________________
જેની સંભવિત નોંધ આ પ્રમાણે છે :
અમરકોશ, અભિધાનચિંતામણિ (સ્વીપજ્ઞ ટીકા), નિઘંટુ શબ્દકોશ, પાઈઅ-લચ્છીનામમાલા, પાઈઅ-સ૬-મહષ્ણવો, ધનંજય નામમાલા, અભિધાન રાજેન્દ્રકોશ, અલ્પપરિચિત સૈદ્ધાંતિક શબ્દકોશ, (દેવચંદ લાલભાઈ સાહિત્ય ટ્રસ્ટ, સુરત.) જિનેન્દ્ર વર્ણીકોશ (ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી.), વિશ્વજ્ઞાનકોશ-સચિત્ર. (સમન્વય ટ્રસ્ટ, અમદાવાદ), ગુજરાતી વિશ્વકોશ (ભાગ-૨૧) (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ), ભગવદ્ગોમંડલ કોશ, શ્રી વાણી ચિત્ર શબ્દકોશ, (પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ) જોડણી કોશ, (ગુજરાત વિદ્યાપીઠ), દાર્શનિક કોશ, (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી), પારિભાષિક શબ્દાવલી, (પબ્લિકેશન બ્યુરો, સૂચના વિભાગ, લખનૌ.) પ્રામાણિક હિન્દી કોશ (સંપા. રામચંદ્ર વમ, યુનિવર્સલ ઈંગ્લીશ-ગુજરાતી શબ્દકોશ (ઓક્સફોર્ડ યુનિવર્સિટી), ત્રિભાષા કોશ (ગૂર્જર પ્રકાશન), “તૂરકર યાંચા ચૌભાષી વ્યાવહારિક શબ્દકોશ” (પ્રકાશક ગણેશ ઓતૂરકર.) સૂર્યસહસ્ર નામકોશ (જૈન વિદ્યા શોધ સંસ્થાન), મુક્તકરત્ન કોશ (ગુજરાત સાહિત્ય અકાદમી), સમાનાર્થી કહેવત-કોશ (ગ્રંથલોક), જૈન યોગ પારિભાષિક શબ્દકોશ (વિશ્વભારતી, લાડનું), જૈન પારિભાષિક શબ્દકોશ (‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતી ડૉ. જિતેન્દ્ર બી. શાહની લેખમાળા) વગેરે પ્રકાશનો ઉલ્લેખનીય છે. તેમાં પ્રસ્તુત સંખ્યાત્મક શબ્દકોશ” પ્રકાશન એક નવી ભાત પાડે છે. કારણ તેમાં સંખ્યાને ધ્યાનમાં રાખીને તેવી શબ્દસૂચિ ક્રમશઃ અત્રે સંકલિત કરી છે.
સંખ્યાના ક્રમ અનુસાર જે જે શબ્દો મળ્યા, તેને તે મુજબ ક્રમમાં મૂકીને ઉદ્ધત કર્યા છે. આ શબ્દોને કોઈ ચોક્કસ સીમામાં ન બાંધતાં જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરા ઉપરાંત લૌકિક રૂઢિમાંથી જ્યાંથી પણ સાંપડ્યા તે સર્વેનો અત્રે સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે તેનો સંદર્ભ મળ્યો, તેની પણ નોંધ લીધી છે. અલબત્ત, સર્વત્ર એ શક્ય બન્યું નથી.
જૈન આગમગ્રંથોમાં સ્થાનાંગ-સમવાયાંગ સૂત્ર જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ આ પરિપાટી-પરંપરા જોવા મળે છે. તે પછી શ્રમણ સૂત્ર (પગામસઝાય) તથા પાક્ષિકસૂત્રમાં પણ તેનું સંક્ષિપ્ત અનુસરણ છે.
સ્થાનકવાસી પરંપરામાં કેટલાંક થોકડા સંગ્રહ પણ પ્રકાશિત છે. તેમજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org