________________
સંખ્યાત્મક શબ્દકોશ
૬૯
૪. જે વ્યક્તિ પ્રાણીના માથા પર શસ્ત્રથી પ્રહાર કરી મારે છે ૫. જે વ્યક્તિ પ્રાણીના માથા પર ભીનું ચામડું વીંટીને મારે છે ૬. કોઈ વ્યક્તિને મારીને ઉપહાસ કરે છે. કોઈ વ્યક્તિ વેશ
બદલીને, બીજા કોઈ માનવીને ડંડાથી મારીને તેનો ઘાત
કરી, આનંદથી હસે છે. વ - અસત્ય (કપટજન્ય) મહામોહ બંધના ચાર સ્થાનો -
૭. જે વ્યક્તિ છૂપી રીતે અનાચારનું સેવન કરીને, માયા-કપટ
કરીને તેને છૂપાવે, અસત્ય બોલે અને સૂત્રાર્થનો અપલાપ
કરે છે.
૮. જે વ્યક્તિ નિર્દોષ વ્યક્તિ પર ખોટા આક્ષેપો મૂકી, કલંકિત
કરે, પોતાના દુષ્કર્મોનું તેના પર આરોપણ કરે છે. ૯. જે વ્યક્તિ ભરી સભામાં જાણી જોઈને મિશ્રભાષા બોલે,
અસત્યભાષણ દ્વારા કલહને ઉત્તેજિત કરે છે. ૧૦.રાજાનો વિશ્વાસુ અમાત્ય, પોતાના રાજાની રાણીનો અથવા
ધન મેળવવાનાં દ્વારોનો નાશ કરે, રાજાને અધિકાર વગરનો કરી, કાઢી મૂકે, રાજ્ય પર, રાણીઓ પર અને રાજ્યના
ધન પર અધિકાર જમાવે છે. - અબ્રહ્મચર્ય સંબંધિત અસત્યજન્ય મહામોહબંધના બે સ્થાનો
૧૧.જે વ્યક્તિ પરણેલ હોવા છતાં કહે કે “હું કુંવારો છું” અને
સ્ત્રીઓમાં આસક્ત થઈને, ગુપ્ત રીતે સ્ત્રીનું સેવન કરે છે. ૧૨.જે પોતે સ્વયં અબ્રહ્મચારી છે, છતાં “હું બ્રહ્મચારી છું” એમ
ખોટું બોલનાર, ગાયોની વચ્ચે ગધેડાની જેમ અયોગ્ય બકવાસ કરે છે અને માયાવી મૃષા બોલીને સ્ત્રીઓમાં આસક્ત
રહે છે. ૩- કૃતજ્ઞતાજચ મહામોહબંધનાં બે સ્થાનો –
૧૩.આશ્રયદાતાનું ધન પડાવી લે – ચોરી લે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org