________________
સંખ્યાત્મક શબ્દકોશ (૧) ઔદારિક શરીરવાળા મનુષ્ય તિર્યંચોના કામભોગોનું
મનથી સેવન કરે નહીં (૨) અન્ય પાસે મનથી સેવન કરાવે નહીં (૩) મનથી સેવન કરનારનું અનુમોદન કરે નહીં (૪) કામભોગોનું વચનથી સેવન કરે નહીં (૫) વચનથી અન્ય પાસે સેવન કરાવે નહીં (૬) વચનથી સેવન કરનારનું અનુમોદન કરે નહીં (૭) કામભોગોનું કાયાથી સેવન કરે નહીં (૮) અન્ય પાસે કાયાથી સેવન કરાવે નહીં (૯) કાયાથી સેવન કરનારને અનુમોદન આપે નહીં (૧૦) દેવ-દેવીઓના કામભોગો અંગે મનથી સેવન કરે નહીં (૧૧) અન્ય પાસે મનથી સેવન કરાવે નહીં (૧૨) કોઈ મનથી સેવન કરતા હોય તો અનુમોદે નહીં (૧૩) દિવ્ય કામભોગનું વચનથી સેવન કરે નહીં (૧૪) અન્ય પાસે વચનથી કામભોગોનું સેવન કરાવે નહીં (૧૫) કોઈ વચનથી સેવન કરતાં હોય તો અનુમોદે નહીં (૧૬) દિવ્ય કામભોગોનું કાયાથી સેવન કરે નહીં (૧૭) કાયાથી અન્ય પાસે સેવન કરાવે નહીં (૧૮) કાયાથી સેવન કરનારને અનુમોદે નહીં
- (સમવાયાંગ સૂત્ર) લેખવિધાન-૧૮ પ્રકાર :- (નમો ગંભીએ લીવિએ)
બ્રાહ્મી, યાવની, દોષ ઉપરિકા, ખરોષ્ટ્રિકા, ખરશાવિકા, પ્રહારાતિકા, ઉચ્ચતરિકા, અક્ષરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈનતિકી, નિહ્નવિકા, ગણિત, માહેશ્વરી, દ્રાવિડી, પોલિન્દી, ફારસી, ઉડીયા, હંસલિપિ, લાટી, સૈન્ધવી, નાગરી
- (સમવાયાંગ, ૧૮).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org