________________
સંસારથી મોક્ષ સુધી.....
અનન્તોપકારી દેવાધિદેવ શ્રી અરિહન્તપરમાત્માઓએ આ સંસારને દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી તરીકે વર્ણવ્યો છે. અર્થ અને કામ(૫ ઇન્દ્રિયોના વિષયો)ને પ્રાપ્ત કરતી વખતે અનેક જાતનાં દુઃખ હોવા છતાં ભવિષ્યમાં કાલ્પનિક એવું પણ થોડું સુખ ભોગવવા મળે છે-એમ સમજીને આપણે દુઃખસ્વરૂપ વસ્તુને નભાવી લઇએ છીએ. આવી રીતે વર્તમાનમાં સુખ મળતું હોય તો ભવિષ્યમાં એકાદ વાર મળનારું દુઃખ પણ આપણે નભાવી લઇએ છીએ. પરન્તુ જો ભવિષ્યમાં દુઃખોની પરંપરા સર્જાતી હોય તો તેવી વર્તમાનની સુખરૂપ વસ્તુને આપણે નભાવતા નથી.
શ્રી વીતરાગપરમાત્માએ તો આ સંસારને દુઃખરૂપ, દુઃખલક અને દુ:ખાનુબંધી સ્વરૂપે ત્રિવિધ રીતે દુઃખમય વર્ણવ્યો છે. અનાદિકાળથી આ સંસારમાં ભટકીને જે જીવો ઉદ્વેગ પામ્યા છે અને સંસારથી મુક્ત થવા ઇચ્છે છે એવા જીવો માટે મુક્તિના ઉપાય સ્વરૂપે ધર્મની પ્રરૂપણા શ્રી તીર્થંકર દેવોએ કરી છે. ગમે તે કારણે આજ સુધી આપણે તે પરમતારક ધર્મનું કલ્યાણકર સ્વરૂપ સમજી લીધું નહિ. અથવા ધર્મના નામે ગમે તે ધર્મને ધર્મ માની લીધો જેનું પરિણામ એ આવ્યું કે આજ સુધી આપણે સંસારમાંથી મુક્ત ન
થયા.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org