SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામાં મરવાનો ડર અને જીવવાનો લોભ એનામાં નબળાઇનો પાર ન હોય. * સર્વત્યાગ એ જ શાશ્વત સુખનો માર્ગ છે. * સુખ ઉપર ગાઢો દ્વેષ એ જ શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે. એના ઉપર પ્રબળ ઘા કરવો એ અપૂર્વકરણ છે. એનાં મૂળિયાં ઉખેડી નાંખવાં એ અનિવૃત્તિકરણ છે. હું આત્મા છું, હું શરીર નથી, શરીર... આદિ જગતનું કાંઇ મારું નથી. શુલ્ક દર્શન-જ્ઞાનાદિ મારી વસ્તુ છે. આ વિચાર આવે ત્યારે જ્ઞાન-સંજ્ઞાનું દ્વાર ખુલ્લું થાય. * નાશવંત ચીજો ઉપર મારો અધિકાર છે એવો દાવો કરવો એ બેવકૂફનું કામ છે, જ્યારે અધિકાર ઉઠાવી લેવો એ મુમુક્ષનું કામ છે. માગીને મેળવેલી સંસારની ચીજ સુખ આપવા અસમર્થ બને છે, પરંતુ મોટેભાગે મળેલું જ એને રિબાવે છે. તમને આજે જે મળ્યું છે તેમાં સંતોષ ખરો ? અધિક મળે તો દાન કરવાનું ખરું ? પાપોદયે મળેલું જાય તો બિલકુલ અફસોસ નહીં એમ નક્કી ખરું ? માટે એવા તુચ્છ-વિનશ્વર સુખમાં લેશમાત્ર ભ્રમિત થવા જેવું નથી. * ધર્મથી મળેલી સંસારની સારી પણ ચીજ જેને હૈયાથી ન રુચે એ જ ધર્મી બની શકે અને મનથી મૂકીને મરે એનું જ સમાધિમરણ થાય. 39 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy