________________
દુઃખને આપનારાં કર્મ ખરાબ છે. સુખને આપનારાં કર્મ મહાખરાબ છે. પાપ કરાવનારાં કર્મ ખરાબમાં ખરાબ-મહાખરાબ છે.
દુનિયાનું સારું મળે એ પુણ્યોદય છે, પણ દુનિયાનું સારું જોઇએ, એ મહાપાપોદય છે.” એ વાત ન સમજાય ત્યાં સુધી મિથ્યાત્વ અને કષાયોનું જોર ઘટે નહિ.
ચક્રવર્તીને ચક્રવર્તિપણામાં પણ “મારો મહાપાપોદય ચાલી રહ્યો છે.” એવું ભાન ન હોય તો, એ પણ અજ્ઞાન અને મૂર્ખ છે.
સુખ સારું લાગે છે', એ ભૂંડું નથી લાગતું એ મિથ્યાત્વ. સુખ સારું લાગે છે-એ અવિરતિ. સુખ મેળવવાની મહેનત અને ધાંધલ-એ કષાય. મળ્યા પછી ઉન્માદ થાય-એ સંન્નિપાત છે.
મોક્ષની ઇચ્છાથી ધર્મક્રિયા કરે એ જ આરાધક છે, તે સિવાયની આરાધના કરનારો આરાધક નથી પણ મહાવિરાધક છે. જેનું પરિણામ ખરાબ હોય તે વિરાધના જ છે. મોક્ષાર્થે જ ધર્મક્રિયા કરનારો શુલપાક્ષિક કહેવાય.
માન મળે પુણ્યથી, પણ માન લેવાનું મન થાય એ પાપોદય અને માન લેવા માટેની ધાંધલ એ મહાપાપોદય.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org