________________
કરે છે. પરન્તુ ત્યાં માત્ર અન્તર્મુહૂર્તૃકાળ માટે સર્વથા મોહનીયના અભાવની દશા(વીતરાગતા)ને અનુભવી પતન પામે છે. એવી દશામાં પતનશીલ પરિણામના કારણે પડતા પડતા છેક મિથ્યાત્વ સુધી પણ તે મહાત્માઓ જતા હોય છે. આ રીતે અગિયારમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યા પછી આત્માનું પતન જ થાય છે. અર્થાત્ અગિયારમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકે કોઇ પણ રીતે જવાતું નથી. આખાય ભવચક્રમાં જીવને સામાન્યથી ચાર વાર અને કર્મગ્રન્થાભિપ્રાયે પાંચ વાર ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોય છે. અને અગિયારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ ચાર વારથી વધારે વાર થતી નથી...આ રીતે ગુણસ્થાનકોનું સ્વરૂપ સંક્ષેપથી વર્ણવ્યું છે. વિસ્તારથી એ સમજવા માટે જિજ્ઞાસુઓએ કર્મગ્રન્થના અધ્યયનાદિથી એ જાણી લેવું.
ગુણસ્થાનકોનું સ્વરૂપ વિચારીને તેને પ્રાપ્ત કરવા ખૂબ જ પ્રયત્નશીલ બનવું જોઇએ. ધર્મનું વાસ્તવિક ફળ જ એ છે. અને ધર્મ પણ એ ફળને પ્રાપ્ત કરાવીને જ વાસ્તવિક બને છે. અન્યથા ઉત્તરોત્તર ગુણસ્થાનકની પરિણતિ વિશુદ્ધ ન બને તો ત્યારનો તે ધર્મ વાસ્તવિક નથી. બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મ, પરિણામ સ્વરૂપ ધર્મનું કારણ બને તો જ તેને ઉપચારથી ધર્મ કહેવાય છે. ચિત્તમાં ઉત્પન્ન થયેલો ધર્મનો પરિણામ; વાસ્તવિક ધર્મ છે. અને તેને લઇને થનારી પ્રવૃત્તિ; ઉપચારથી ધર્મ કહેવાય છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલ ધર્મને તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ આરાધવાના વિશુદ્ધ ચિત્તના પરિણામને સાચો ધર્મ કહેવાય છે.
~~~~~~~~~
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org