Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 25
________________ ધર્મ કરવાનું જેટલું સરળ છે, તેટલું જ અઘરું ધર્મ પામવાનું છે. ધર્મ કરવાની પ્રથમ અવસ્થામાં ધર્મ પામવાનું બધા જ જીવો માટે શક્ય ન બને. પરન્તુ ધર્મ પામવાની ભાવના કેળવી લેવામાં આવે તો એ દિશામાં થોડો પણ પ્રયત્ન થયા વિના નહીં રહે. શ્રી અરિહન્તપરમાત્માની પરમતારક આજ્ઞાથી પરિપૂર્ણ ધર્મ સાચો ધર્મ છે. પરતુ આજ્ઞાથી નિરપેક્ષ ધર્મ સાચો નથી. વસ્તુતઃ એ ધર્માભાસ છે. બાહ્યદૃષ્ટિએ તે ધર્મ જેવો દેખાય છે. પરન્તુ તેથી ધર્મના ફળની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વાદિની મંદતાદિના કારણે સામાન્યથી આત્માને સાચા ધર્મની પ્રાપ્તિ થાય છે. ઘાતિકર્મોના દ્વારા વિના શુદ્ધસાચા ધર્મની પ્રાપ્તિ શકય નથી. માત્ર બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે ધ્યાન આપવાનું અને આન્તરિક પરિણામ સામે સહેજ પણ ધ્યાન આપવાનું નહીં-આ સાચા ધર્મના અર્થીપણાનું લક્ષણ નથી. પેલા મહાત્મા નિત્ય વાપરવા છતાં નિત્ય ઉપવાસી હતા. અને પેલા રાજા વિષયસેવન કરવા છતાં બ્રહ્મચારી હતા. આનું રહસ્ય સમજાવતાં મહાત્માએ રાણીજીને જણાવ્યું હતું કે ખાવાની કે વિષયસેવનની પ્રવૃત્તિ હોવા છતાં ખાવાના કે વિષયસેવનના પરિણામનો અભાવ જ વસ્તુતઃ ઉપવાસ કે બ્રહ્મચર્ય સ્વરૂપ ધર્મ છે. માત્ર ખાવાની કે વિષયસેવનની પ્રવૃત્તિ માત્રથી ધર્મનો અભાવ થતો નથી. પરંતુ તે પ્રવૃત્તિની સાથે તેવા પરિણામ-અધ્યવસાય હોય તો ત્યારે અધર્મનો જ પ્રસિદ્ઘ હોય છે. ભૂતકાળના તેવા પ્રકારના નિકાચિત કર્મના ઉદયથી પાપની પ્રવૃત્તિ હોવા છતાં મિથ્યાત્વાદિની મંદતાને લઈને પાપનો પરિણામ ન હોય એ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. પર પુરુષમાં આસકત એવી %22 % Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64