Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 54
________________ ‘‘નમો અરિહંતાણ-નમો સિદ્ધાણં'’ ગણનારને અરિહંત કે સિદ્ધ થવું છે ? એ માટે સાધુપણાનો ખપ છે ? એ લક્ષ્ય વિના બીજા જ ધ્યેયથી ગણનારા મિથ્યાત્વી છે. ܀܀܀ સંયમ એટલે : મળેલા સુખને છોડવું, આવે તો લેવું નહિ. ભવિષ્યમાં ઇચ્છવું નહિ, દુઃખ મજેથી ભોગવવું. સંયમ કેમ સારું ઃ હિંસા કરવી નહિ, ખોટું બોલવું નહિ, ચોરી કરવી નહિ, સુખનો ભોગવટો નહિ, પરિગ્રહનો સંગ્રહ નહિ. “આપણે બધાએ અહીંથી, બધું મૂકીને જવાનું છે.’” એ વાતની બરાબર પ્રતીતિ થાય તો જીવનની સાર્થકતાનું બારઆની કામ થઇ જાય. કોઇ પણ જીવ જગતમાં એકની એક સ્થિતિમાં સદાને માટે રહી શકતો નથી, એને મરવાનું જ છે. ܀܀܀ ધર્મોપદેશ માટે લાયક કોણ ? જે માણસ સુખ અને સુખના સાધન પૈસાને ભૂંડો ગણે, પૈસા માટે અનીતિના આચરણને અતિભૂંડું ગણે અને નીતિના ઉદ્યમથી જે મળે, તેમાં સંતોષ માને, તે જ માણસ ધર્મોપદેશ માટે લાયક. ܀܀܀ પોતાના માલિક-સ્વજન-મિત્ર-ભલો માણસ-વિશ્વાસુ વગેરેના વિશ્વાસનો ભંગ ન કરવો એનું નામ નીતિ અને એનાથી ઊલટી અનીતિ. 51 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64