Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 16
________________ કહેવાનો આશય એ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ આત્માના જ્ઞાનાદિગુણો સ્વભાવસિદ્ધ છે. કર્મનાં આવરણોના કારણે તે આવરાયેલા છે. પોતાનું-આત્માનું સ્વરૂપ શુદ્ધ સ્વયં પ્રકાશ્ય હોવા છતાં તેના અનુભવ માટે વર્તમાનમાં આપણને કર્મની સહાય જ અપેક્ષિત છે. અનન્તગુણોના સ્વામીને પણ જડ એવાં પુદ્ગલો ગુણોનો અનુભવ કરવા દેતાં નથી-એવી વિષમ પરિસ્થિતિ કર્મજન્ય છે. એને દૂર કર્યા વિના બીજો કોઈ જ ઉપાય નથી. આપણું જ આપણને અનુભવવા ના દે-એ કેમ ચાલે ? આપણી આંખ ગમે તેટલી નિર્મળ હોય પરંતુ તેમાં મોતિયો વગેરે રોગ ઉત્પન્ન થાય તો આપણને તેનાથી જોવા માટે ચશમાની જ સહાય લેવી પડે છે. આંખ જેની નિર્મળ હોય તેને જ ચશ્માની પણ સહાય કામ લાગે. તેમાં પણ ઓછા-વધતા નંબર કામ કરે. આપણી જ આંખ કે જેનો જોવાનો સ્વભાવ હોવા છતાં રોગાદિના કારણે ચશ્મા વગેરેની સહાયથી પોતાનું કામ કરે છે-એ આપણે સમજી શકીએ છીએ. આવી જ રીતે આપણા આત્માના ગુણો પણ કર્મના આવરણમાંથી જ વર્તમાનમાં આપણે અનુભવીએ છીએ. કાગળ વગેરે ગાઢ આવરણમાંથી જેમ ખૂબ જ અલ્પ દેખાય છે અને લગભગ દેખાતું નથી તેમ ગાઢ કર્યાવરણના કારણે આત્માના ગુણોનો આવિર્ભાવ નહીં જેવો હોય છે. તે ઔદયિક ભાવ છે. નિર્મલ કાચ વગેરેમાંથી જેમ ચોકખું-સ્પષ્ટ દેખાય છે તેમ વિશુદ્ધકર્મના અથવા અલ્પરસવાળા કર્મનાં આવરણોના કારણે આત્માના જ્ઞાનાદિગુણોનો સ્પષ્ટ આવિર્ભાવ (પ્રગટ થવું) થાય છે તે ક્ષયોપશમભાવ છે. આંખમાં પડેલા રક્ત કણ વગેરે સહેજ ખસી જવાના કારણે જેમ આંખથી Jain Education International for Private Personal use only www.janembrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64