Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 11
________________ અને પ્રતિજ્ઞાથી રહિત હોવાથી અવિરતિવાળા ગૃહસ્થો પ્રવૃત્તિ ન હોય તોય પરિણામને આશ્રયીને ભોગી હોય છે. ઇચ્છાનો ત્યાગ વિરતિ છે અને ઇચ્છાનો યોગ અવિરતિ છે. મિથ્યાત્વ, અવિરતિની જેમ કષાયો પણ કર્મબંધનું કારણ છે. ક્રોધ માન માયા અને લોભ : આ ચાર કષાયોનું સ્વરૂપ ખૂબ જ પ્રસિદ્ધ છે. જેનાથી સંસારની પ્રાપ્તિ થાય છે, તેને કષાય કહેવાય છે. ક્રોધના કારણે શિષ્ય ઉપર ગુસ્સે થનારા તપસ્વી મહાત્મા ચંડકૌશિક સર્પ થયા. વિદ્યાનો મદ (માન) કરવાથી શ્રી સ્થૂલભદ્રસ્વામી પૂર્ણ શ્રત ન પામ્યા. શ્રી બાહુબલીજી મહાત્માને એક વર્ષ સુધી માનને લઇને કેવલજ્ઞાન ન મળ્યું. માયાને કારણે લક્ષ્મણા સાધ્વીજી અસંખ્યાત ભવ સુધી આ સંસારમાં ભમ્યા. અને લોભના કારણે મમ્મણશેઠ વગેરે નરકાદિ ગતિમાં ગયા. આથી સમજી શકાશે કે કષાયોના કારણે કેવાં અશુભ કર્મોનો બંધ થાય છે. કષાયોથી ક્ષણવાર લાગે કે થોડો ફાયદો થાય છે. પરંતુ વાસ્તવિક રીતે તો કષાયથી સ્વ-પરનું અહિત જ થતું હોય છે. અપ્રીતિને કરનાર ક્રોધ છે. ગુણનો ઘાત કરનાર માને છે. અવિશ્વાસને પેદા કરનારી માયા છે. અને સર્વ અનર્થનું મૂળ લોભ છે – એમ સમજીને કોઈ પણ સંયોગોમાં કષાયને સેવ્યા વિના તેનાથી દૂર રહેવાનું ઘણું જ આવશ્યક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64