Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 35
________________ * માથા ઉપર ચિંતાની સગડી અને હૈયામાં અશાન્તિની આગ - એવા કાળમાં પણ તમને જો સુખ લાગે તો તેવાઓને (મોહમૂઢોને) ભગવાનનો માર્ગ ઓળખાવવો મુશ્કેલ છે. * પુણ્યનો રસ છે, પાપનો રસ નથી, ધર્મ ગમે છે અને મોક્ષે " જવું છેઃ આ ચાર વિચારવાળો ગમે ત્યાં મરે તોપણ એના માટે સદ્ગતિ નક્કી. * વિમાન આકાશમાં ઉડાડે પણ ખામીવાળું હોય તો મારી પાડે તેમ ગુરુ તારનારા ખરા પણ દર્શનાદિની ખામીવાળા હોય તો ડુબાડે પણ ખરા ! માટે સ્વ-પરતારક ગુરુની ઓળખ જરૂરી. * વીતરાગ-દેવમાં દેવબુદ્ધિ, સદ્ગમાં ગુરુબુદ્ધિ અને કેવલી ભાષિત ધર્મમાં ધર્મબુદ્ધિ સાથે અદેવમાં-દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિનો ત્યાગ એ સમત્વ છે. ધન અને ભોગ ઉપર ખરેખર તિરસ્કાર જાગે તો જ સંસારથી વહેલા મુક્ત થઈ શકાય. સાસરે ગયેલી બાઈ પિયરિયા મળે કે એનું દુઃખ રોવા બેસે, તેમ પાપ કરનારને હિતૈષી મળે કે પાપ રોયા વગર ચેન ન પડે, કેમ કે સમકિતીને પાપનો ડંખ-ભય ભારે હોય છે, તથા સત્તરે પાપ મહાબોજારૂપ લાગે છે. જિનોક્ત ધર્મ જ કરવાયોગ્ય છે અને અધર્મ કરવાયોગ્ય નથી જ - એવો નિર્ણય એ પ્રણિધાન. આવું પ્રણિધાન જેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64