર્થ અને કામરૂપ સંસારને ઉત્તેજન આપે તેવું બોલે તે શાસ્ત્રવિરુદ્ધ છે - તેમ સમજવું અને આવી મહત્ત્વની વાતમાં આંખમિંચામણાં કરે તો સમજવું કે કહેનાર અને સાંભળનારને શુદ્ધધર્મનો ખપ જ નથી. આવાઓ ગમે તેટલી ધર્મક્રિયા કરે તોપણ ભવનિસ્તારક બને નહીં.
* અર્થ અને કામના સંસાર-રાગે જીવ અનંતકાળ રખડ્યો એવું ભાન નથી અને ઊલટું તેનું જ ઉત્તેજન આપવું સારું લાગતું હોય અને સાંભળવું રુચતું હોય તો વક્તા-શ્રોતામાં મિથ્યાત્વ બેઠું છે, માટે તેવાઓના ચેપથી દૂર રહેવું સારું.
* સાધુનો આચાર કે મુક્તિ જવા માટેનો આચાર ઃ બેય એક જ છે. દુઃખ વેઠવું એ ધર્મ, સુખમાં મઝા કરવી - એ મોટામાં મોટો અધર્મ. આ વાત જેને બેસે તે આચાર સારી રીતે પાળે, જ્યારે દેહ-સુખના રસિકને આ વાત કઠણ લાગવાની ! * સારો પુરુષાર્થ કરે એના માટે આ જન્મ સારો, બાકી ચોવીસે દંડકમાં લઇ જાય એવો આ જન્મ છે.
★
ભગવાન ખુદ કહી ગયા છે કે હું પણ ખૂબ ભટકયો છું અને ગુરુ ન મળ્યા ત્યાં સુધી અજ્ઞાન હતો. આજનો સુખી માણસ આ માને ? કે ‘હું પણ ભટકતાં ભટકતાં આવી ચઢ્યો છું અને અજ્ઞાની છું' માટે કૃપા કરી બૂઝવો.
~~~~~60 ~~~
Page #40
--------------------------------------------------------------------------
________________
* જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીનું ભાજન ઓ મનુષ્ય-જન્મ
છે-એમ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. ફરમાવે છે. આ વાત તમને તમારી માએ, બાપે કે શિક્ષકે કહી છે? કોઇ કોલેજમાં
ભણાવવામાં આવી છે? * આવા દેવદુર્લભ મનુષ્યજન્મમાં ભોગકર્મ કે પાપકર્મ કરવાં તે
સુવર્ણકાળમાં મદિરા ભરવા જેવું છે. આ વાત સમજાય તો જ ભગવાને આઠ વર્ષે દીક્ષા કેમ કહી છે - એ વાત તમારા મગજમાં ઊતરશે અને પછી જરૂર દીકરા-દીકરીને આ કલ્યાણકારી વાત કહ્યા વિના રહેવાના નહીં ને? કે આત્મહિત હોય તો સંયમના માર્ગમાં છે. જ્ઞાનીઓના મુખે દેહ-સુખની મઝાના પરિણામમાં ઊભાં થતાં ગર્ભનાં દુઃખો, જન્મનાં દુઃખો, મૃત્યુનાં દુઃખો, નરકનિગોદાદિનાં ભયંકર દુઃખોનું વર્ણન સાંભળો અને વિચારો તો ન છૂટતું સંસાર-સુખ છોડવું સરળ બની જશે. ' ભગવાનના કાળમાં પણ બહુમતી થઈ નથી તો તમે શું કરવાના છો ? બહુમતીના નામે, એકતાને નામે અહીં ટોળાં ભેગાં કરશો તો તમારું પણ લૂંટાઈ જવાનું છે. તોફાનીને નાવડીમાં પરાણે ન બેસાડાય, નહીં તો એય ડૂબે અને નાવડીને પણ
>>
A
,
ડુબાડે.
અયોગ્યને તારવાની મહેનત કરાય નહીં, ભગવાન પણ લાયકને જ તારે. અભવી, દુર્ભવી, ભારેકર્મી ભવી, લઘુકમ પણ આળસુને ન તારે, પણ લઘુકર્મી ઉદ્યમીને જ તારે.
For Private & Personal use only. www.janelibrary.org
Page #41
--------------------------------------------------------------------------
________________
* સાધુ એટલે દુઃખમાં રુએ નહિ અને સુખમાં હસે તો નહિ
પણ સુખની સામું પણ ન જુએ. જ સુખમાં હસવું અને દુઃખમાં રોવું એ ભારે કર્મબંધનું કારણ
કર્મસત્તા અને ધર્મસત્તાને બહુમેળ છે. જે ધર્મસત્તામાં દાખલ થઈ જાય તેને કર્મસત્તા અનુકૂળ થઈ જાય છે. પણ ધર્મસત્તામાં દાખલ થઇ ગયેલા લુચ્ચાઈ કરે તો કર્મસત્તા એની ભારે ખબર લઈ નાંખે છે. એને કોઇની શરમ નથી. સિદ્ધાન્ત અને વિધિ બધામાં જરૂરી છે. કાઉસ્સગ્ગ કહ્યો હોય તેટલો જ થાય. બાઈઓ રસોઈમાં મસાલો વધારે કરી નાંખે તો રસોઈ ફેંકી દેવી પડે, જાનવર પણ ન ખાય. ચોપડામાં
જ્યાં જમા-ઉધાર હોય તેટલો જ થાય. એમાં એક મીંડું પણ ઓછું-વતું ન લખાય, લખે તો કાં તો લુચ્ચામાં ખપે અને કાં
તો ભીખ માગે. એમ સિદ્ધાન્તમાં ફેરફાર થાય નહીં. * મોહનીયના ક્ષયોપશમભાવનું બળ ભયંકર અનાચારાદિ પાપોથી
આત્માને દૂર રાખે છે. વેદના ઉદયની હાજરીમાં પણ સતીઓ સતીપણું પાળે છે. રાવણ જેવો માથા પછાડે અને સીતાજી આંખ ઊંચી ન કરે તે મહાસતી વેદોદયને ખાઈ જાય છે. ક્ષયોપશમ જાગૃત થાય એટલે બધા અશુભ વિપાકોદયો સમજી જાય છે, કે હવે આ અમને ઝૂડી-ઝૂડીને કાઢશે.
