Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 623
________________ ૩૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1790 ભક્તને જ આશિષ શા માટે ? બધાને કેમ નહિ ? સાધુ ભક્તના લોભી છે ? નહિ, સાધુ તો જગતના ગુરુ છે. શ્રાવક એમને માને છે માટે શ્રાવકનાં ગુરુ કહેવાય એ વાત જુદી. ઈશ્વર કર્તૃત્વમાં આવતા વાંધા : જ ઈશ્વરને કર્તા માનનારા જોડે ત્યાં જ વાંધો આવે છે. ઈશ્વર જો સર્વશક્તિમાન છે તો એક સુખી અને એક દુઃખી કેમ ? એના ઉત્તરમાં એ પણ કર્માધીનતા જ બતાવે છે, તો પછી ઈશ્વરનું પ્રયોજન શું ? ઢાળ હોવાથી પાણી નીચે ગયું. ખાબોચિયામાં જઈને સ્થિર થયું, ગંદી જગ્યાએ મળવાથી મેલું થયું, ઉત્તમ સ્થાને જવાથી મીઠું થયું, એમ કહેવાને બદલે ત્યાં દરેક વાતમાં ઈશ્વરને લાવવાની જરૂર શી ? જન્મ-મરણ કર્મે થાય છે એમ કહેવું જોઈએ; એમાં ઈશ્વરને ભળાવવું નિરર્થક છે. આ તો એવા છે કે જન્મે તે પોતાના ભાગ્યે એમ કહે અને મરે ત્યાં ઈશ્વરને વચ્ચે લાવે. ‘ઈશ્વરને ગમ્યું તે ખરું' એમ બોલે. સુખમાં પોતાની હોશિયારીનાં વખાણ કરે અને દુ:ખમાં કપાળે હાથ દઈ ભગવાનને ઓલંભા આપે. મુક્તિ માટે થતી પૂજા એ પૂજા છેઃ ભગવાન તો આદર્શ છે, આલંબન છે. નિસરણી પાસે ઊભા રહ્યુ ચડાય નહિ. ચડવા માંડે તે ચડે અને ઊતરવા માંડે તે ઊતરે. જોઈને ઊભો રહે તે ઉપરનો ઉ૫૨ ૨હે અને નીચેનો નીચે રહે. શ્રી જિનેશ્વરદેવનું આલંબન લે, તેમની આજ્ઞા પાળે તો મુક્તિ મળે, તેમની આશાતના કરે, તેમના અવર્ણવાદ બોલે તે નરકે જાય. તેમની પૂજા પણ બે પ્રકારે થાય છે. પૈસા વગેરેના લાભ માટે પૂજા કરે છે, પણ એ પૂજા નથી. મુક્તિ માટે પૂજા કરે એ પૂજા છે. સભા ‘વાસક્ષેપ નંખાવવાનો હેતુ શો ?’ ગુરુનો હાથ મસ્તક પર મુકાવવા. ત્યાં તે વખતે ગુરુ જે શબ્દો બોલે છે તેમાં સંસારથી પાર પામવાનું જ કહે છે. શ્રાદ્ધવિધિમાં આવતાં વિધાનોના હેતુઃ સભા ‘શ્રાદ્ધવિધિમાં કરેલાં વિધાનોના હેતુ શા ?’ મુક્તિના. ત્યાં ‘બે સ્ત્રીઓ પરણો' કે ‘વિષયો સેવવા' એવું કશું લખ્યું નથી. ગૃહસ્થ ઊઠીને મોં ધોયા વગર રહેવાનો નથી એટલે પાણી ગળીને મોં ધોવાનું લખ્યું, ત્યાં પાણી ગળવું એ વિધાન છે. પણ મોં ધોવાનું વિધાન નથી. ગૃહસ્થ સવારે ઊઠીને દાતણ તો ક૨વાનો જ છે. માટે જ્યાં લીલ ફૂગ ન હોય, જીવજંતુ ન હોય એવી જગ્યામાં દાતણ ક૨વાનું લખ્યું, ત્યાં દાતણ કરવું એ

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630