Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 619
________________ - 1796 ૫૯૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ પડે છે અને મરે છે પણ ખરાં. મુક્તિની સાધનાની ઇચ્છા સિવાય જે માબાપને તજીને દીક્ષા લે તે શાસનને પણ બગાડે. ભાટ કદી ભૂખે ન મરે પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજાએ જ્યારે પૂછ્યું કે, હવે ગૃહસ્થની ચિંતાથી લાભ શો ?” ત્યારે કોઈ મુનિ બોલી ઊઠ્યો કે, “આજીવિકા.” પાત્રમાં ઘી વધારે ઢળે એ વાત ખરી. પણ એના જવાબમાં આ મહાત્મા એને સ્પષ્ટ સંભળાવે છે કે – હે મુનિ ! તું અત્યારે ખાઈ લે. પણ પછી તારી દુર્ગતિ અનિવાર્ય છે, એ તારી દુર્ગતિને કોઈ રોકી શકે તેમ નથી.' ' કહેવાય છે કે, “ભાટ કદી ભૂખે ન મરે.” ભૂખ્યો ભાટ રંકને પણ રાજા કહેતાં શરમાય નહિ અને પ્રશંસા એવી ચીજ છે કે જે અરધામાંથી પણ અરધું. અપાવે. પ્રશંસા સાંભળીને રાજી ન થાય ને કોઈક અને નિંદા સાંભળીને નારાજ ન થાય તે પણ કોઈક જ. ભાટ કદી ભૂખ્યો મરે ? તમને હું શૂરવીર કે ધર્મવીર કહું તો તમને કાંઈ ખોટું લાગે ? ના – પણ મારા જેવો કરડું કહે છે ત્યાં મુસીબત લાગે છે. પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા હવે યતિને ઉદ્દેશીને કહે છે કે, “હે મુનિ ! તું જેમ આજીવિકા વિપ્ન વગર મળવાની વાતો કરે છે, તેમ દુર્ગતિ પણ તને વિપ્ન વગર જ મળશે.” આવું કહીને એ મહાત્મા યતિને ચેતવે છે. શ્રીસંઘના આગેવાનપદે રહેલા ભાવાચાર્ય લોકચિંતા ન કરે એ બતાવવા આ બધું એ મહાત્મા કહી રહ્યા છે. સંઘ માટે પણ સાવદ્ય ન થાય : હજી ત્રીજી વાત એ મહાત્મા ફરમાવે છે કે - कथं महत्वाय ममत्वतो वा सावधमिच्छस्यपि सङ्घलोके । न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्ता क्षणोति क्षणतोऽप्यसून् किम् ? ।।२३०।। અર્થ : મહત્ત્વ મેળવવા અથવા મમત્વને વશ થઈને સંઘ લોકોમાં પણ સાવઘને કેમ ઇચ્છે છે ? શું સોનાની પણ છરી પેટમાં ભોંકવાથી તત્કાળ તે પ્રાણોનો નાશ નથી કરતી ? “કોઈ પૂછે કે અમે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ માટે સાવદ્ય કરીએ તો તેમાં શો વાંધો ? તેના જવાબમાં આ મહાત્મા ફરમાવે છે કે,

Loading...

Page Navigation
1 ... 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630