* 38 for Private Personal use only
www.jane brary.org
Page #42
--------------------------------------------------------------------------
________________
જેનામાં મરવાનો ડર અને જીવવાનો લોભ એનામાં નબળાઇનો પાર ન હોય.
* સર્વત્યાગ એ જ શાશ્વત સુખનો માર્ગ છે.
* સુખ ઉપર ગાઢો દ્વેષ એ જ શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે. એના ઉપર પ્રબળ ઘા કરવો એ અપૂર્વકરણ છે. એનાં મૂળિયાં ઉખેડી નાંખવાં એ અનિવૃત્તિકરણ છે.
હું આત્મા છું, હું શરીર નથી, શરીર... આદિ જગતનું કાંઇ મારું નથી. શુલ્ક દર્શન-જ્ઞાનાદિ મારી વસ્તુ છે. આ વિચાર આવે ત્યારે જ્ઞાન-સંજ્ઞાનું દ્વાર ખુલ્લું થાય.
* નાશવંત ચીજો ઉપર મારો અધિકાર છે એવો દાવો કરવો એ બેવકૂફનું કામ છે, જ્યારે અધિકાર ઉઠાવી લેવો એ મુમુક્ષનું કામ છે.
માગીને મેળવેલી સંસારની ચીજ સુખ આપવા અસમર્થ બને છે, પરંતુ મોટેભાગે મળેલું જ એને રિબાવે છે. તમને આજે જે મળ્યું છે તેમાં સંતોષ ખરો ? અધિક મળે તો દાન કરવાનું ખરું ? પાપોદયે મળેલું જાય તો બિલકુલ અફસોસ નહીં એમ નક્કી ખરું ? માટે એવા તુચ્છ-વિનશ્વર સુખમાં લેશમાત્ર ભ્રમિત થવા જેવું નથી.
* ધર્મથી મળેલી સંસારની સારી પણ ચીજ જેને હૈયાથી ન રુચે એ જ ધર્મી બની શકે અને મનથી મૂકીને મરે એનું જ સમાધિમરણ થાય.
39
Page #43
--------------------------------------------------------------------------
________________
* સમકિત પામ્યો એનો સંસાર મુઠ્ઠીમાં આવ્યો. * જ્ઞાન અને વિદ્યા ભલા માટે આપવાની અને ભાગવાની છે,
ભૂંડા માટે નહીં. લોકોએ ઊંધું ઘાલી ડિગ્રી મેળવવા ભણવા માંડ્યું છે, પણ ભણવાથી ભૂંડું થાય કે ભલું-એ કાંઇ વિચાર કર્યો જ નહિ એટલે આજે અધઃપતન ચારે તરફ દેખાઈ રહ્યું
છે ને ? * જે શિક્ષણે ભગવાનને ભુલાવ્યા, સગાં મા-બાપને ભુલાવ્યા;
જે ભણ્યા પછી જાત ગઇ, કુળ ગયું, મર્યાદા ગઇ, લજ્જા ગઇ, હવે બાકી શું રહ્યું ? એક કપડાં પહેરીને કરે છે એટલું સારું છે. જે સાધુએ આવા શિક્ષણમાં સહાય અપાવી છે એણે ભયંકર પાપ કર્યું છે. ઘણા માણસોને સારું કપડું મળે તે સાચવી જ રાખે અને સડી જાય ત્યારે પહેરે. તેમ તમે પણ ધર્મની સાધનામાં ઉપયોગી એવા આ શરીરને સાચવી જ રાખવાનું કામ કર્યું છે, જ્યારે ધર્મ કરવા મન થશે ત્યારે શરીર નકામું બની ગયું હશે, માટે ક્ષણ લાખેણી ન ગુમાવો. જેની ઉઘરાણી ભૈયાજેવી હોય, તે અહીં આવી દાન કરે પણ તેનું દાન ધર્મપ્રભાવક થતું નથી. કેમ કે લોક તેની સામે આંગળી કરે છે, કે બહારમાં વ્યવહાર-વર્તન સારું નથી. માટે એ ખામી
પહેલી દૂર કરવા જેવી. * અમારા ચારિત્રધર્મનું અનુમોદન તમારે રોજ કરવાનું. જ્યારે તમારા સંસારનું લેશમાત્ર અનુમોદન અમારે ક્યારેય કરવાનું નહીં.
