SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ * લક્ષ્મીની મૂર્છા ઉતારવા અને આરંભાદિકને ઘટાડવા શ્રાવક વારંવાર તીર્થયાત્રા કરે. * સંસારમાં આવી પડતું દુઃખ મજેથી ભોગવવાજેવું છે અને મળતાં સુખોથી દૂર રહેવા જેવું છે - એવું જેના મનમાં ન આવે ત્યાં મિથ્યાત્વ જાગતું છે ને ! * બીજા ઉપર અપકાર કરીને ન જીવવું - એવા નિર્ણયવાળા આત્માઓ પણ સારા અને મહાન છે. * મરવાનું સૌએ છે, પણ જે સાચી રીતે હસતો હસતો મરે તે મર્યો તો યે જીવતો છે અને જે રોતે રોતે જીવે એ જીવતો પણ મર્યાજેવો છે. * જે ભણેલાને નિજનું ભાન ન હોય; મરણ યાદ ન હોય, પરલોકનો ખ્યાલ ન હોય, પુણ્ય-પાપનો વિવેક ન હોય, સંવર - નિર્જરાના કોડ ન હોય અને મોક્ષની ઝંખના ન હોય એવાઓ દુન્યવી દૃષ્ટિએ ઘણું ભણેલા છતાં તત્ત્વદૃષ્ટિએ અજ્ઞાની છે. *આવા સારા કાળમાં દુઃખ આવે તો આનંદ પામતા શીખો, તાકાત હોય તો આવેલા સુખને છોડી દો, ન છૂટે તો પાગલની માફક તો નહીં જ ભોગવવાનો નિર્ણય કરો અને સુખ માટે ચાલે ત્યાં સુધી કોઇ પણ ખરાબ કામ નહીં કરવું-એવો નિશ્ચય કરો, તો દુર્ગતિ બંધ. 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy