SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ * ભોગના ત્યાગની ભાવના અને તાકાત એ જ માનવ-જીવનની મહત્તા. * માનવજીવન એ કંઇ ભોગનું સાધન નથી. * આપત્તિ અને સંપત્તિ - એ બંન્ને આર્ટરૌદ્રનું કારણ છે. * દાનનું ફળ જો લક્ષ્મીની લાલસા હોય, તો એ દાન નહિ પણ સટ્ટો. * ધર્મીના હૃદયમાં દેવ-ગુરુ રોમેરોમ હોય. * માતા-પિતા, દુનિયાના સ્નેહી સંબંધી, એ સર્વના સંબંધ કરતાં સાધર્મિકનો સંબંધ ઊંચો અને તારક છે. * વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમત્તપણું પ્રગટે - એવો ધર્મ મોક્ષનો ઉપાય છે. * જમાનાના નામે, દેશભક્તિના નામે આચારને અને સિદ્ધાન્તને દૂર મૂકવાનું કહેનારા સાધુ નથી, ને તેમાં હા ભણનારા શ્રાવક નથી. * જિનશાસનથી વિરુદ્ધ કાંઇ પણ વિચારાય નહિ - એવી માન્યતાવાળો જ શાસનની સાચી સેવા કરી શકે. × ધર્મ - સિદ્ધાંતની રક્ષા કરે તેને ઝઘડાખોર ન કહેવાય. ન * વિચાર-વિરુદ્ધ કરે તેનું સમ્યગ્દર્શન ન રહે અને આચારવિરુદ્ધ કરે તેનું ચારિત્ર ન રહે. 45 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy