________________
સંસારના સુખ ઉપરના રાગનું પ્રમાણ ઓછું કરી અને દુઃખ ઉપરના વેષનું પ્રમાણ ઓછું કરી આ મિથ્યાત્વને મંદ કરી શકાય છે. શ્રી વીતરાગપરમાત્મા જેવા દેવ મળ્યા, નિર્ઝન્થ જેવા સદ્ગુરુ મળ્યા, અને તેઓશ્રીએ બતાવેલા શુદ્ધધર્મનો પરિચય થયો તો પછી શા માટે અન્ય દેવ ગુરુ કે ધર્મની સેવા કરી આપણે મિથ્યાત્વથી વાસિત બનવું જોઇએ? જ્ઞાન મળ્યા પછી અજ્ઞાનમૂલક પ્રવૃત્તિ કરવાનું કોઇ જ કારણ નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મ કરતાં આ જગતમાં એવી કોઇ સારી વસ્તુ નથી કે જેને મેળવવા માટે આપણને કાંઇ કરવું પડે. જ્યારે પણ સુદેવ સુગુરુ અને સધર્મને છોડીને કુદેવ કુગુરુ કે કુધર્મની ઉપાસના કરવી પડે છે, ત્યારે સમજી લેવું જોઈએ કે આપણે મિથ્યાત્વના પરિણામ તરફ જ ખસી રહ્યા છીએ. “મોક્ષ કે તેનાં સાધનો; સુદેવ સુગુરુ અને સદ્ધર્મની આરાધનાથી જ મળે છે અને કુદેવાદિની આરાધનાથી તે મળતાં જ નથી.” આવી પ્રતીતિ ન હોય ત્યારે મિથ્યાત્વનો પરિણામ પડેલો છે જ. તેથી તેને આધીન બની અનેક દુષ્ટ પ્રવૃત્તિઓ ધર્મના નામે થતી હોય છે. ખૂબ જ ભયંકર છે મિથ્યાત્વ ! ખૂબ જ ભયંકર છે સંસારના સુખની આસતિ અને દુઃખ ઉપરની નફરત! જેને લઇને આ સંસારમાંથી ખસવાનો વિચાર જ આવતો નથી. એક અન્તર્મુહૂર્ત માટે પણ એ મિથ્યાત્વનો પરિણામ નાશ પામે તો પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનના પુણ્ય પ્રભાવે અર્ધ પુદ્ગલપરાવર્તકાળે તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org