________________
ગ્રન્થિને ઓળખ્યા વિના જ જીવો પોતાની કર્મસ્થિતિને વધારી ફરી પાછા ગ્રન્થિદેશથી બહાર નીકળી જતા હોય છે. માત્ર ચરમાવર્તકાળમાં જ ગ્રન્થિને ઓળખવાનું શક્ય બને છે. ગ્રન્થિને ઓળખ્યા પછી તેને તોડવાનો પ્રયત્ન શરૂ થાય છે અને જ્યારે ગ્રન્થિ ભેદાય છે, ત્યારે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય ટળે છે. શત્રુ સુધી પહોંચવું, શત્રુને ઓળખવો, એને દૂર કરવા પ્રયત્ન કરવો અને એને દૂર કરવો : આવી અવસ્થા જેવી જ-ગ્રંથિ સુધી પહોંચવું; તેને ઓળખવી; તેને દૂર કરવા પ્રયત્ન કરવો અને તેને ભેદી નાંખવીઆ અવસ્થા છે, જે અનુક્રમે યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની અવસ્થાઓ છે.
મિથ્યાત્વમોહનીયકર્મના મૂળભૂત અશુદ્ધ પુદ્ગલો જ્યારે ઉદયમાં હોય છે ત્યારે આત્માને મિથ્યાત્વ હોય છે. એ પુદ્ગલોનો સર્વથા
જ્યારે ઉદય હોતો નથી, ત્યારે મિથ્યાત્વમોહનીયકર્મની ઉપશમાવસ્થામાં આત્માને ઔપથમિકભાવનું (કર્મના ઉપશમથી પ્રાપ્ત થનાર) સમત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વમોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને શાયિકભાવનું સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અને મિથ્યાત્વમોહનીયકર્મનાં શુદ્ધ દળિયાં (પુગલો) ઉદયમાં હોય તો ક્ષાયોપથમિકભાવનું સમ્યકત્વ પ્રાપ્ત થતું હોય છે. આ વસ્તુને સમજી લેવા માટે કર્મના ઔદયિકાદિ ભાવોનું સ્વરૂપ સમજી લેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org