Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 621
________________ ૯૦૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1738 સમુદ્રોના પાણીનાં બિંદુઓથી અનંતગુણા એવા અનંતા અર્થ એક સૂત્રમાં છે. એ જ રીતે દુનિયાની તમામ નદીઓના કિનારાની રેતીના કણિયાથી અનંતગુણા એવા અનંતા અર્થ એક-એક સૂત્રના છે. ખજાનો ભરપૂર છે. ક્યાંય ગાડી અટકે તેમ નથી. કોઈથી પરાભવ થાય તેમ નથી. સીધો વાદી અને વાંકો વાદી: સીધો વાદી કાં તો શરણે થાય, કાં તો હાર કબૂલે અને વાંકો વાદી-દંડો લે. એ લીધા વિના એને ચાલે જ નહિ. આજે વાદી નથી પણ વિતંડાવાદી છે. સીધો વાદી તો દલીલ ખૂટે કે તરત શરણે થાય યા તો હાર કબૂલી લે. વિતંડાવાદી કે વાંકો વાદી યુક્તિ ખૂટે એટલે આંખ લાલ કરે અને ઊલટો સામાને ગળે પડે કે, તમે ગરમ થયા.” એ ઊંધું જ બોલે. ખોટા વાંધા કાઢીને “આ ચાલ્યો કહીને ચાલવા માંડે, અથવા પોતાના પક્ષમાં બે-પાંચ હોય તો હો-હા કરે અને પચીસપચાસ હોય તો તોફાન મચાવે. આવા વિતંડાવાદીઓ, ગાળાગાળીવાદ અને દંડાવાદમાં નિપુણ હોય. દંડાવાદમાં આપણે તો હાર જ કબૂલવાની. આપણાથી કોઈને મરાય ? ના, એ તો બનવાનું જ નહિ. ત્યારે ગાળાગાળીમાં પણ એ જ જીતે, કારણ કે, એમાં આપણું કામ નહિ. એમાંના કેટલાક તો ગાળાગાળીથી એવા ટેવાયેલા હોય કે બે ભાઈ લડતા હોય તોયે એક બીજાની માને ગાળ દે, પણ એ હેવાન એટલું પણ ન સમજે કે એની અને પોતાની મા એક જ છે. આવેશ અને ગુસ્સો ભાન ભુલાવે છે. એમના શબ્દો સાંભળતાં સજ્જનોને ત્રાસ છૂટે. વસ્તુસ્વરૂપ સમજાવનારા શબ્દો અને એ શબ્દોમાં બહુ ભેદ છે. વળી વિતંડાવાદમાં એ ફાવે તેવાં બનાવટી કલંકો પણ મૂકે. એ કાંઈ આપણાથી ન મુકાય એટલે આવા વિતંડાવાદીઓના ગાળાગાળીવાદ અને દંડાવાદમાં આપણે કરીએ એ જ આપણી જીત છે. બાકી કોઈ સાચો વાદી આવ્યો હોય અને હારી જવાય તો તેમાં આપણી ખામી ગણાય. સીધા વાદીની વાદની રીતઃ વાદી છે કે જે પોતાનો પૂર્વ પક્ષ માંડે, હેતુ આપે, દૃષ્ટાંતો આપે, પૂછે તેના ઉત્તરો આપે, ઉત્તર પક્ષવાળા જેટલા દોષ એ પક્ષમાં બતાવે તે સઘળા ટાળે, પછી ઉત્તર પક્ષવાળાનું સાંભળે અને છતાં પોતાને લાગે તો દલીલ આપે. એ રીતે વાદ કરે તે વાદી. એમ કરતાં નિરુત્તર થાય તો કાં તો સામાને શરણે નહિ તો હાર કબૂલે; એનું નામ વાદી, બાકી અગડંબગડે બોલે એ વાદી નહિ. આમને તો પૂછીએ “કે, તમારો પક્ષ શો ?' તો કહેશે કે, “તમારો પક્ષ એ જ અમારો પક્ષ. અમે પણ મહાવીરને માનીએ છીએ.” વારુ, તો પછી ઝઘડો ક્યાં ? ભગવાન મહાવીરદેવને અને એમના આગમને માન્યા પછી ઝઘડો છે ક્યાં ? બે વકીલ

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630