Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
(૫) તેઓનું આસન એક સ્થાન ઉપરથી બીજા સ્થાને લઈ જવું. (૬) કૃતિકર્મ કરવું (વંદન કરવું).
(૭) અંજિલ જોડવી.
(૮) ગુરુજનોના આવવા પર તેમની સામે જઈને સ્વાગત કરવું. (૯) ગુરુજનોના જવા પર થોડુંક તેમની પાછળ જવું.
(૧૦) તેઓ બેસે પછી બેસવું.
(૧) તીર્થંકર, (૨) કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સ્થવિર, (૬) કુલ, (૭) ગણ, (૮) સંધ, (૯) સાંભોગિક, (૧૦) આચારવાન (૧૧) વિશિષ્ટ મતિજ્ઞાની, (૧૨) શ્રુતજ્ઞાની, (૧૩) અવધિજ્ઞાની, (૧૪) મન:પર્યવજ્ઞાની, (૧૫) કેવળજ્ઞાની.
આ પંદર વિશિષ્ટ મહાપુરુષોની (૧) આશાતના ન કરવી, (૨) ભક્તિ કરવી, (૩) બહુમાન કરવું, (૪) ગુણગાન કરવા.
તેથી (૧૫ × ૪ = ૬૦) ભેદ થાય.
ઔપચારિક વિનય :- (૭ પ્રકાર)
(૧) અભ્યાસન-વૈયાવૃત્ય યોગ્ય ગુરુ આદિની પાસે બેસવું. (૨) છંદાનુવર્તન - તેના અભિપ્રાય અનુસાર કામ કરવું. (૩) કૃતપ્રતિકૃતિ - પ્રસન્ન થયેલ આચાર્ય મને બોધ આપશે,
એ ભાવથી તેને આહારાદિ દેવા.
(૪) કારિતનિમિત્તકારણ - શાસ્ત્રજ્ઞાન મળવાથી
ભણાવનારનો વિશેષરૂપમાં વિનય કરવો.
(૫) દુઃખથી પીડિતને શોધવા અથવા તેના દુઃખોને સમજવા. (૬) દેશકાળને જાણીને તેની અનુકૂળ સેવા કરવી.
(૭) રોગીને પોતાના સ્વાસ્થ્યની આજ્ઞા આપવી.
૯૭
પાંચ પ્રકારના આચારોનું આચરણ કરાવનાર- આચાર્ય પાંચ પ્રકારના હોય છે. ઉપરાંત ઉપાધ્યાય, તપસ્વી, રૌદ્ર, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ સારા સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126