________________
આવી જ રીતે કર્મબંધના કારણભૂત પ્રમાદનો પણ ત્યાગ કરવો જોઈએ. વિષય, કષાય, મદિરા, નિદ્રા અને વિકથા સ્વરૂપ પાંચ પ્રમાદ છે. વિષય-કષાય પ્રસિદ્ધ છે. માદક દ્રવ્યોનું પરિસેવન પ્રમાદ છે, જેથી સ્વાધ્યાયાદિનો નાશ થાય છે. નિદ્રા અને વિકથા પણ સ્વાધ્યાયાદિના વિઘાતક હોવાથી પ્રમાદ છે. ચૌદ પૂર્વધરોને પણ નિગોદમાં જવું પડતું હોય તો તે પ્રમાદના કારણે. ઉત્તમમાં ઉત્તમ એવા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમને હારીને અત્યન્ત અલ્પ એવા ક્ષયોપશમને પામવાનો પ્રસંગ આ પ્રમાદના કારણે આવે છે. સ્વાધ્યાયમાં રસ ન જાગે તો પ્રમાદને દૂર કરવાનું કોઇ રીતે શક્ય નથી. સાધુપણામાં એ દોષ નડ્યા વગર રહેતો નથી. પ્રમાદના કારણે આજ સુધી આપણે કંઇ-કેટલું ય ગુમાવ્યું છે. પણ પ્રમાદના કારણે એનો વિચાર કરવા માટે પણ સમય મળતો નથી.
મન, વચન અને કાયા : આ ત્રણ પ્રકારના યોગ છે. યોગના કારણે પણ કર્મ બંધાય છે. યોગનો વિરોધ કર્યા પછી સર્વથા અબંધ અવસ્થાની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી યોગનું અસ્તિત્વ છે, ત્યાં સુધી કર્મબન્ધ છે જ. તેથી શક્ય પ્રયત્ન મન, વચન અને કાયાને અશુભ માર્ગે જતાં રોકીને શુભ માર્ગે પ્રવર્તાવવાં જોઈએ; જેથી અશુભ કર્મોનો બંધ ટળે છે. સર્વથા કર્મબન્ધ ન ટળે તો આ સંસારનો અન્ત કઈ રીતે આવે? કર્મના યોગે આ સંસાર છે. જે જેના યોગે હોય તેનો અન્ત તેના વિયોગે જ હોય એ સમજી શકાય છે. કર્મ અનાદિના
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org