________________
આ રીતે જીવને ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ થયા પછી કર્મસ્થિતિનો હ્રાસ થવાથી તેને દેશવિરતિગુણસ્થાનકની (પાંચમા ગુણઠાણાની) પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનને પામેલા જીવને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટપણે સમજાય છે. સર્વ સાવધ યોગથી (અઢાર પાપસ્થાનકથી) વિરામ પામવા સ્વરૂપ સાધુધર્મને છોડીને બીજો કોઇ પણ ધર્મ વાસ્તવિક નથી. અવિરતિ સાથેનો ધર્મ અધર્મ સાથે છે. સર્વથા ધર્મ સ્વરૂપ નથી-એનો એ આત્માઓને સતત ખ્યાલ હોવાથી તેઓ વિરતિ પ્રાપ્ત કરવાના પરિણામમાં સતત રમતા હોય છે. ઇચ્છા વિરતિની હોય અને કર્મ-ઉદયના કારણે તેની પ્રાપ્તિ ન થાય ત્યારે આત્માની મનઃસ્થિતિ કેવી હોય તે તો અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓ વર્ણવી શકે. આપણે તો માત્ર કલ્પના કરી શકીએ. ઇચ્છા મુજબ ન મળે તો દુઃખનો અનુભવ આપણે કરીએ છીએ. તેમ ચોથા ગુણસ્થાનકે રહેલા આત્માઓને અવિરતિનું દુઃખ સતત હોય છે. આવી સ્થિતિમાં સર્વાશે નહિ તોય જેટલા અંશમાં પ્રાપ્ત થઈ શકે તેટલા અંશમાં તેઓ વિરતિને ગ્રહણ કરતા હોય છે. જેથી તેઓ દેશવિરતિગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનકે દેશવિરતિનો ઘાત કરનારા અપ્રત્યાખ્યાનસંબંધી ક્રોધ માન માયા અને લોભનો ઉદય હોતો નથી. કષાયની મન્દ તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ માત્રા હોય તો તેને અનુક્રમે સંજવલન પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન અને અનન્તાનુબંધી ક્રોધાદિ કષાયરૂપે વર્ણવાય છે. એ દરેકના સ્થાનમાં અસંખ્યાત ભેદો છે. અનન્તાનુબંધીના ક્રોધાદિ ચાર કષાયો સમ્યગ્દર્શનનો ઘાત કરે છે. અને અપ્રત્યાખ્યાનના તે કષાયો દેશવિરતિનો ઘાત કરે છે.
Jain Education International
For Private
Personal Use Only
www.jane brary.org