________________
અવસર્પિણી કાળ છે. વીશ કોટાકોટિ સાગરોપમનું એક કાળચક્ર છે. અને અનન્તાં કાળચક્રોનો એક પુલ પરાવર્તકાળ થાય છે. આવા અનન્તા પુદ્ગલપરાવર્તાથી (અનાદિકાળથી) આ સંસારમાં આપણે ભ્રમણ કરી રહ્યા છીએ.
ચરમાવર્તકાળમાં રહેલા જીવોનું સામાન્ય લક્ષણ વર્ણવતાં “યોગબિંદુમાં જણાવ્યું છે કે દુખી જીવોને વિશે અત્યન્ત દયા, વિદ્યાદિ ગુણસંપન્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષનો અભાવ અને સર્વ જીવો પ્રત્યે સામાન્યપણે ઔચિત્યપૂર્વકનું વર્તન જેઓ રાખે છે; તેઓ ચરમાવર્તવર્તી જીવો છે.' આવા આત્માઓ જ ધર્મના વાસ્તવિક ફલને પ્રાપ્ત કરી શકે છે. ચરમાવર્તકાળમાં રહેલા બધા જ જીવો ધર્મ પામેલા જ હોય છે-એવો નિયમ નથી. પણ, ધર્મ પામે તો ચરમાવર્તકાળમાં જ પામે અન્યત્ર નહિ. આપણે ચરમાવર્તકાળમાં આવ્યા છીએ કે નહિ-એ તો ચોક્કસપણે જ્ઞાનીઓ જ કહી શકે. પરન્તુ આપણા આત્માના દયા વગેરેના પરિણામને જોઇએ અને ચરમાવર્તકાળનું પ્રમાણ જોઈને આપણે કહી શકીએ કે આપણે ચરમાવર્તકાળમાં આવ્યા છીએ. એ કાળમાં આવવા માટે મુખ્યપણે એમાં કાળ જ કારણ છે. આપણો પુરુષાર્થ એમાં મુખ્યપણે કારણ નથી. ચરમાવર્તકાળ કઈ રીતે મળે છે અથવા મળી ગયો છે કે નહિએનો વિચાર કર્યા વિના તે કાળમાં ધર્મ કઈ રીતે કરવો, તે માટે શું કરવું જોઈએ..ઇત્યાદિનો વિચાર કરી ધર્મની આરાધના માટે પ્રયત્નશીલ બનવું જોઇએ. વૃક્ષ ઉપર કેરી લાવી ના શકીએ પરનું વૃક્ષ ઉપર આવેલી કેરી પકવવાનું કાર્ય કરી શકાય છે. ચરમાવર્નમાં આવ્યા પછી પુરુષાર્થ કરી આપણે ફળ પામી શકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org