Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 27
________________ પ્રકારના ક્ષમાદિ સ્વરૂપ યતિધર્મનું પાલન કરે છે. બાવીશ પરિસહ અને સોળ પ્રકારના ઉપસર્ગોને દીનતા વગર સહન કરે છે. યશ-અપયશ, માન-અપમાન અને હર્ષ-વિષાદ..ઇત્યાદિના પ્રસંગે તેઓશ્રી સમતામાં લીન બને છે. ગુરુપારતન્ય, અપ્રમત્તતા અને સ્વાધ્યાયમાં રમણતા..ઇત્યાદિ તેઓશ્રીનાં મુખ્ય લક્ષણો છે. કાલાદિના અનુભાવથી એ બધી જ ક્રિયાઓમાં થોડી થોડી શિથિલતા વર્તાય તોપણ પ્રરૂપણામાં તો શિથિલતા; તેઓશ્રી ક્યારેય આવવા દેતા નથી. વિશદ્ધ માર્ગની પ્રરૂપણા સ્વપરની માર્ગસ્થતાનું મુખ્ય સાધન છે. સાચા સાધુને ઓળખવા માટે ગુર્વાજ્ઞાનું પારતન્ય અને વિશુદ્ધ પ્રરૂપણા : આ બે ગુણો પૂરતા છે. સુખ છોડવાની અને દુઃખ વેઠવાની મુખ્ય વાતને અનુલક્ષી જેઓ પ્રરૂપણા કરતા હોય અને સર્વવિરતિધર્મને કેન્દ્રમાં રાખી જેઓ પ્રરૂપણા કરતા હોય; એવા પૂ. સાધુભગવન્તોની પ્રરૂપણા વિશુદ્ધ હોય છે. આવા શુદ્ધમાર્ગના પ્રરૂપક પૂ. ગુરુભગવન્તો પાસે માર્ગાનુસારી દેશનાના શ્રવણથી સાચા ધર્મનું જ્ઞાન થાય છે. ત્યાર પછી તેની વિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવા અથવા તેની સ્થિરતાને પ્રાપ્ત કરવા યોગશાસ્ત્ર, યોગવિંશિકા, યોગશતક, યોગબિન્દુ, યોગદૃષ્ટિ સમુચ્ચય, ઉપદેશરહસ્ય, અધ્યાત્મસાર...વગેરે ગ્રંથોનું અધ્યયન પૂ. ભવનિસ્તારક ગુરુભગવન્ત પાસે કરવું જોઇએ, જેથી વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ ખૂબ જ સરળતાથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64