________________
જોકે અનાદિકાળથી આ સંસારમાં અનેકવાર ધર્મની પ્રાપ્તિ થવા છતાં આ વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઇ નથી. તેથી ધાર્યા મુજબની સરળતાથી તેની પ્રાપ્તિ થાય છે-એવું નથી. પરન્તુ તથાભવ્યત્વના પરિપાકાદિથી નિયત કાળે જ તેની પ્રાપ્તિ થાય છે. સામાન્યથી મોક્ષે જવાની યોગ્યતા ભવ્યાત્માઓમાં હોવા છતાં તે તે કાળે તે તે આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. તેમાં તેમનું તથાભવ્યત્વ કારણભૂત છે. એકસાથે ઘાસમાં નાંખેલી કેરીઓ એકસાથે પાકતી નથી. કઇ કેરી ક્યારે પાકશે : એની આપણને કલ્પના પણ હોતી નથી. તેથી આપણે પુરુષાર્થ કરતા રહીએ છીએ. ફળ તો નિયતિને અનુસાર તે તે કાળે મળતું હોય છે.
એ મુજબ જ મોક્ષે જવાની યોગ્યતા ભવ્યજીવોમાં હોવા છતાં બધા જ ભવ્યાત્માઓ એકસાથે મોક્ષે જતા નથી. પોતાના ભવ્યત્વના પરિપાકથી નિયત સમયે જ તેઓ મોક્ષે જાય છે. આપણને આપણી નિયતિનો ખ્યાલ ન હોવાથી શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ પુરુષાર્થ કરવાનું જરૂરી છે. અનન્તજ્ઞાનીઓએ જે જે ભાવો જોયા છે, તે તે ભાવો ચોક્કસ જ તે તે કાળે થવાના જ છે. આવા વખતે જે કોઇ અનિષ્ટ ભાવો થાય ત્યારે તેને લઇને આપણે આર્ત્તધ્યાન ન કરીએ એટલા માટે વિચારવું જોઇએ કે જેવું જ્ઞાનીએ જોયું હતું; તેવું થયું. દ્વારિકાનગરીનો નાશ
25
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org