________________
૬૮
સંખ્યાત્મક શબ્દકોશ
અંક-૨૯ પાપકૃત - (પાપોનું ઉપાર્જન કરનાર શાસ્ત્રોનું શ્રવણ-સેવન ૨૯ પ્રકારનું
વર્ણવેલ છે.) (૧) ભૂમિશાસ્ત્ર, (૨) ઉત્પાતશાસ્ત્ર, (૩) સ્વપ્રશાસ્ત્ર, (૪) અંતરિક્ષશાસ્ત્ર, (૫) અંગશાસ્ત્ર, (૬) વ્યંજનશાસ્ત્ર, (૭) સ્વરશાસ્ત્ર, (૮) લક્ષણશાસ્ત્ર - આ દરેકના ત્રણ પેટાભેદ હોવાથી ૮ x ૩ = ૨૪ પ્રકાર થાય છે. (૨૫) વિકથાનુયોગ, (૨૬) વિદ્યાનુયોગ, (૨૭) મંત્રાનુયોગ,
(૨૮) યોગાનુયોગ, (૨૯) અન્યતીથિંકપ્રવૃત્તાનુયોગ ૨૯ રાત્રિ-દિવસના ૬ માસ છે –
કારતક, પોષ, ફાગણ, વૈશાખ, અષાઢ, ભાદરવો
- (સમવાયાંગ સૂત્ર-૨૯)
અંક-૩૦ મહામોહનીયકર્મબંધનાં ત્રીસ સ્થાન -
(મોહનીય કર્મ બાંધવાનાં કારણભૂત ત્રીસ સ્થાન આ મુજબ
છે.) - હિંસાજન્ય મહામોહબંધના છ સ્થાનો -
૧. જે વ્યક્તિ ત્રસ પ્રાણીઓને પાણીમાં ડૂબાડીને,
પાણીથી તેને આક્રાંત કરીને મારે છે ૨. જે વ્યક્તિ ત્રણ પ્રાણીઓનો શ્વાસ રૂંધીને, ગળું દબાવીને
આર્તનાદ કરતાં પ્રાણીને મારે છે ૩. જે વ્યક્તિ અનેક પ્રાણીઓને એક ઘરમાં કે ભવનમાં બાંધીને
કે પૂરીને અગ્નિ પેટાવી, ધુમાડાથી ગુંગળાવી મારી નાખે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org