Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 622
________________ ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ 118 ગમે તેટલું બોલે પણ કાયદો વચ્ચે આવે એટલે બેયને મૌન થવું પડે. કાયદાને ન ગણે અને બોલ્યા કરે તો કદી પાર આવે ? આગમનું શરણ સ્વીકારે પછી વાંધો રહેતો જ નથી. આ તો એક ગ્રંથના પહેલા પાનાની અમુક પંક્તિઓને માને અને એ જ ગ્રંથના બીજા પાનાની અમુક પંક્તિઓને પ્રક્ષિપ્ત છે એમ કહીને ન માને ત્યાં શું થાય ? પહેલી ફાવી માટે લીધી, બીજી ન ફાવી માટે એને પ્રક્ષિપ્ત કીધી. ઇતિહાસના આવા કીડાઓનું કલ્યાણ શી રીતે થાય ? रङ्कः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादागुरोर्वेषं प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च । मर्यादिवशी कृतर्जुजनता दानार्चनैर्गर्वभाग् - आत्मानं गणन्नरेन्द्रमिव धिग्गंता द्रुतं दुर्गतौ ।।५०) અર્થ : “કોઈ ગરીબ - અંક માણસ લોકોના અપમાનને યોગ્ય સ્થાન તજી દઈને ગુરુ મહારાજની કૃપાથી, મુનિનો વેશ પામે છે, કાંઈક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને કોઈ પદવી મેળવે છે, ત્યારે પોતાના વાચાળપણાથી ભદ્રિક લોકોને વશ કરીને, તે રાગી લોકો જે દાન અને પૂજા કરે છે તેથી પોતે ગર્વ માને છે અને પોતાની જાતને રાજા જેવી ગણે છે. આવાઓને ખરેખર ધિક્કાર છે ! તેઓ જલદી દુર્ગતિમાં જવાના છે.”૫૦ 1789 ૬૦૧ જે સામાન્ય લોકથી પરાભવ પામી; ગુરુની જરા મહે૨બાનીથી સાધુવેષ ધરી, થોડું ભણી, મીઠા શબ્દોથી ભોળી જનતાને ઠગી, માન પૂજા માટે, આજીવિકા માટે જૈનશાસનથી જુદું બોલે છે તેને ધિક્કાર છે, એની દુર્ગતિ થનાર છે. પૂ. આચાર્ય શ્રી મનિસુંદરસૂરિ મહારાજા જે આ રીતે કહે છે તે શું ગાળ છે ? અથવા નિંદા છે ? સાધુની આશિષ શા માટે ? ભાવસૂરિ તે કે જે શ્રી જિનમત પ્રકાશે. એ લોકચિંતા ન કરે. અમુક આચાર્યે અમુક કર્યું. એના દાખલા સામાન્ય આચાર્યો કે મુનિઓથી ન લેવાય. દરદીને પાણી ન પાવાના પ્રસંગે પણ કોઈ અનુભવી સર્જને યોગ્ય લાગવાથી પાણી પાયું હોય તો એના આધારે નાનો ડૉક્ટર એવા દર્દીને પાણી ન આપી શકે. ‘સમર્થ જ્ઞાની શ્રી તીર્થંકર દેવે અરધું દેવદૃષ્ય વસ્ત્ર યાચકને આપ્યું તો આપણે પણ કેમ ન આપીએ ?' એ ન પુછાય. એના જેવા થાઓ પછી પૂછવાની જરૂર નથી. સભા સાધુની આશિષ શા માટે ?’ મુક્તિ માટે. જો સુખ માટે હોય અને જો સાધુના વચનમાં જ સુખ હોય તો

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630