Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 31
________________ * અધઃપતન કરનારી ચીજો સંસારમાં ઠેરઠેર ભરી પડી છે. તેમાંથી બચવું હોય તો નજર વીતરાગ-શાસનની સામે રાખો. સંસારમાં જોવાલાયક અરિહંત ભગવાન અને તેમના માર્ગે ચાલનારા સુસાધુ છે, જે આત્મહિતમાં પુષ્ટ આલંબનભૂત છે. ધર્મમાં અનાદર એ પહેલું પાપ અને પોતાનું બચાવી પારકાની સામગ્રીથી ધર્મ કરવો એ બીજું પાપ. આવી રીતે ધર્મ કરનારા પુણ્ય ઓછું બાંધે અને મૂચ્છનું પાપ વધારે. * મિથ્યાત્વ, અવિરતિ અને કષાય : એ ત્રણ આત્માના મહાન દુશ્મનોનો બધોયે નાચ ધન અને ભોગ ઉપર જ છે. * ધન અને ભોગની જેણે જગતમાં પ્રતિષ્ઠા ઊભી કરી તેણે જગતને અધઃપતનના માર્ગે વાળ્યું છે. * અર્થ-કામની લાલસા અનેક જન્મ-મરણાદિ રૂપ ભવદુઃખનું કારણ છે, એ લેશમાત્ર ભૂલવા જેવું નથી. * અર્થ અને કામમાં બેઠેલા છતાં હૈયાથી અર્થ-કામના વૈરી હોય તે શ્રાવક-શ્રાવિકા અને સંપૂર્ણપણે અર્થ અને કામથી વેગળા મુક્ત હોય તે સાધુ-સાધ્વી. * કડવી દવા પાવા માટે સાકર બતાવાય, પણ ઝેર પાવા માટે સાકર ન બતાવાય. સંસારના સુખની લાલચ બતાવી ધર્મ કરાવવો એ સાકર બતાવીને ઝેર પિવડાવવાનો ધંધો છે, એ ધંધો કરવાની ભગવાનની સખત મના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64