SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ * પ્રતિજ્ઞા એ બંધન નથી, પણ કર્મના વળગાડમાંથી મુક્તિ છે. * પાંચ મહાવ્રત માટે, બાર વ્રત માટે અને તેના કારણરૂપ સમ્યક્રવ માટે જે તરફડિયાં મારે તે ભગવાનના સંઘમાં પ્રવેશ પામી શકે. આશ્રવ-પાપમય સંસાર છોડવાના હેતુપૂર્વકની ધર્મક્રિયા ચારિત્રમોહનીયને તોડી શકે. સર્વજ્ઞ સિવાય સંસારને કોઈ ઓળખાવી શકે નહીં. એ ન હોત તો તમે અને અમે બેઉ આંધળા હતા. બલિહારી એ તીર્થકર દેવોની કે જેમણે સંસારની અસારતા, રાગાંધજીવોની કૂરતા અને કર્મના દારુણ વિપાકો ઓળખાવી અનાદિના ઘોર મિથ્યા અંધકારમાં સાચો પ્રકાશ પાથર્યો. * મોહની ગ્રંથિ એ રાગ-દ્વેષનો ગાઢ પરિણામ છે. ગતના જીવોને રાગ શેનો છે - એ નક્કી કરો. કોઇ વ્યક્તિ પર કે કોઇ ચીજ ઉપર જે રાગ નથી તે ગાઢ રાગ છે સંસારના સુખ ઉપર અને ગાઢ વૈષ છે દુઃખ ઉપર. આ જ કર્મનું મર્મ છે. * દુઃખ આવે પાપથી અને પાપ થાય છે સુખના માટે. તો દુઃખ ખરાબ નથી પણ પાપ ખરાબ છે અને પાપનું કારણ સંસારનું સુખ છે માટે તે સુખ જ સૌથી વધારે ખરાબ છે - આ કળ સમજાઈ જાય તે આત્મવીર્યનો દુરુપયોગ કરે નહીં અને કરે તો એના જેવો બીજો મૂરખ કોણ? * મા-બાપ કરતાં બૈરી-છોકરાની વધારે સેવા કરે તે માર્ગાનુસારી ન કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy