Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 58
________________ સંસાર ભૂંડો લાગ્યા વિનાની ધર્મસાધના એ ખરેખર સંસારથી નિસ્તાર ન કરે, એટલા જ માટે અભવી, દુર્ભવી, ભારેકમ ભવી, દુર્લભબોધિ જીવો બાહ્યથી ઘણી ધર્મસાધના કરે, માખીની પાંખને દુભામણ ન થાય તેવું અપ્રમત્ત ચારિત્ર પાળે, તેના ફળરૂપે ઉચ્ચ દેવલોકમાં પણ જઇ આવે, પરંતુ સંસારથી નિસાર ન પામે, મોક્ષે ન જાય. કેમ કે એ બધી સાધના ઉચ્ચ સુખ માટે છે, સંસારથી છૂટવા કે પરમપદને મેળવવા નથી. સંસારથી છૂટી મોક્ષે જવાની ઈચ્છાવાળા જ માત્ર ધર્મ કરનારા છે. બાકી બીજા જ હેતુથી ધર્મ કરનારા જીવો ખરેખર ! અધર્મ જ કરી રહ્યા છે. સંસારમાં ફાવે ત્યાં સુધી ધર્મ ન થાય. સંસાર એ રોગ છે. મોક્ષ એ આરોગ્ય છે. ધર્મક્રિયા એ પથ્ય છે. સંસારકિયા એ કુપથ્ય છે. સંસારી જીવો એ દર્દી છે. અરિહંતો એ સર્જન ડૉ. છે. સુસાધુઓ એ કંપાઉન્ડર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64