________________
સંપાદકીય
કોષ એટલે ખજાનો, ભંડાર, તિજોરી. આ અર્થઘટન લગભગ ધન, દ્રવ્ય, પૈસા, સંપત્તિને લાગુ પડે છે.
શબ્દશાસ્ત્રીઓના મતે ખજાનાના પર્યાયરૂપે અંગ્રેજીમાં વપરાતો Treasure શબ્દ પણ મૂળે લેટિન ભાષાના THESAURUS પર આધારિત છે. જેનો અર્થ જ્ઞાનનો ભંડાર થાય છે અને ધનસંગ્રહનો અર્થ પાછળથી તેમાં ઉમેરાયો છે. આ રીતે કોષનું અર્થઘટન જ્ઞાનની વધુ નજીક છે, એવું અભ્યાસથી ફલિત થાય છે.
વિદ્વજનો અને કવિજનોએ પણ સાહિત્યક્ષેત્રે શબ્દભંડોળને પણ કોષ જેટલું જ મહત્ત્વ આપ્યું છે. કોષ જેટલો સમૃદ્ધ તેટલો જ તે બહુમૂલ્ય ગણાય છે.
અહીં આ બેમાં સૌથી મોટો તફાવત જે છે તે – આ પ્રમાણે છે. એક સંસ્કૃત સુભાષિતમાં આ વાત સ્પષ્ટ કરી છે.
अपूर्वः कोपि कोषोऽयं, विद्यते तव भारति !।
व्ययतो वृद्धिमायाति, क्षयमायाति संचयात् ॥ હે માતા સરસ્વતી ! તારો આ અક્ષર-શબ્દ ભંડાર કોઈ અદ્ભુત છે એટલે કે ચમત્કારપૂર્ણ છે. તેનો જેમ જેમ વધુ વપરાશ થાય છે, તેમ તે વધે છે અને તેને સંઘરી-સંચિત રાખવાથી હ્રાસ-નાશ પામે છે.
કવિએ જે ચમત્કૃતિ કરી છે તે કલ્પનામાત્ર નથી પણ હકીકતમાં સત્ય ચરિતાર્થ થાય છે.
આપણે જોઈએ તો શબ્દકોષની દુનિયા ઘણી વિસ્તૃત છે. આજ સુધીમાં વિવિધ અનેક શબ્દકોષ પ્રકાશિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org