Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 53
________________ સંસાર : મેલા આત્માઓનો ઢગલો. મોક્ષ: શુદ્ધ આત્માઓનો સમૂહ. દાન : લક્ષ્મી-ડાકણથી છૂટવા માટે છે. શીલ : ભોગ-ભૂતાવળથી છૂટવા માટે છે. તપ: ખાવું-પીવું-મોજમજાના નાશ માટે છે. ભાવ : ભવ યાને સંસારથી છૂટવા માટે છે. આવી સમજણપૂર્વક દાનાદિ કરનારા કેટલા? સુખરસિક જીવો અધમ : દુઃખથી ગભરાનારા. પુણ્યરસિક જીવો મધ્યમ : પાપથી ગભરાનારા. મોક્ષરસિક જીવો ઉત્તમ : સુખથી ગભરાનારા. આજની દુનિયામાં આ ત્રણનો સુયોગ છે. - ધનની અધિક પડતી જરૂરિયાત અને તે કોઈ પણ રીતિએ મેળવવાની વૃત્તિ-એ, શાહને ચોર બનાવે; શેઠને શઠ બનાવે; સાહેબને શેતાન બનાવે એ સુનિશ્ચિત છે. શ્રાવક-શ્રાવિકા એ સાધુ થવાના લક્ષ્યવાળા હોય. જો એ ધ્યેય નથી તો ભગવાનના સંઘમાં ન કહેવાય. શ્રાવકને ઘર-પેઢી ચલાવવી પડે, માટે ચલાવે, ચલાવવી જ જોઇએ એવી માન્યતાવાળા તે ન હોય. 50 % Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64