Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 624
________________ 1791 ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 વિધાન નથી. પણ નિર્જીવ ભૂમિ જોવી એ વિધાન છે. પૂર્વે ગુરુ પાસે શાસ્ત્ર વાંચવાનો વિધિ હતો માટે કેટલાક આચાર્ય ભગવંતોએ નિર્ભયતા માની આવાં સ્પષ્ટીકરણ કર્યાં નથી. જ્યારે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા તો એવું સ્પષ્ટીકરણ કરવાનું પણ ચૂક્યા નથી. તેઓશ્રીએ જણાવ્યું છે કે જગતને પ્રાપ્ત હોય તેનો અનુવાદ અને પ્રાપ્ત ન હોય એનું વિધાન. શ્રાવક જે કાંઈ કરે છે એમાં ઓછા પાપનો ભાગીદાર થાય એ માટે શાસ્ત્રકારોએ એ રીતે બધું બતાવ્યું છે. પૈસા કમાયા વગર ગૃહસ્થ નથી રહેવાનો. તેથી ત્યાં અંદર નીતિને દાખલ કરી દીધી. તેથી નીતિ એ વિધાન અને પૈસા કમાવા તે અનુવાદ. પૂજા કરવા શુદ્ધ થઈને જવાનું લખ્યું ત્યાં પણ એમણે ખુલાસો કર્યો કે પૂજા એ વિધાન અને શુદ્ધ થવું એ અનુવાદ. નાહ્યા વિના તો કોઈ ૨હેવાનું નથી. નહાવું એ તો લોકાચાર છે. ઉનાળામાં તો લોકો બે-ત્રણ વા૨ નહાય છે. નળ નીચે બેસી ચકલી ખુલ્લી મૂકી એટલે પત્યું. શ્રાવક રાત્રે અલ્પ નિદ્રા કરે એમ લખ્યું, ત્યાં પણ સમજવું કે એ નિદ્રા તો લેવાનો જ છે. તેથી ત્યાં ‘અલ્પ’ લખ્યું એ વિધાન અને ‘નિદ્રા’ એ અનુવાદ. શાસ્ત્રમાંથી ફાવતી વાતો અધ્ધરથી ઉપાડે ત્યાં શું થાય ? કોઈ પણ ગ્રંથ ગુરુનિશ્રા વિના ન વાંચો અને વાંચો તો એટલું લખી રાખો કે આરંભ સમ્રારંભની કોઈ પણ ક્રિયાનું શાસ્ત્રમાં વિધાન ન હોય. અગિયાર મહિનાથી વ્યાખ્યાન સાભળો છો, શ્રાદ્ધવિધિની આ વાતો પણ અનેક વખત સમજાવી છે. છતાં પાછો એ જ પ્રશ્ન રહે તો કહેવું જ પડે કે, કોઈ જુદી દૃષ્ટિએ સંભળાય છે. ધર્મશાસ્ત્ર કદી પણ પાપક્રિયાની વાત કરતું નથી. આશાતનાનો ભય કોને હોય ? ૩૦૩ કોઈ દીક્ષા લે એને આપણે જરૂર વખાણીએ કે એણે મોહ તજ્યો, એનાં મા-બાપને પણ વખાણીએ જે કે જેમણે પોતાના બાળકને સન્માર્ગે વાળ્યો, પણ આજના ભણેલાઓ તો આગળ વધીને એ મા-બાપની વિષયક્રિયાને પણ વખાણવાનું કહે છે, એ કેમ બને ? આવાઓની સાથે તો વાત કરતાં પણ પ્રાયશ્ચિત્ત લાગે તેમ છે. શુદ્ધાશુદ્ધિની પંચાતમાં પણ એ એવા ઊતર્યા કે, જે અનાજનું ખાતર વિષ્ટા, એ અનાજ શુદ્ધ કે અશુદ્ધ ? એવા ચોખા દેરાસરમાં કેમ મુકાય ? જેમને શુદ્ધાશુદ્ધિનું ભાન નથી, રૂપ૨સ-વર્ણ-ગંધ-સ્પર્શના પલટાનું જ્ઞાન નથી. તેવાઓ શુદ્ધાશુદ્ધિની આવી પંચાત કરે છે. જાણે કે બધી ભક્તિ તેમનામાં જ ભરાણી અને આશાતનાથી તો એ જ ડરતા હોય એવો દેખાવ કરે છે. બાર મહિનામાં બે-પાંચ દિવસ સ્વાર્થ હોય તો જ પૂજા કરનારાને આશાતનાનો ભય થઈ ગયો છે ? અને પ્રભુની આજ્ઞામાં જીવન સમર્પણ કરનારા અખંડ ત્યાગીઓને એ ભય નથી

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630