Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 55
________________ “સંસાર ભૂંડો, મોક્ષ સારો અને સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા ધર્મ કરવાનો.” આ ત્રણ વાત જ અમારે તમને કરવાની છે. આ ત્રણ કહેવા માટે જ બધાં શાસ્ત્રો રચાયાં છે. આપણું કલ્યાણ લઘુમતી, બહુમતી કે સર્વાનુમતી પ્રમાણે ચાલવામાં નથી. પણ શાસ્ત્રમતિ (જિનાજ્ઞા) પ્રમાણે ચાલવામાં છે. પુણ્યથી મળેલા કે મેળવેલા સુખમાં લહેર કરવી એટલે આપણા હાથે જ દુર્ગતિ ઊભી કરવી. આજે ભગવાન થવા માટે ભગવાનને પૂજનારા; સાધુ થવા માટે, સાધુની સેવા-ભક્તિ કરનારા; ધર્મ પામવા માટે ધર્મને સાંભળનારા-કરનારા કેટલા જીવો ? જો ભગવાન કે સાધુ થવાની તથા ધર્મ પામવાની વૃત્તિ નથી અને ઘણો ધર્મ કરે છે તો એ ખરેખર ! ધર્મ કરવા છતાં અધર્મની જ પુષ્ટિ કરે છે. * સાધુને ગામમાં ઘર નહિ. * બજારમાં પેઢી નહિ. * જંગલમાં જમીન નહિ. * બેંકમાં ખાતું નહિ. * પાસે કોડી નહિ. Jain Cucator International દ૬૦૦ or private Personal Use On Www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64