SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ સારભૂત મનનીય સંગ્રહ : પ્રવચનકાર : પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યભગવન્ત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા * મરીને ક્યાં જવું છે-એનો વિચાર કર્યા વિના જીવનની શરૂઆત કરે એ ભણેલો પણ અભણ છે. * ઇન્દ્રિયો અને મનનો રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દાદિ વિષયોમાંથી નિગ્રહ કર્યા વિના શુભધ્યાન શક્ય નથી. શરીરના પૂજારીઓ કદી ધ્યાન કરી શકતા નથી. ધ્યાન કરવા માટે સૌપ્રથમ વિષય-કષાયરૂપ સંસાર ભૂંડો લાગવો જોઇએ અને શરીરનું મમત્વ ટળવું જોઇએ. * શરીર એ આત્માને વળગેલું ભૂત છે. ભૂત પાસે ધર્મનું કામ લે તે ડાહ્યો અને ભૂતના કામ કરે તે મૂર્ખ ને ! * કુલ કદી મોઢે બોલે નહીં કે મારામાં સુગંધ છે. તેમ દાતા કદી એમ ન બોલે કે મેં દાન કર્યું. * શરીર અને ઇન્દ્રિયોના ગુલામ એ મુડદાસમાન છે, આવા મુડદાઓને મોક્ષ કદી સંઘરે નહિ. સંસાર પરિણામે ભૂંડો, મોક્ષ સારો અને સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા ધર્મ કરવાનો. આ ત્રણ મુખ્ય વાત સદ્દગુરુએ તમને કરવાની છે અને આ ત્રણ વાતો કહેવા માટે બધાં શાસ્ત્રો રચાયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy