Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 627
________________ ૩૦૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ દ્રોહ કરે, આજ્ઞાની સામે ઊભો રહે તેને સંઘ કેમ ન કહેવાય ? અને એવું ટોળું પોતાને સંઘ તરીકે મનાવે તો મનાય કે નહિ ? એવા વર્ગને જ્ઞાનીઓએ હાડકાંના માળા જેવો કેમ રહ્યો ? સંધમાં ગણાતાં સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાનું કર્તવ્ય શું ? એ કર્તવ્ય ચૂકે તો એ કેવાં કહેવાય ? વગેરે વાતોને ખૂબ ખૂબ વિસ્તારથી તમારી સામે ૨જૂ કરી છે. એ દરમ્યાન સર્જાયેલ વાતાવ૨ણ કેવું વિષમ હતું એ પણ તમે જોયું છે. સારી વાતોના પ્રચારને અટકાવીને ખોટા પ્રચારો કરનાર વર્ગની કાર્યશૈલી પણ તમે જોઈ છે. હવે તમારે તમારું કલ્યાણ શામાં છે, એ સ્વયં નક્કી કરવાનું છે. 1794 અનંત પુણ્યરાશિથી આ માનવજીવન મળ્યું છે. એમાં પણ આર્ય દેશ, જાતિ, કુળ અને એમાં પણ જૈન જાતિ-કુળ તમને મળ્યાં એ તમારું પુણ્ય કેટલું ઊંચું છે, એ પણ તમારે વિચારવાનું છે. આગળ વધીને તમને વીતરાગ જેવા દેવ મળ્યા, વીતરાગે પ્રકાશેલ મોક્ષમાર્ગ સ્વરૂપ ધર્મે મળ્યો અને એ ધર્મને સાચા સ્વરૂપે સમજાવનારા સદ્ગુરુ મળ્યા છે એ તમારા પુણ્યની પરાકાષ્ઠા સૂચવે છે. આ પુણ્યને તમારે સફળ કરવું છે ? એ સફળ ત્યારે જ બને કે તમે દેવ, ગુરુ, ધર્મને સાચા સ્વરૂપે સમજો, ૫રમાત્માની આજ્ઞાને, શાસનને અને એ શાસનની મર્યાદાને બરાબર સમજો, યથાશક્તિ મર્યાદાનું પાલન કરો. શાસન પ્રત્યેના તમારા કર્તવ્યને સમજો, એમાંથી ગમે તેવા વાતાવરણ વચ્ચે પણ જરાય આઘાપાછા ન થાઓ. સંસારથી છૂટવાના અને મુક્તિને પામવાના લક્ષને નિશ્ચિત કરો ! આ જીવનમાં સર્વવિરતિરૂપ સાધુ-ધર્મને પામવાનો નિર્ધાર કરો. જ્યાં સુધી સાધુ-ધર્મ ન પમાય ત્યાં સુધી દેશિવરતિરૂપ શ્રાવક ધર્મની ઉત્તમ આરાધના કરો, એ પણ શક્ય ન હોય ત્યાં સુધી સમ્યગ્દર્શનને પામવાનો અને પામ્યા હો તો તેને નિર્મળ કરવાનો સતત પુરુષાર્થ કરો. કર્મયોગે સંસારમાં રહેવું પડે ત્યાં સુધી શ્રાવકજીવનની મર્યાદામાં રહીને પ્રભુશાસનની, પ્રભુની આજ્ઞાની એવી ઉત્તમ આરાધના - પ્રભાવના રક્ષા કરો કે તમારું સ્થાન ભગવાનના શ્રીસંઘમાં અવિચળ બની જાય, જેના પ્રભાવે અનાદિનાં કર્મનાં બંધનો તોડી આત્માના શુદ્ધ સ્વરૂપને પામી વહેલામાં વહેલા મુક્તિપદને પામો એ જ એક શુભ કામના સહ આ વિષય પૂર્ણ કરવામાં આવે છે. *** [તૃતિય ભાગ સમાપ્ત]

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630