જA0w For Private & Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________
મોભા મુજબ સંસારમાં રહેવું જોઇએ એવી મતિ છે, પણ મોભા મુજબ ધર્મ કરવો જોઈએ એવી મતિ નથી. એ જ
સૂચવે છે કે પાપાનુબંધી પુણ્ય છે. * શાસ્ત્ર સાંભળવાનું સમજવા માટે, સમજીને સહવા-શ્રદ્ધા
માટે, સદ્દહીને આચરણમાં મૂકવા માટે છે. તો જ શ્રવણ, જિજ્ઞાસા સાર્થક છે. દિર્ઘદૃષ્ટિથી વિચારશો તો ખબર પડશે કે આજનું વિજ્ઞાન એ માણસજાતને ગુલામ બનાવવાનો કીમિયો છે. દયા અને શીલ
સદાચારના સારા આચારને ખેદાનમેદાન કરનાર હથિયાર છે. * મિથ્યાત્વ ન હોય તો જગતમાં સારું લાગવા જેવું શું છે? * અવિરતિ ન હોય તો જગતમાં લેવા જેવું શું છે ? * કષાય ન હોય તો આપણું ભૂંડું કરનાર કોણ છે ? * યોગો ન હોય તો આપણને ચંચળ કરનાર કોણ છે ? * શ્રદ્ધાપૂર્વકનું થોડું પણ જ્ઞાન એ મૂડી છે, શ્રદ્ધા વગરનું ઘણું
પણ જ્ઞાન એ બોજો છે. જગતના જીવો શરીરની પીડાના નાશને ઇચ્છે છે. રાગાદિની પીડાનું તેને કાંઇ જ્ઞાન જ નથી, હમણાં શરીરના રોગ મટાડવાનો પ્રયત્ન ચાલે છે અને માનસિક રોગ વધારવાનો પ્રયત્ન ચાલે છે. ઇચ્છાઓથી માનસિક રોગો વધે તો શરીરના રોગ જવાના છે? રાગનો રોગ નાબૂદ કર્યા વિના કાંઈ વળે એવું દેખાતું નથી.
Jain Education international
Page #45
--------------------------------------------------------------------------
________________
વીતરાગનું શાસન બે વસ્તુનું નિયમન કરે છે : સાધ્ય અને સાધનનું. સાધ્ય કોઇ પણ હોય તો તે મોક્ષ છે અને તેનું સાધન કોઈ પણ હોય તો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમક્યારિત્ર-તપ છે. દુનિયાની સારી સામગ્રી એ પુણ્યનું ફળ અને પુણ્યનું ફળ પણ તજવાયોગ્ય લગાડે-એ સમ્યગ્દર્શનનું ફળ. સાધુ-આચાર પાળવો કઠણ છે. તેના કરતાં નરક અને તિર્યંચનાં આયુષ્ય પૂરા કરવાં મહાકઠણ છે. આ વાત આંખ સામે રાખે
તેને સાધુ-આચાર કઠણ ન લાગે. * જે કર્મ તમને “આ મેળવ, તે મેળવ” એમ કહી - કહીને
બધી દોડધામ કરાવે છે, તે જ કર્મ તમને નરકાદિમાં નાંખી આવશે તે વખતે શું કરશો ? માટે કર્મનું કહ્યું કરવા જેવું
નથી. * ગુલામ ગુલામીમાંથી છૂટવા દહાડા ગણે છે, ગુલામીખત ક્યારે
પૂરું થાય તેની રાહ જોયા કરે છે, તેમ સમકિતી સંસારથી છૂટવા માટે દહાડા ગણતો હોય અને વિરતિની રાહ જોતો હોય. આત્માને જ્ઞાન એવું મળવું જોઈએ કે જેના યોગે આત્મા સ્વયમેવ દિવસે દિવસે આરંભથી મુક્ત બનતો જાય. ન જ્ઞાની હોય, ન જ્ઞાનીની નિશ્રા હોય, એ સાધુ અસાધુ અને
શ્રાવક એ અશ્રાવક. * અર્થ-કામની ઉપાસનામાં આત્માનો નાશ છે.
For Private & Personal use only
Page #46
--------------------------------------------------------------------------
________________
* સભ્યત્વ વિનાનું જ્ઞાન-ચારિત્ર એ જ્ઞાન નથી અને ચારિત્ર નથી. * પાપભીરુ ને ભવભીરુ ન થાઓ ત્યાં સુધી કોઇની તાકાત નથી
કે તમારું ભલું કરે. સંસાર એ પાપ-સ્વરૂપ છે, પરિણામે દુઃખદાયી છે-એ વાત
હૈયે ઊતરે એટલે મિથ્યાત્વ ઓગળવા માંડે. * શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સામેનો પ્રલાપ એ ઘણી જ ભયંકર
વસ્તુ છે. જમાનાના નામે શુદ્ધમાર્ગને વેગળો મૂકનાર મિથ્યાત્વી
* જેટલો સંસારનો ડર એટલો ધર્મનો પ્રેમ.
અતિ ઊના એવા ઘીથી ચોપડેલું ભોજન અને સાંધા વગરનું વસ્ત્ર : આ બે મળે એટલા ધનની શ્રાવકને ઈચ્છા હોય. આથી અધિક ઇચ્છા કરે તો ધર્મથી પડે, એમ ધર્મબિન્દુમાં
કથન છે. * સન્માર્ગની દિશા ભૂલ્યા માટે ઉત્તમભાવનાઓ વિણસી ગઈ.
પાંચમા આરામાં છઠ્ઠા આરાનું જીવન ન બનાવો... રાત્રિભોજન, અભક્ષ્ય ખાનપાન અનાચારાદિ છઠ્ઠા આરાના સંસ્કારો અહીં
નાંખવા જેવા નથી. * પાપ વગરનાં જેટલાં પરિવર્તન થાય એટલાં શિરસાવંધ. * પાપનો વિરોધ તો ધમમાત્રને જોઈએ.
