Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 40
________________ * જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીનું ભાજન ઓ મનુષ્ય-જન્મ છે-એમ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. ફરમાવે છે. આ વાત તમને તમારી માએ, બાપે કે શિક્ષકે કહી છે? કોઇ કોલેજમાં ભણાવવામાં આવી છે? * આવા દેવદુર્લભ મનુષ્યજન્મમાં ભોગકર્મ કે પાપકર્મ કરવાં તે સુવર્ણકાળમાં મદિરા ભરવા જેવું છે. આ વાત સમજાય તો જ ભગવાને આઠ વર્ષે દીક્ષા કેમ કહી છે - એ વાત તમારા મગજમાં ઊતરશે અને પછી જરૂર દીકરા-દીકરીને આ કલ્યાણકારી વાત કહ્યા વિના રહેવાના નહીં ને? કે આત્મહિત હોય તો સંયમના માર્ગમાં છે. જ્ઞાનીઓના મુખે દેહ-સુખની મઝાના પરિણામમાં ઊભાં થતાં ગર્ભનાં દુઃખો, જન્મનાં દુઃખો, મૃત્યુનાં દુઃખો, નરકનિગોદાદિનાં ભયંકર દુઃખોનું વર્ણન સાંભળો અને વિચારો તો ન છૂટતું સંસાર-સુખ છોડવું સરળ બની જશે. ' ભગવાનના કાળમાં પણ બહુમતી થઈ નથી તો તમે શું કરવાના છો ? બહુમતીના નામે, એકતાને નામે અહીં ટોળાં ભેગાં કરશો તો તમારું પણ લૂંટાઈ જવાનું છે. તોફાનીને નાવડીમાં પરાણે ન બેસાડાય, નહીં તો એય ડૂબે અને નાવડીને પણ >> A , ડુબાડે. અયોગ્યને તારવાની મહેનત કરાય નહીં, ભગવાન પણ લાયકને જ તારે. અભવી, દુર્ભવી, ભારેકર્મી ભવી, લઘુકમ પણ આળસુને ન તારે, પણ લઘુકર્મી ઉદ્યમીને જ તારે. Jain Education International For Private & Personal use only. www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64