Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 625
________________ ૬૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ એમ માનો છો ? અખંડ ત્યાગીને ભય નહિ અને આવા સંસારમાં ભટકનારાને ભય હોય એમ મનાય ? એવાનો સહવાસ છોડી દો : દીકરા પર જે પ્રેમ મા-બાપને હોય તે પાડોશીને હોય ? ‘બાળકને આમ ન મરાય' એવું પાડોશી ભલે કહે, પણ માના હૃદયમાં જે બળાપો હોય તે પાડોશીના હૃદયમાં ન હોય. મા તો મારતી જાય અને આંસુ સારતી જાય. પાડોશીને આંસુ ન આવે. જેઓએ પ્રભુને ત્રણ લોકના નાથ તરીકે સ્વીકાર્યા અને એમની આજ્ઞામાં ચોવીસે કલાક જેઓ રહ્યા એમને એમની આશાતનાનો ભય ન હોય ? અને આવા કેવળ વાતોડિયાઓને એવો ભય હોય ? એમનામાં ભક્તિ વધારે આવી ગઈ ? આવા લેભાગુઓની અક્કલ માટે ખેદ ઊપજે છે. આવાનો સહવાસ છોડી દો. પેટ ન ભરાય તો ભલે ખાલી રહે પણ આવાની પડખે પણ ન જતા. 1792 કર્યો સંઘ તીર્થંકરવત્ પૂજ્ય ? પૂજ્ય આચાર્ય શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજા તો કહે છે કે, ગર્ભાવાસ સારો, નર્કવાસ સારો પણ આવા પાપી સંઘોના ટોળામાં રહેવું સારું નહિ. એવાની છાયા પણ આત્માનો નાશ કરે છે. વર્તમાનકાળે તો ભગવાન મહાવીરના આગમમાં શ્રદ્ધા રાખે અને એ મુજબ શક્તિ પ્રમાણે અમલ કરે એ સાધુ આ દુષમ કાળમાં પણ ત્રણ લોકમાં પૂજ્ય છે.. હવે છેલ્લે પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरित्तगुणवंतो ! तित्थयराण य पुज्जों, वुच्चइ एयारिसो संघो । आणाजुत्तो संघो, सेसो पुण अट्ठीसंघाओ ।। અર્થ : “નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનયુક્ત અને ચારિત્રવંત હોય તે સંઘ છે, જે તીર્થંકરોને પણ પૂજ્ય છે.” “જે આજ્ઞા યુક્ત હોય તે સંઘ, બાકી હાડકાંનો માળો છે.” નિર્મલ જ્ઞાને પ્રધાન, સમ્યગ્દર્શને સહિત અને ચારિત્રયુક્ત શ્રીસંઘ એ તીર્થંકરવત્ પૂજ્ય છે. ગમે તેવાં ટોળાં કાંઈ તીર્થંકરની જેમ પૂજ્ય નથી. તીર્થંકરના પણ તીર્થંકર બનનારાઓ, સાધુઓને પોતાના ગુલામ માનનાંરાઓ, આગમ માટે જેમ તેમ બોલનારાઓ, આવા બધા આજ્ઞાભ્રષ્ટોને તો એ મહાત્મા હાડકાંનો ઢગલો કહે છે. આમ કહેવામાં દ્વેષ નથી, પણ વસ્તુના સ્વરૂપનું પ્રકાશન છે.

Loading...

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630