Page #47
--------------------------------------------------------------------------
________________
* અનંતજ્ઞાનીની આજ્ઞા જે સ્વીકારે-પાળે તે તરે અને જે વિરાધે
તે ભવોભવ રખડે. * સ્વાવાદના નામે ઊંધી વાતો કરવાથી જૈન શાસનનો નાશ થાય
છે. સ્યાદ્વાદ એટલે મરજી આવે એમ કહેવું એમ નથી, પણ
અનંતધર્માત્મક વસ્તુને સાપેક્ષપણે સ્વીકારવી-કહેવી એ છે. * ભગવાન શ્રી મહાવીરદેવનો એ મૌલિક સિદ્ધાંત છે કે છતી
વસ્તુનો સદુપયોગ કરવો એ ધર્મ, પણ સદુપયોગ માટે વસ્તુ પેદા કરવી એ પાપ. એક વચનના ફેરફારમાં ઉસૂત્રભાષણ થાય અને અનંતો સંસાર વધે, માટે લખવા-બોલવા-વિચારવામાં પૂરા સાવધાન રહેવું. જેને તેને માટે આ શાસનમાં લખવા-બોલવાનો અધિકાર નથી.
અપરાધી પ્રત્યે પણ અશુભ ન વિચારવું-એ સમ્યગ્દષ્ટિનું લક્ષણ
છે.
અનાદિકાળથી આત્માને વળગેલી સંજ્ઞા-લાલસામાંથી છૂટવા આત્માએ ઘણું સાવધ બનવું પડશે.
ખ્યાતિ-પ્રસિદ્ધિ-માનપાન અને પૂજા માટે ભાગવું વ્યાખ્યાન કરવું એ તો અજ્ઞાન છે, જ્ઞાન નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
* ભોગના ત્યાગની ભાવના અને તાકાત એ જ માનવ-જીવનની મહત્તા.
* માનવજીવન એ કંઇ ભોગનું સાધન નથી.
* આપત્તિ અને સંપત્તિ - એ બંન્ને આર્ટરૌદ્રનું કારણ છે.
* દાનનું ફળ જો લક્ષ્મીની લાલસા હોય, તો એ દાન નહિ પણ સટ્ટો.
* ધર્મીના હૃદયમાં દેવ-ગુરુ રોમેરોમ હોય.
* માતા-પિતા, દુનિયાના સ્નેહી સંબંધી, એ સર્વના સંબંધ કરતાં સાધર્મિકનો સંબંધ ઊંચો અને તારક છે.
* વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમત્તપણું પ્રગટે - એવો ધર્મ મોક્ષનો ઉપાય છે.
* જમાનાના નામે, દેશભક્તિના નામે આચારને અને સિદ્ધાન્તને દૂર મૂકવાનું કહેનારા સાધુ નથી, ને તેમાં હા ભણનારા શ્રાવક નથી.
* જિનશાસનથી વિરુદ્ધ કાંઇ પણ વિચારાય નહિ - એવી માન્યતાવાળો જ શાસનની સાચી સેવા કરી શકે.
× ધર્મ - સિદ્ધાંતની રક્ષા કરે તેને ઝઘડાખોર ન કહેવાય.
ન
* વિચાર-વિરુદ્ધ કરે તેનું સમ્યગ્દર્શન ન રહે અને આચારવિરુદ્ધ કરે તેનું ચારિત્ર ન રહે.
45
Page #49
--------------------------------------------------------------------------
________________
* ધર્મ હ્રદયથી ગમી જાય, તે પછી તેનો અમલ થયા વિના ન રહે.
માત્ર જ્ઞાનની વૃદ્ધિ ઉપર વિકાસનો આધાર નથી, પણ મેળવેલા જ્ઞાનને શ્રદ્ધા સાથે જીવનમાં ઉતારવા ઉપર વિકાસનો આધાર છે.
*જેની પાસે જે આપવાયોગ્ય હોય તેને તે છોડવાની ઇચ્છા ન થાય તેને કૃપણ કહેવાય.
* સમકિતી એટલે દુનિયાના સુખને અંતરથી દુઃખ માનનાર વિવેકી
માનવ.
* ધર્મ કેવળ આત્માની મુક્તિ માટે છે જ્યારે અધર્મ દુર્ગતિ ને સંસારભ્રમણ માટે છે.
* અનંત કર્મોના સમૂહને એક ક્ષણવારમાં ક્ષીણ કરી નાંખે તેવા મનુષ્યપણાનો લેશમાત્ર દુરુપયોગ કરવા જેવો નથી, અન્યથા મનુષ્યપણું દુર્લભ થઇ જશે.
Jain Education Internation
46
e & Personal Use Only www.emebery.org
Page #50
--------------------------------------------------------------------------
________________
અનંત-ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ, કે જે આજ સુધી ભૂતકાળમાં અનંતા થઈ ગયા, વર્તમાનમાં વીશ અરિહંતો વિચરી રહ્યા છે, ભાવિકાળમાં અનંતા અરિહંતો થશે; “નમો અરિહંતાણં' પદથી આપણે તે બધા પરમાત્માઓને નમસ્કાર કરીએ છીએ.
એ બધા મહાપુરુષોએ આ સંસારમાં મુક્તિની સાધનામાં સીધી ઉપયોગી થાય એવી ચીજની જ દુર્લભતા વર્ણવી.
દુનિયાની સુખસાહ્યબીની અનંતજ્ઞાનીઓને મન કોઈ કિંમત નહિ. અજ્ઞાની જીવો માટે એકાંતે નુકસાનકારક, મુક્તિની સાધનામાં સીધાં ઉપયોગી સાધનો : (૧) મનુષ્યજન્મ (૨) સદુગર મુખે જિનવાણી-શ્રવણ (૩) અવિહડ શ્રદ્ધા (૪) ચારિત્રમાર્ગમાં પુરુષાર્થ.
