________________
મુનિશ્રી પૂર્ણભદ્રસાગરજી તરફથી “કાંઠે છીપ, તળીયે મોતી' નામે એક લઘુપ્રયત્ન થયો છે. ત્રિસ્તુતિક મુનિશ્રી જયાનંદવિજયજીનું “ગાગરમાં સાગર' પ્રકાશન પણ આંશિક પૂર્તિરૂપ છે.
મારા આ ઉપક્રમનો ઉદ્દેશ વાચક તથા અભ્યાસી સ્કોલર, સંશોધક વર્ગને “સંખ્યાત્મક શબ્દકોષ” દ્વારા તેવો શબ્દસમૂહ એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય તે રહ્યો છે.
છેલ્લાં એકાદ-બે વર્ષથી હું આ પ્રયત્ન કરતો રહ્યો તે પછી પ્રોફેસર શ્રી રસિકભાઈ એસ. મેહતાએ આ શબ્દકોષમાં યોગ્ય સુધારા-વધારા કરવા સાથે તેનું પરિમાર્જન કરીને પ્રેસકોપી તૈયાર કરી આપી. સ્નેહી શ્રી હરિભાઈ કોઠારીએ તેમનું મોંઘેરું મંતવ્ય” લખીને મોકલ્યું તે બદલ તેમને સાધુવાદ ઘટે છે.
જૈન યોગ ફાઉન્ડેશનના સહકારમાં “શ્રુતરત્નાકર ટ્રસ્ટ” તરફથી આજે આનું પ્રકાશન થાય છે, તેનું શ્રેય ડૉ.જિતેન્દ્રભાઈ બી. શાહને જાય છે અને સંપાદન કાર્યમાં સહાયક થવા માટે તેમણે સૂચનો પણ કર્યા છે.
વિદુષી સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીનો પણ સહયોગ હું ભૂલી શકે નહિ.
અહીં ગ્રંથમાં પ્રકાશિત સહસ્ત્રકૂટનું પ્રાચીન શિલ્પ જે વિ.સં.૧૭૭૪. જેઠ સુદ-૫ માં પ્રતિષ્ઠિત પંચધાતુમય છે. તે પાટણ, મણીયાતીપાડાના જિનાલયમાં આજે સુરક્ષિત છે – જે આ ગ્રંથની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
મુદ્રણમાં અવશ્ય વિલંબ થયો છે પણ આજે વિદ્ગદ્જનોના કરકમલમાં આ પ્રકાશન આવી શક્યું તેની પ્રસન્નતા છે.
પ્રાંતે ઉપકારી ગુરુજનોમાં સ્વ.ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસૂરિજી મ. તથા સ્વ. સાધ્વી-માતા વિનીતાશ્રીજીને અંતઃકરણથી યાદ કરીને તેમના પરોક્ષ આશીર્વાદથી મારામાં સમ્યજ્ઞાનનો ક્ષયોપશમ વિકસિત થાય તેવી ભાવના સાથે આ ગ્રંથ સમર્પિત કરું છું. વિજયા દશમી
લિ. તા.૨૮-૯-૨૦૦૯
પ્રવર્તક મુનિશ્રી ઉમરગામ (દ.ગુજરાત)
મૃગેન્દ્રવિજય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org