________________
સંખ્યાત્મક શબ્દકોશ
(૨) ગુરુભગવંતની બરાબર સાથે ચાલે, (૩) ગુરુભગવંતની પાછળ અવિનયથી ચાલે, (૪) ગુરુભગવંતની આગળ ઊભો રહે, (૫) ગુરુભગવંતની બરાબર સાથે હારમાં ઊભો રહે,
(૬) ગુરુભગવંતની પાછળ અડીને ઊભો રહે,
(૭) ગુરુભગવંતની આગળ બેસે,
(૮) ગુરુભગવંતની હરોળમાં બેસે,
(૯) ગુરુભગવંતની પાછળ અડીને બેસે,
(૧૦-૧૧) ગુરુભગવંતની પહેલાં શૌચ નિવૃત્તિ કરી, ઉપાશ્રયમાં પહેલા આવી જાય અને ઇર્યાવહીનો કાયોત્સર્ગ ગુરુના પહેલાં કરે,
(૧૨) ગુરુભગવંતની પહેલાં વાર્તાલાપ કરે, (૧૩) જાગતો હોય છતાં ગુરુને જવાબ ન આપે,
(૧૪) ભિક્ષા લાવીને પહેલાં નાના સાધુની પાસે ભિક્ષા સંબંધી આલોચના કરે પછી ગુરુ પાસે આલોચના કરે,
૭૫
(૧૫) લાવેલી ભિક્ષા પહેલા નાના સાધુને બતાવે, પછી ગુરુને બતાવે.
(૧૬) ભિક્ષા ઉપયોગમાં લેતા પહેલાં નાના સાધુને નિમંત્રે, પછી ગુરુભગવંતોને નિમંત્રે,
(૧૭) ભિક્ષા પ્રાપ્ત આહારમાંથી ગુરુભગવંતને પૂછ્યા વિના ઇચ્છિત આહાર પોતાના પ્રિય સાધુને આપે,
(૧૮) ગુરુભગવંતની સાથે ભોજન કરતા સમયે સરસ આહાર ક૨વાની ઉતાવળ કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org