ભગવાને પહેલો સંદેશ આપ્યો : ૧) સુખ છોડવાજેવું છે. ૨) દુઃખ વેઠવા જેવું છે. ૩) દુઃખ ઉપર દ્વેષ થાય એ મૂર્ખ જીવ. ૪) સુખ ઉપર રાગ થાય તે મહામૂર્ખ જીવ. ૫) સુખના રાગ ઉપર દ્વેષ અને દુઃખના દ્વેષ ઉપર - દ્વેષ કેળવવો, એ ધર્મનો પાયો છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પાપ આત્માને દુઃખ આપે. પુણ્ય આત્માને સુખ આપે. ધર્મ આત્માને શુદ્ધ બનાવે. ધર્મ શું ? પાપથી આવતા દુઃખમાં સમાધિ, પુણ્યથી મળતા સુખમાં વિરાગ. જીવવાનો લોભ નહિ, મરવાનો ડર નહિ. સારાં કામ સદા કરવાનાં, ખરાબ કામથી દૂર રહેવું. આ જન્મ, અજન્મા યાને પરમાત્મા થવા માટે છે. પરમાત્મા બનવા પહેલાં, ધર્માત્મા થવું જોઈએ.
ધર્માત્મા બનવા માટે, સુખનો ત્યાગ અને દુઃખનો સ્વીકાર કરવો જોઈએ.
ઘર ડુબાડે : ભગવાનનું મંદિર તારે. પેઢી ડુબાડે : ઉપાશ્રય તારે. ધન ડુબાડે : ધર્મ તારે. સંબંધી ડુબાડે : સાધર્મિક તારે. સંસારની બધી સામગ્રી ડૂબાડે : ધર્મની બધી સામગ્રી તારે.
જે ભાગ્યશાળીને જીવતાં સ્વેચ્છાએ ઘરબાર છોડવાનું મન થાય તે ધર્માત્મા.
કરેલાં પાપોના ફળરૂપે, દુઃખોને સ્વેચ્છાપૂર્વક ભોગવવા માટે, આ જન્મ છે.
આવી સમજણવાળો આત્મા એ ધર્માત્મા કહેવાય.
Page #52
--------------------------------------------------------------------------
________________
* જગતના જીવો, સુખની સામગ્રીમાં આનંદ માણે છે. * શાસનને પામેલા જીવો, ધર્મસામગ્રીમાં આનંદ માને
આ ક્યારે બને ? સુખમય સંસાર ભૂંડો લાગે ત્યારે.
દુનિયાના સુખની ઇચ્છા થવી, એ પાપ. એ સુખને મેળવવાની મહેનત કરવી, એ પાપ. મળી ગયા પછી આનંદ માનવો, એ પાપ. ભોગવતાં ભોગવતાં હર્ષિત થવું, એ પાપ. સાચવવા માટે આકાશપાતાળ એક કરવાં, એ પાપ.
ચાલ્યા જાય ત્યારે પોક મૂકવી, એ પાપ. મૂકીને મરવું પડે ત્યારે મૂંઝવણ થવી, એ પાપ.
જૈનશાસન એટલે ઃ સમ્યકત્વ-સર્વવિરતિ-અપ્રમત્તભાવક્ષપકશ્રેણી-મોહનાશ-વીતરાગતા-કેવળજ્ઞાન-અયોગીપણું-મોક્ષ.
સંસાર અસાર. મોક્ષ જ સાર. મનુષ્યજન્મ દુર્લભ. મોક્ષ જ મેળવવા જેવો. મોક્ષ માટે સાધુપણાની જરૂર. સાધુપણા માટે “સંસાર ભંડો'ની સમજ અને સુખત્યાગ-દુઃખસ્વીકાર.
“સુખ મજેથી ભોગવે, દુઃખ રોઇ-રોઈને ભોગવે', એવા જીવોની ગતિ સારી નહિ. આ દુનિયાના સુખની જરૂર પડે તે બધા મેલા આત્મા.
દુઃખથી ગભરાયેલા, સુખની ઇચ્છાવાળા, જીવવાના લોભી, મરણથી ડરનારા બધા મેલા આત્મા.
49.
Page #53
--------------------------------------------------------------------------
________________
સંસાર : મેલા આત્માઓનો ઢગલો. મોક્ષ: શુદ્ધ આત્માઓનો સમૂહ.
દાન : લક્ષ્મી-ડાકણથી છૂટવા માટે છે. શીલ : ભોગ-ભૂતાવળથી છૂટવા માટે છે. તપ: ખાવું-પીવું-મોજમજાના નાશ માટે છે. ભાવ : ભવ યાને સંસારથી છૂટવા માટે છે.
આવી સમજણપૂર્વક દાનાદિ કરનારા કેટલા?
સુખરસિક જીવો અધમ : દુઃખથી ગભરાનારા. પુણ્યરસિક જીવો મધ્યમ : પાપથી ગભરાનારા. મોક્ષરસિક જીવો ઉત્તમ : સુખથી ગભરાનારા.
આજની દુનિયામાં આ ત્રણનો સુયોગ છે. - ધનની અધિક પડતી જરૂરિયાત અને તે કોઈ પણ રીતિએ મેળવવાની વૃત્તિ-એ,
શાહને ચોર બનાવે; શેઠને શઠ બનાવે; સાહેબને શેતાન બનાવે એ સુનિશ્ચિત છે.
