________________
શ્રદ્ધા, તીવ્ર નિર્વેદ, મોક્ષની ઉત્કટ અભિલાષા અને આત્માની પ્રશમ અવસ્થા વગેરે સમ્યગ્દર્શનનાં અનુમાપક લક્ષણો છે. ઉત્કટ કોટિની ધીરતા, અનુપમ વિવેક, નિર્મલજ્ઞાન અને પુણ્યથી મળેલાં સુખોને પણ ભયંકર માનનારું વિશુદ્ધ મન વગેરે સમકિતીઓનો આન્તરિક વૈભવ છે.
આ રીતે મિથ્યાત્વગુણસ્થાનકેથી જીવ ચોથા અવિરત સમકિતીના ગુણસ્થાનકે ગયા પછી જ્યારે પડે છે ત્યારે જીવને ‘સાસ્વાદન’ ગુણસ્થાનકની (બીજા ગુણઠાણાની) પ્રાપ્તિ થાય છે. તે વખતે સામાન્યપણે ‘સમ્યક્ત્વ'નો અલ્પ સ્વાદ આવે છે; તેથી બીજા ગુણસ્થાનકને સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે. ખૂબ જ અલ્પ સમયનું એ ગુણસ્થાનક છે. ચોથા ગુણસ્થાનકે મિથ્યાત્વમોહનીયકર્મનાં શુદ્ધ પુદ્ગલો ઉદયમાં હોય છે. એ વખતે પરિણામની મંદતા થતા જ્યારે શુદ્ધાશુદ્ધ-મિશ્ર એવાં તે પુદ્ગલો ઉદયમાં આવે તો આત્મા ચોથા ગુણસ્થાનકથી ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે છે જેથી તે વખતે તેને શ્રદ્ધા કે અશ્રદ્ધા જેવો પરિણામ હોતો નથી. ન તો શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા ધર્મ પ્રત્યે તે વખતે જીવને રુચિ થાય છે કે ન તો અરુચિ થાય છે. બીજા ગુણસ્થાનકનો કાળ છ આવલિકા સુધીનો છે. અને ત્રીજા ગુણસ્થાનકનો કાળ એક અન્તર્મુહૂર્તનો છે. ત્યાર પછી બીજા ગુણસ્થાનકેથી જીવ અવશ્ય પ્રથમ ગુણસ્થાનકે જાય છે. અને ત્રીજા ગુણસ્થાનકેથી જીવ પહેલા અથવા ચોથા ગુણસ્થાનકે જાય છે.
Jain canon pienet
16
library.org