Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 50
________________ અનંત-ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ, કે જે આજ સુધી ભૂતકાળમાં અનંતા થઈ ગયા, વર્તમાનમાં વીશ અરિહંતો વિચરી રહ્યા છે, ભાવિકાળમાં અનંતા અરિહંતો થશે; “નમો અરિહંતાણં' પદથી આપણે તે બધા પરમાત્માઓને નમસ્કાર કરીએ છીએ. એ બધા મહાપુરુષોએ આ સંસારમાં મુક્તિની સાધનામાં સીધી ઉપયોગી થાય એવી ચીજની જ દુર્લભતા વર્ણવી. દુનિયાની સુખસાહ્યબીની અનંતજ્ઞાનીઓને મન કોઈ કિંમત નહિ. અજ્ઞાની જીવો માટે એકાંતે નુકસાનકારક, મુક્તિની સાધનામાં સીધાં ઉપયોગી સાધનો : (૧) મનુષ્યજન્મ (૨) સદુગર મુખે જિનવાણી-શ્રવણ (૩) અવિહડ શ્રદ્ધા (૪) ચારિત્રમાર્ગમાં પુરુષાર્થ. ભગવાને પહેલો સંદેશ આપ્યો : ૧) સુખ છોડવાજેવું છે. ૨) દુઃખ વેઠવા જેવું છે. ૩) દુઃખ ઉપર દ્વેષ થાય એ મૂર્ખ જીવ. ૪) સુખ ઉપર રાગ થાય તે મહામૂર્ખ જીવ. ૫) સુખના રાગ ઉપર દ્વેષ અને દુઃખના દ્વેષ ઉપર - દ્વેષ કેળવવો, એ ધર્મનો પાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64