શ્રાવક-શ્રાવિકા એ સાધુ થવાના લક્ષ્યવાળા હોય. જો એ ધ્યેય નથી તો ભગવાનના સંઘમાં ન કહેવાય. શ્રાવકને ઘર-પેઢી ચલાવવી પડે, માટે ચલાવે, ચલાવવી જ જોઇએ એવી માન્યતાવાળા તે ન હોય. 50
% For Private & Personal use only
Page #54
--------------------------------------------------------------------------
________________
‘‘નમો અરિહંતાણ-નમો સિદ્ધાણં'’ ગણનારને અરિહંત કે સિદ્ધ થવું છે ? એ માટે સાધુપણાનો ખપ છે ? એ લક્ષ્ય વિના બીજા જ ધ્યેયથી ગણનારા મિથ્યાત્વી છે.
܀܀܀
સંયમ એટલે : મળેલા સુખને છોડવું, આવે તો લેવું નહિ. ભવિષ્યમાં ઇચ્છવું નહિ, દુઃખ મજેથી ભોગવવું.
સંયમ કેમ સારું ઃ હિંસા કરવી નહિ, ખોટું બોલવું નહિ, ચોરી કરવી નહિ, સુખનો ભોગવટો નહિ, પરિગ્રહનો સંગ્રહ નહિ. “આપણે બધાએ અહીંથી, બધું મૂકીને જવાનું છે.’” એ વાતની બરાબર પ્રતીતિ થાય તો જીવનની સાર્થકતાનું બારઆની કામ થઇ જાય. કોઇ પણ જીવ જગતમાં એકની એક સ્થિતિમાં સદાને માટે રહી શકતો નથી, એને મરવાનું જ છે.
܀܀܀
ધર્મોપદેશ માટે લાયક કોણ ?
જે માણસ સુખ અને સુખના સાધન પૈસાને ભૂંડો ગણે, પૈસા માટે અનીતિના આચરણને અતિભૂંડું ગણે અને નીતિના ઉદ્યમથી જે મળે, તેમાં સંતોષ માને, તે જ માણસ ધર્મોપદેશ માટે
લાયક.
܀܀܀
પોતાના માલિક-સ્વજન-મિત્ર-ભલો માણસ-વિશ્વાસુ વગેરેના વિશ્વાસનો ભંગ ન કરવો એનું નામ નીતિ અને એનાથી ઊલટી અનીતિ.
51
Page #55
--------------------------------------------------------------------------
________________
“સંસાર ભૂંડો, મોક્ષ સારો અને સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા ધર્મ કરવાનો.”
આ ત્રણ વાત જ અમારે તમને કરવાની છે. આ ત્રણ કહેવા માટે જ બધાં શાસ્ત્રો રચાયાં છે.
આપણું કલ્યાણ લઘુમતી, બહુમતી કે સર્વાનુમતી પ્રમાણે ચાલવામાં નથી. પણ શાસ્ત્રમતિ (જિનાજ્ઞા) પ્રમાણે ચાલવામાં છે.
પુણ્યથી મળેલા કે મેળવેલા સુખમાં લહેર કરવી એટલે આપણા હાથે જ દુર્ગતિ ઊભી કરવી.
આજે ભગવાન થવા માટે ભગવાનને પૂજનારા; સાધુ થવા માટે, સાધુની સેવા-ભક્તિ કરનારા; ધર્મ પામવા માટે ધર્મને સાંભળનારા-કરનારા કેટલા જીવો ?
જો ભગવાન કે સાધુ થવાની તથા ધર્મ પામવાની વૃત્તિ નથી અને ઘણો ધર્મ કરે છે તો એ ખરેખર ! ધર્મ કરવા છતાં અધર્મની જ પુષ્ટિ કરે છે.
* સાધુને ગામમાં ઘર નહિ. * બજારમાં પેઢી નહિ. * જંગલમાં જમીન નહિ. * બેંકમાં ખાતું નહિ. * પાસે કોડી નહિ.
Jain Cucator International
દ૬૦૦ or private Personal Use On Www.jainelibrary.org
Page #56
--------------------------------------------------------------------------
________________
* સંયમની સાધના. * વિનય વૈયાવચ્ચ. * શક્તિ મુજબ તપ. * સદા સ્વાધ્યાય
આ ચાર સિવાય સાધુએ કશું કરવાનું નથી. આપણા અરિહંત પરમાત્માઓએ : રાજ્ય-વૈભવાદિ સુખોને લાત મારી, દુઃખોને ઊભાં કરી, અદીનભાવે વેક્યાં. મોહને મારી વીતરાગ બન્યા, કેવળજ્ઞાન પામ્યા,
આપણા માટે ધર્મતીર્થની સ્થાપના કરી, અયોગી બની મોક્ષે સિધાવ્યા, અનંત-અજરામર સુખને પામ્યા.
“નાશવંત સુખોનો રાગ અને પાપથી આવતાં દુઃખોનો દ્વેષ એ અતિભંડો છે.”
આ વાત બરાબર ન સમજે, તે હૈયા વિનાના આંધળા છે.
એવા જીવો અધર્મ તો કરે જ છે પરંતુ ધર્મ કરે તો પણ અધર્મનો જ વધારો થાય.
મારે મરી જવાનું છે', મરીને ક્યાં જવું-એનો નિર્ણય છે ?
કર્યો
Jain Education international
Page #57
--------------------------------------------------------------------------
________________
મુક્તિ ન મળે ત્યાં લગી જવા માટે ચાર ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી : આ ચાર ગતિમાં ક્યાં જવું છે ?
܀܀܀
માનવજીવન પરમાત્મા થવા માટે.
પરમાત્મા થવા માટે સાધુ થવાનું.
સાધુ ન થવાય તો પરમાત્મા-સાધુ થવાના આદર્શપૂર્વક સજ્જન બનવાનું.
સજ્જન : આત્મનઃ પ્રતિાનિ રેષાં ન સમાત્। પોતાને પ્રતિકૂળ લાગે તેવું વર્તન બીજા પ્રત્યે ન કરવું.
܀܀܀
સંસારસુખનો રાગ; આત્માને લુચ્ચો, બહ્માશ, ચોર, અસત્યવાદી બનાવનાર છે, સઘળાંય દુઃખોનું મૂળ છે અને મોટામાં મોટું પાપ એ જ છે.
܀܀܀
સંસારસુખના ત્યાગી પૂ. સાધુ-સાધ્વીજી મ. અને સંસારસુખના વિરાગી શ્રાવક-શ્રાવિકા.
આ સંસારનું સુખ મજાનું લાગે અને તેની લાલસા સારી લાગતી હોય તો સમજવાનું કે “તે હજુ ધર્મ પામ્યો નથી.'' અમારું સૌથી પ્રથમ કાર્ય ‘‘સંસાર ભૂંડો લગાડવાનું.’’
54
Page #58
--------------------------------------------------------------------------
________________
સંસાર ભૂંડો લાગ્યા વિનાની ધર્મસાધના એ ખરેખર સંસારથી નિસ્તાર ન કરે, એટલા જ માટે અભવી, દુર્ભવી, ભારેકમ ભવી, દુર્લભબોધિ જીવો બાહ્યથી ઘણી ધર્મસાધના કરે, માખીની પાંખને દુભામણ ન થાય તેવું અપ્રમત્ત ચારિત્ર પાળે, તેના ફળરૂપે ઉચ્ચ દેવલોકમાં પણ જઇ આવે, પરંતુ સંસારથી નિસાર ન પામે, મોક્ષે ન જાય. કેમ કે એ બધી સાધના ઉચ્ચ સુખ માટે છે, સંસારથી છૂટવા કે પરમપદને મેળવવા નથી.
સંસારથી છૂટી મોક્ષે જવાની ઈચ્છાવાળા જ માત્ર ધર્મ કરનારા છે. બાકી બીજા જ હેતુથી ધર્મ કરનારા જીવો ખરેખર ! અધર્મ જ કરી રહ્યા છે. સંસારમાં ફાવે ત્યાં સુધી ધર્મ ન થાય.
સંસાર એ રોગ છે. મોક્ષ એ આરોગ્ય છે. ધર્મક્રિયા એ પથ્ય છે. સંસારકિયા એ કુપથ્ય છે. સંસારી જીવો એ દર્દી છે. અરિહંતો એ સર્જન ડૉ. છે. સુસાધુઓ એ કંપાઉન્ડર છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
અવિરતિ નામના પાપનું કામ, ઈચ્છાઓ પેદા કરવાનું. જગતના જીવોના, અવિરતિ અને કષાય મા-બાપ છે.
આ બે મા-બાપ, અવિરતિ અને કષાય : બધા દોષોનું મૂળ છે. ભાવનાશીલ આત્માને આ દોષો સતાવી ન શકે. તેને સુખસાહ્યબીસન્માન-સંપત્તિ બધું જ અસાર લાગે.
અનિત્યાદિ બાર ભાવનાથી આત્માને હરપળે ભાવિત રાખવો જોઇએ.
સમકિતદૃષ્ટિ આત્મા સંસારમાં રહે નહિ અને કદાચ કર્મસંયોગે રહેવું પડે તો સંસારને ઉખેડવા માટે જ રહે, હૈયાથી કદી પણ સંસારમાં ન રહે.
ચરમાવર્તવત્ત જીવોના ત્રાણ ગુણો : ૧. દુઃખી ઉપર અત્યંત દયા. ૨. ગુણવાન ઉપર અષ. ૩. ઔચિત્યનું પાલન.
અપુનબંધક અવસ્થાના ત્રણ ગુણ : ૧. પાપમાં ઉગ્રતા નહિ. ૨. સંસાર ઉપર બહુમાન નહિ. ૩. ઉચિત સર્વનો આદર.
For Private & Personal Use Onty
Page #60
--------------------------------------------------------------------------
________________
દુઃખને આપનારાં કર્મ ખરાબ છે. સુખને આપનારાં કર્મ મહાખરાબ છે. પાપ કરાવનારાં કર્મ ખરાબમાં ખરાબ-મહાખરાબ છે.
દુનિયાનું સારું મળે એ પુણ્યોદય છે, પણ દુનિયાનું સારું જોઇએ, એ મહાપાપોદય છે.” એ વાત ન સમજાય ત્યાં સુધી મિથ્યાત્વ અને કષાયોનું જોર ઘટે નહિ.
ચક્રવર્તીને ચક્રવર્તિપણામાં પણ “મારો મહાપાપોદય ચાલી રહ્યો છે.” એવું ભાન ન હોય તો, એ પણ અજ્ઞાન અને મૂર્ખ છે.
સુખ સારું લાગે છે', એ ભૂંડું નથી લાગતું એ મિથ્યાત્વ. સુખ સારું લાગે છે-એ અવિરતિ. સુખ મેળવવાની મહેનત અને ધાંધલ-એ કષાય. મળ્યા પછી ઉન્માદ થાય-એ સંન્નિપાત છે.
મોક્ષની ઇચ્છાથી ધર્મક્રિયા કરે એ જ આરાધક છે, તે સિવાયની આરાધના કરનારો આરાધક નથી પણ મહાવિરાધક છે. જેનું પરિણામ ખરાબ હોય તે વિરાધના જ છે. મોક્ષાર્થે જ ધર્મક્રિયા કરનારો શુલપાક્ષિક કહેવાય.
