________________
૫૯૬ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
_1794 કોણ જીત્યું ? વાત તો કાંઈ છૂપી ન રહે, એટલે માને સમાચાર તો પહોંચી જ ગયા હતા, પણ પેલાએ હાર્યા છતાં પોતાની બહાદુરી બતાવતાં કહ્યું કે -
___ अम्मा मैंने मल्ल पछाडा, मेरी छाती पर धम् ।
वो शरमिंदा नीचे देखे, उंचा देखे हम् ।। પેલો મલ્લ પોતાની છાતી પર ચઢી બેઠો એમ પોતાની મા પાસે સાચી વાત કરતો નથી. પણ પોતે પોતાની છાતી પર મલ્લને પછાડ્યો એમ કહે છે. છાતી પર ચઢેલાની નજર નીચે હોય અને પડેલાની (હારેલાની) નજર ઊંચે હોય એ નિયમ છે. આવા બહાદુર આ લોકો પણ છે. એમની આવી બહાદુરીથી અમારું એક રૂંવાડું પણ ફરકતું નથી. એમની તરફથી આવનાર હુમલાનો અમને સ્વપ્ન પણ વિચાર નથી આવતો. અગિયાર મહિનામાં એમણે મચાવેલી ધાંધલનો પાર નથી. પણ અમે તેની લેશ પણ ચિંતા કરી નથી. આત્માની અનંત શક્તિઓ પાસે પાપીઓ લાચાર છે:
જેઓ વિષય કષાયના પ્રેમી છે, એમાં જ ડૂબેલા છે, એમનું બળ કેટલું તે આ શાસ્ત્ર સારી રીતે બતાવ્યું છે. એવાઓ દોડધામ ગમે તેટલી કરે. પણ એમની દશા કઈ ? વિષય કષાયમાં લીન બનેલાઓ જો બળવાન બનતા હોત તો શ્રી તીર્થંકર-દેવો જીવી પણ ન શકત. જેમને કોઈ મારે તોય બોલે નહિ, એ જીવે શી રીતે ? કલ્યાણના સાધક આત્માઓ પાસે વિષય કષાયના ઘેનમાં પડેલા આત્માઓ નબળા, નબળા અને નબળા જ છે. કાદવમાં હાથ ઘાલવાનો નબળાનો સ્વભાવ ખરો. સંગમે ઘણું બળ વાપર્યું. પણ આખરે છ મહિને એ થાક્યો અને પછી ભગવાનને યથેચ્છ વિહરવાનું પોતે જ કહ્યું. આત્માની અનંત શક્તિ પાસે પાપીઓ લાચાર છે. જે સિંહોની પરવા ન કરે તે ભસતાં કૂતરાંની પરવા કરે ખરા? બળવાન કૂતરાઓ પણ કરડવું હોય તો મૌન રહે. ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે. માટે બેફીકર રહી. નિર્ભયપણે ચાલ્યા જાઓ. જે શેરીમાં ભસતાં કૂતરાં હોય તે શેરીમાં જવામાં ભય નહિ. એની તાકાત કેટલી ? એ ભસતાં ભસતાં ધસ્યું આવતું હોય, પણ જરા આંખ કાઢી હાકોટો કરો, એટલે પૂંછડું દબાવતું દબાવતું પાછું લાગે. છીછરા ભસ્યા વિના રહી શકે જ નહિ
કોઈ પૂછે કે તો પછી “એ ભર્યું કેમ ?' તો કહેવું પડે કે એ ભસે જ. છીછરા ભસ્યા વિના રહી શકે જ નહિ. અધૂરો ઘડો છલકાયા વગર રહેતો નથી. સાચા બહાદુર હોય તે હું જેમ તેમ બ્રોધે ખરા ? અને તે પણ કામ થઈ ગયા પછી બોલે ? ભવિષ્ય જોનારા જોષીએ પણ કહ્યું હોય કે, “આવું આવું થશે”