________________
દેશવિરતિની પ્રાપ્તિ પછી એની વિશુદ્ધ પરિણતિથી ચારિત્ર મોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય ત્યારે જીવને છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકે સર્વવિરતિનો પરિણામ પ્રાપ્ત થાય છે. અભ્યન્તર ચારિત્રની શરૂઆત અહીં થાય છે. ઘણી વખત બાહ્યદૃષ્ટિએ ચારિત્રની આરાધના દેખાતી હોવા છતાં ત્યારે જીવો પ્રથમ અથવા ચોથા ગુણઠાણે હોય એવું બનતું હોય છે. અને કોઇવાર બાહ્ય રીતે ચારિત્રનું ગ્રહણ કર્યું ન હોય તો ય આન્તરિક પરિણામને લઇને છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ થતી હોય છે. ગુણસ્થાનકો આત્માના તે તે પરિણામ સ્વરૂપ છે; બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ નથી-એ યાદ રાખવું. ભવસ્વરૂપ અટવીનું ઉલ્લંઘન કરવા માટેનું આ, એકમાત્ર સાધન છે. એની જેને પ્રાપ્તિ થઇ છે તેના ભાગ્યનું વર્ણન કરી શકાય એવું નથી. અહીં પહેલા બાર કષાયો ઉદયમાં હોતા નથી. પ્રત્યાખ્યાનના ચારેય કષાયોનો ઉદય ટળી જવાથી સર્વવિરતિના પરિણામનો ઘાત થતો નથી. સંજવલનના ચાર કષાયનો ઉદય હોવાથી આ ગુણસ્થાનકે પ્રમાદનો સંભવ હોવાથી તેને પ્રમત્ત ગુણસ્થાનક કહેવાય છે. એ મુજબ અહીં અતિચારો લાગવાનો પણ સંભવ હોય છે. સામાન્ય રીતે ઉપયોગનો અભાવ પ્રમાદ છે. સ્કૂલ દૃષ્ટિએ વિષય કષાય નિદ્રા વિકથા અને મદિરા-આ પાંચ પ્રમાદ છે. એક વખત દશપૂર્વના જ્ઞાતા યુગપ્રધાન શ્રી વજસ્વામીજીએ સુંઠનો ટુકડો વાપરતી વખતે કાન ઉપર મૂકેલો. વાપર્યા પછી તે વાપરવાનો રહી ગયો. સાંજે પ્રતિક્રમણ વખતે કાનની પ્રમાર્જનાથી તેનો ખ્યાલ આવ્યો. ત્યારે તેઓશ્રીને લાગ્યું કે પ્રમાદ થયો. આવા પ્રમાદથી પોતાના
Jain Education International
For Private & Perso
only
www.jainelibrary.org