માન મળે પુણ્યથી, પણ માન લેવાનું મન થાય એ પાપોદય અને માન લેવા માટેની ધાંધલ એ મહાપાપોદય.
Page #61
--------------------------------------------------------------------------
________________
- શાલિભદ્રની દેવતાઈ નવાણું પેટીની કાંઈ કિંમત નથી, પરંતુ શાલિભદ્રના હૈયાની કિંમત છે. એ નવાણું પેટીમાં પાગલ બન્યો હોત તો, ક્યાંય રખડી પડ્યો હોત પણ એ નવાણું પેટીમાં જરાય મૂંઝાયો નહિ. “મારા માથે માલિક છે.” એમ ખબર પડી કે, સુરત બધું છોડી દીધું અને ભગવાન મહાવીરના ચરણમાં બેસી જઇ, આત્મ-કલ્યાણ સાધ્યું.
ભગવાનનો સંઘ એ જગતનું જવાહર છે. વાણિયાનાં ટોળાં ભેગાં મળી સંધ થઈ જાય અને એ પોતાને પચીસમો તીર્થંકર કહેવરાવે, એવો પચીસમો તીર્થકર તો ચોવીશે તીર્થકરોની આજ્ઞાનો ભૂકો બોલાવે છે. એવા આશાહીન ટોળાથી કદી સંધ ન બને.
આત્માને સમજાવો કે, “દુઃખ એ તો વોશિંગ કંપની છે.” આ દુઃખમાં તું સાવધ રહીશ તો તારાં આ પાપો તો ખરાં પરંતુ આગળ-પાછળનાં બીજાં ઘણાં પાપો આ દુઃખના સમયમાં ધોવાઇને સાફ થઈ જશે. તારો આત્મા નિર્મળ થઇ જશે. જેલમાં ગયેલા પણ ડાહ્યા થઈને જીવે છે તો જેલર બની જાય છે, દુઃખમાંથી સુખમાં આવી જાય છે.
મોક્ષ માટે સાત પગથિયાની વિચારણા. ૧) આત્મા પરિણામી નિત્ય છે. ૨) પરલોકદૃષ્ટિ. ૩) પાપનો ડર.
Jain Education Internati
Ona Use
Ww.jalneribrary.org
Page #62
--------------------------------------------------------------------------
________________
૪) સારા બનવું :
-
વેપારમાં નીતિ.
જીવનમાં સદાચાર.
. હૈયામાં યા.
૫) શાંત જીવન :
-
- દુઃખમાં સમાધિ, અદીનતા.
-
· સુખમાં વિરાગ; અલીનતા.
૬) મરતાં સમાધિ અને
૭) ધર્મસામગ્રીસંપન્ન સદ્ગતિ.
‘‘દુનિયાનું સુખ જ ભયંકર છે.’’ એવી માન્યતા જ માનવને મહામાનવ બનાવે છે અને મહામાનવને પૂર્ણમાનવ બનાવે છે. ‘‘સુખ જ ભયંકર છે.’’ એ વાક્ય, વાક્ય જ નથી, એ તો બ્રહ્મવાણી છે. એ છે પરમશુદ્ધ આગમવચન અને સર્વસત્યનો એ જ સારાંશ છે.
ન
'
“સુખ આવ....આવ....દુઃખ જાવ....જાવ....''
આ બે ઝંખનાની સિદ્ધિ પામવા માટે પ્રત્યેક માનવે પ્રચંડ સાધના આદરી છે; એમાં એ ગરકાવ થઇ ગયો છે. પણ એને ખબર નથી કે, ‘આ બે ઝંખનાની સિદ્ધિમાં બધાં પાપોને પેસી જવાની સરળતા થઇ ગઇ છે.’
59
Page #63
--------------------------------------------------------------------------
________________
બે જીવલેણ ચાંદાં પેટમાં પડ્યાં હોય, તો એ નાઇલોન કે ટેરેલીનનાં વસ્ત્રો પહેરવાથી શાંત ન થઈ જાય. તેમ દુઃખનો મહાદ્વેષી અને સુખનો અતિરાગી માણસ, ધર્મનાં ગમે તેવાં સુંદર વાઘાંવસ્ત્ર પહેરે, તેથી કાંઇ એના આત્માને શાંતિ ન મળે.
દુઃખ ખરાબ હોય તો સુખ એથી પણ વધુ ખરાબ છે. એનો યોગ પણ ખરાબ અને વિયોગ પણ ખરાબ. સુખનો યોગ આત્માને પાપી બનાવે, એનો વિયોગ પાગલ બનાવે. બેય રીતે ભારે મુસીબત.
જ્યારે દુઃખની બાબતમાં આવું નથી. દુઃખનો યોગ કદાચ દુઃખી બનાવી દે પણ એનો વિયોગ તો સુખી જ બનાવે. આવી સ્પષ્ટ વસ્તુસ્થિતિ હોવા છતાં ભોગરસિક આત્માને પાપી બનાવનાર સુખ જ બહુ ગમે છે, માત્ર દુઃખી બનાવનાર દુઃખ નહિ.
क्रियाशून्यञ्च यज्ज्ञानं,
ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं,
भानुखद्योतयोरिव ॥
|| જ્ઞાનસાર ક્રિયારહિત જ્ઞાન અને જ્ઞાનરહિત ક્રિયા એ બેમાં સૂર્ય અને ખજુઆ જેટલું અંતર છે.
Page #64
--------------------------------------------------------------------------
________________