Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 36
________________ હૈયામાં હોય તેને ધર્મના મનોરથ જાગે અને શક્તિ મુજબ કરે એ પ્રવૃત્તિ. પ્રવૃત્તિ શરૂ થાય એટલે વિનો આવે. તેનો તે દૃઢપણે સામનો કરે એટલે વિષ્ણજય થાય અને વિનય થયો એટલે તેને સિદ્ધિ મળે, આવો સિદ્ધ થયેલો ધર્મ યોગ્ય જીવોને આપવાનું મન થાય, અને આપે તે વિનિયોગ. આ પાંચ આશય સાચવીને થતી ધર્મક્રિયાઓ ફળવતી છે. * હે વીતરાગ ! તારી સેવા કરતાં તારી આજ્ઞાનું પાલન એ તારી મોટામાં મોટી સેવા છે. આરાધના આજ્ઞાને અનુસરાય ત્યારે થાય. માટે ભગવાનની આજ્ઞા સમજવા માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ વાતમાં વિવાદ ઊભો થાય ત્યારે ગીતાર્થ જ્ઞાની પુરુષો ને શાસ્ત્રો શું કહે છે - તે જોવું જોઇએ અને ન સમજાતી વાતનો સદ્દગુરુ પાસે જઈ નિશ્ચય કરવો જોઇએ. અન્યથા ઘર-બેઠા કે મન મનાવ્યું ઠેકાણું પડે એવું નથી. * ભવનો ભય, પાપનો ભય, દોષનો ભય ? એ ધર્મે ચઢવા માટેનું પગથિયું છે. ધર્મમાં આગળ વધારનાર, ધર્મમાં સ્થિર કરનાર અને અંતે મોક્ષે પહોંચાડનાર પણ એ જ છે. * સમાધિનો જેને ખપ હોય તે દુઃખ વેઠવાની ટેવ પાડે. સંસારનું સુખ મળે છતાં ન લેવાની ટેવ પાડે. ઘરમાં પચાસ ચીજ બને પણ તે પાંચથી કામ કેમ પતે તેવો અભ્યાસી-વૈરાગી બની જાય તો સમાધિ દુષ્કર નથી. Jain Education International For Private & Personal Use Orily www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64