Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 44
________________ મોભા મુજબ સંસારમાં રહેવું જોઇએ એવી મતિ છે, પણ મોભા મુજબ ધર્મ કરવો જોઈએ એવી મતિ નથી. એ જ સૂચવે છે કે પાપાનુબંધી પુણ્ય છે. * શાસ્ત્ર સાંભળવાનું સમજવા માટે, સમજીને સહવા-શ્રદ્ધા માટે, સદ્દહીને આચરણમાં મૂકવા માટે છે. તો જ શ્રવણ, જિજ્ઞાસા સાર્થક છે. દિર્ઘદૃષ્ટિથી વિચારશો તો ખબર પડશે કે આજનું વિજ્ઞાન એ માણસજાતને ગુલામ બનાવવાનો કીમિયો છે. દયા અને શીલ સદાચારના સારા આચારને ખેદાનમેદાન કરનાર હથિયાર છે. * મિથ્યાત્વ ન હોય તો જગતમાં સારું લાગવા જેવું શું છે? * અવિરતિ ન હોય તો જગતમાં લેવા જેવું શું છે ? * કષાય ન હોય તો આપણું ભૂંડું કરનાર કોણ છે ? * યોગો ન હોય તો આપણને ચંચળ કરનાર કોણ છે ? * શ્રદ્ધાપૂર્વકનું થોડું પણ જ્ઞાન એ મૂડી છે, શ્રદ્ધા વગરનું ઘણું પણ જ્ઞાન એ બોજો છે. જગતના જીવો શરીરની પીડાના નાશને ઇચ્છે છે. રાગાદિની પીડાનું તેને કાંઇ જ્ઞાન જ નથી, હમણાં શરીરના રોગ મટાડવાનો પ્રયત્ન ચાલે છે અને માનસિક રોગ વધારવાનો પ્રયત્ન ચાલે છે. ઇચ્છાઓથી માનસિક રોગો વધે તો શરીરના રોગ જવાના છે? રાગનો રોગ નાબૂદ કર્યા વિના કાંઈ વળે એવું દેખાતું નથી. Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64