________________
1373 – ૧૨ : સર્વજ્ઞશાસનનો સમયધર્મ ઓળખો ! - 92 – ૧૮૫ જંબુસ્વામી પછી દશ વસ્તુનો વિચ્છેદ ન જ કહેત. ગમે તેવાને પણ એમની પછી જિનકલ્પ નહિ, કેમકે એ યોગ્યતા જ નથી. સર્વજ્ઞના શાસનમાં સમય નથી જોવાયો એવું કહેનાર અજ્ઞાન છે. બાકી રોટલા પહેલાં અને પૂજા પછી, એવું સર્વશદેવનો સમયધર્મી ન જ કહે. સભાઃ “વેશ સાધુનો પહેર્યો હોય અને અમુક ભેદ હોય તો તે વાત જતી કરી
બીજી વાતોના આશ્રયમાં વાંધો ખરો ?' સ્ટીમરમાં કાણું પડ્યું હોય તો એ કાણા પર નહિ બેસતાં બીજી જગ્યાએ બેસે તો વાંધો નહિ ? શાસ્ત્ર તો કહે છે કે દ્વાદશાંગી આખી માને પણ એનો એક જ અક્ષર ન માને તે મિથ્યાદૃષ્ટિ. નિહુનવો આ રીતે જ થતા પણ એ બધા જ નિર્નવો આજનાઓની જેમ બેફામ નહોતા બોલતા; આજ્ઞા સામે કે આગમ સામે આંખ કે આંગળી નહોતા કરતા; માત્ર અમુક મન્તવ્યમાં જ વિપરીત ગયા ત્યાં તો એમને નિનવ કહ્યા. પ્રમાદથી બચાવવાની ચિંતા :
ગૌતમ ભગવાન જેવા પરમ સંયમધરને ભગવાન મહાવીરદેવ વારંવાર ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવાનું કહે છે. ગૌતમ મહારાજ જેવાને પ્રમાદ ન થાય તે માટે ભગવાનને આટલી બધી ચિંતા તો તમને પ્રમાદથી અટકાવવા ધર્મગુરુઓને કેટલી હોય ? સાધુ જો એટલું જ કહે કે-“પૂજા કરવી ખરી પણ ફુરસદ મળે તો; તો આજે પૂજા કરનારા અનેક પૂજા છોડી પણ દે. આ તો ગમે તેવા સંયોગોમાં પૂજા કરવી જ જોઈએ એવી માન્યતા છે માટે રોજ, પૂજા થાય છે. • સમયને જાણનારો આવું ન બોલે ઃ - મુનિને પણ પરિણામ બગડ્યા ને ખરાબ ભાવના જાગી, એ લાલસા ન મટી અને મહિનો બે મહિના સંસારમાં જઈ આવવા માગે તો ગુરુ રજા આપે ? અને આપે તો એ ગયેલો ફરી પાછો આવે ? ના. માટે તો બાર-બાર વર્ષ કરીને લજ્જાથી સાઠ વર્ષ સુધી ક્ષુલ્લક મુનિને સંયમમાં ટકાવી રાખ્યા હતા. એ વારંવાર ખુલ્લું કહેતા કે “મારા પરિણામ ટકતા નથી.” તોયે લજ્જાથી રાખ્યા. લજ્જાથી ધર્મસેવન કરનારો પણ બચી જાય છે અને ગમે તેવા સંયોગોમાં ધર્મને નહિ ભૂલવારો ધર્મી રહી શકે છે. “હાલ ધર્મક્રિયાઓ મોકૂફ રાખો, પાપપુણ્યની પંચાતમાં ન પડો, એક વાર પૈસાટકા મેળવી લો, પછી ધર્મ માટે જોઈ લેવાશે; સંસારમાં રહેવામાં કાંઈ પાપ નથી” આવું સર્વજ્ઞની આજ્ઞા મુજબ શાસ્ત્ર કહેલ સમયને જાણનારો બોલી શકે ? ન જ બોલી શકે.