Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 22
________________ આયુષ્યની અલ્પતા જાણીને પૂજ્યશ્રીએ અનશન કરી લીધું હતું. આથી સમજી શકાશે કે પ્રમાદ કેટલો ભયંકર છે. પ્રમાદના અભાવને અપ્રમત્તતા કહેવાય છે, જે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. તેનો કાળ માત્ર અન્તર્મુહૂર્તનો છે. પછી તો આત્માને આઠમા ગુણઠાણાની પ્રાપ્તિ થતી હોય છે. અથવા તો પાછા છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે આત્માને આવવું પડે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે પરમ વિશુદ્ધિને પ્રાપ્ત કર્યા પછી પરમ મહાત્માઓને આઠમા ‘અપૂર્વકરણ’ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. અહીં મુખ્યપણે મોહનીયકર્મના વિનાશ માટેની તૈયારી પૂર્ણ કરવામાં આવે છે. આ ગુણસ્થાનકે એ રીતે ક્ષપકશ્રેણીનો આરંભ થાય છે. ઘાતિકર્મનો સર્વથા ક્ષય કરવામાં પ્રયત્નશીલ એવા આત્માઓને ક્ષપક કહેવાય છે. તેઓના ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામની ધારાને ક્ષપકશ્રેણી કહેવાય છે. મોહનીયાદિ ચાર ઘાતિ કર્મોના સર્વથા વિનાશની પૂર્વતૈયારી પૂર્ણ થયે છતે મહાત્માઓને ‘અનિવૃત્તિકરણ’ નામના નવમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. અહીં મોહનીય કર્મમાં માત્ર સૂક્ષ્મલોભનો ક્ષય થતો નથી. તેના સિવાયના મોહનીયકર્મના સર્વ પ્રકારો સર્વથા નાશ પામે છે. ‘સૂક્ષ્મસંપરાય’ નામના દશમા ગુણસ્થાનકે મહાત્માઓ સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય કરી ‘ક્ષીણમોહ’ નામના બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. જ્યાં શેષ ઘાતિકર્મોનો ક્ષય કરી ‘સયોગી કેવલી' નામના તેરમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં મહાત્માઓને શ્રી કેવલજ્ઞાન અને શ્રી કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે, જે; આત્માનો સ્વભાવસિદ્ધ સહજ ગુણ છે. જ્ઞાનાવરણીય, ~~~ www.jainefbrary.org 19 Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64