________________
પાપ આત્માને દુઃખ આપે. પુણ્ય આત્માને સુખ આપે. ધર્મ આત્માને શુદ્ધ બનાવે. ધર્મ શું ? પાપથી આવતા દુઃખમાં સમાધિ, પુણ્યથી મળતા સુખમાં વિરાગ. જીવવાનો લોભ નહિ, મરવાનો ડર નહિ. સારાં કામ સદા કરવાનાં, ખરાબ કામથી દૂર રહેવું. આ જન્મ, અજન્મા યાને પરમાત્મા થવા માટે છે. પરમાત્મા બનવા પહેલાં, ધર્માત્મા થવું જોઈએ.
ધર્માત્મા બનવા માટે, સુખનો ત્યાગ અને દુઃખનો સ્વીકાર કરવો જોઈએ.
ઘર ડુબાડે : ભગવાનનું મંદિર તારે. પેઢી ડુબાડે : ઉપાશ્રય તારે. ધન ડુબાડે : ધર્મ તારે. સંબંધી ડુબાડે : સાધર્મિક તારે. સંસારની બધી સામગ્રી ડૂબાડે : ધર્મની બધી સામગ્રી તારે.
જે ભાગ્યશાળીને જીવતાં સ્વેચ્છાએ ઘરબાર છોડવાનું મન થાય તે ધર્માત્મા.
કરેલાં પાપોના ફળરૂપે, દુઃખોને સ્વેચ્છાપૂર્વક ભોગવવા માટે, આ જન્મ છે.
આવી સમજણવાળો આત્મા એ ધર્માત્મા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org